..અને શિલ્પા શેટ્ટીને છીંક આવતા પતિ અને દિકરો ગભરાઇ ગયા, જોઇ લો તમે પણ આ વિડીયોમાં પછી કેવુ હતુ રિએક્શન

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) નો એક ટીક ટોક વિડીયો (Tik Tok Video) સોશિયલ મીડિયા પર હાલમાં ખુબ ચર્ચાઈ રહ્યો છે.

image source

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) લોકડાઉન (Lockdown) માં ઘરે રહ્યા પછી પણ સતત પોતાના વિડીયોથી ખુબ ચર્ચામાં બની રહે છે અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પોતાના ટીક ટોક વિડીયો (Tik Tok Video) થી ખુબ ધમાલ મચાવી રહી છે, શિલ્પા શેટ્ટીનો આ વિડીયો હાલમાં ઈન્ટરનેટ પર છવાયેલો છે. તાજેતરમાં જ શિલ્પા શેટ્ટીનો એક વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. શિલ્પા શેટ્ટીના આ વિડીયોમાં શિલ્પાના પતિ રાજ કુંદ્રા (Raj Kundra) અને દીકરા વિયાન કુંદ્રા (Viyaan Kundra)ની સાથે બેસેલી જોવા મળી રહી છે. પરંતુ ત્યારે જ શિલ્પા શેટ્ટીને છીક આવે છે, ત્યાર પછી તરત જ રાજ અને વિયાન બીકના માર્યા એકબીજાને ચોટીને બેસી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla) on

શિલ્પા શેટ્ટી (Shilpa Shetty), રાજ કુંદ્રા (Raj Kundra) અને વિયાન કુંદ્રા (Viyaan Kundra)નો આ ટીક ટોક વિડીયો (Tik Tok Video) ખુબ વાયરલ થઈ રહ્યો છે. શિલ્પા શેટ્ટીનો આ વિડીયો જોઇને અંદાજ લગાવી શકાય છે કે, આ કોરોના વાયરસ સંક્રમણની મહામારીના સમયમાં દરેક વ્યક્તિના મનમાં સામાન્ય ખાંસી અને શરદીને લઈને કેટલો ડર બેસી ગયો છે. ત્યાં જ શિલ્પા શેટ્ટીના આ ફની વિડીયો પર ફેંસ ખુબ જ કમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આપને જણાવીએ કે, અભિનેત્રી શિલ્પા શેટ્ટી મોટાભાગે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના ટીક ટોક વિડીયો શેર કરે છે.

image source

ત્યાં જ, અભિનેત્રી શિલ્પા શેટ્ટીના વર્ક ફ્રંટની વાત કરીએ તો, હવે જલ્દી જ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) ફિલ્મ ‘હંગામા 2’ અને ફિલ્મ ‘નિકકમા’ દ્વારા એકવાર ફરીથી મોટા પરદે જોવા મળી શકે છે. જ્યાં ‘હંગામા 2’ (Hungama 2) માં અભિનેત્રી શિલ્પા શેટ્ટી અભિનેતા પરેશ રાવલ અને મીજાન જાફરી સાથે જોવા મળશે તો ત્યાં જ ફિલ્મ ‘નિકકમા’ માં શિલ્પા શેટ્ટી અભિનેતા અભિમન્યુ દસાની અને શર્લી સેતિયાની સાથે મહત્વની ભૂમિકા નિભાવતા જોવા મળશે.

image source

ફિલ્મ ‘હંગામા 2’નો ફર્સ્ટ લુક પોસ્ટર રીલીઝ થઈ ગયો છે. શિલ્પા શેટ્ટી ફિલ્મો સિવાય પણ શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે. શિલ્પા શેટ્ટી મોટાભાગે ફિટનેસ સાથે જોડાયેલ કેટલાક વિડીયો પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ શેર કરતા રહે છે. શિલ્પા શેટ્ટી કુંદ્રા દેશમાં ચાલી રહેલ લોકડાઉન દરમિયાન પતિ રાજ કુંદ્રા, દીકરા વિયાન કુંદ્રા અને દીકરી સમીશા શેટ્ટી સાથે સમય પસાર કરી રહી છે.

source : ndtv

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત