બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ બાપ્પાને એમના ઘરે લઈ આવી છે..એ ગણેશ ચતુર્થી હમેશા ખૂબ જ ધૂમધામથી ઉજવે છે. શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ધરપકડ પછી એમનો પરિવાર ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. એવામાં શિલ્પા શેટ્ટી ગણપતિ બાપ્પાને એમના ઘરે લાવવાનું ન ભૂલી. એ એમના બાળકો સાથે આ વર્ષે ગણેશ ચતુર્થી સેલિબ્રેટ કરી રહી છે.
શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર બાળકો સાથે ગણેશ ચતુર્થીની ઉજવણી કરતી તસવીરો શેર કરી છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. તસવીરોમાં શિલ્પા શેટ્ટી બંને બાળકો સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે
શિલ્પા શેટ્ટીએ ગણેશ ચતુર્થી ઉજવણીની બે તસવીરો શેર કરી છે. જેમાં તે પોતાના બંને બાળકોને મોદક ખવડાવતી જોવા મળે છે અને ગણપતિ બાપ્પાની મૂર્તિની સામે બેઠી છે. ફોટામાં, શિલ્પા શેટ્ટી અને તેની પુત્રી સમીશાએ ગુલાબી રંગનો સમાન ડ્રેસ પહેર્યો છે.
ફોટો શેર કરતી વખતે શિલ્પા શેટ્ટીએ લખ્યું – ૐ ગણ ગણપતયે નમો નમ! શ્રી સિદ્ધિવિનાયક નમો નમઃ! અષ્ટ વિનાયક નમો નમઃ! ગણપતિ બાપ્પા મોરિયા! અમારા ગન્નુ રાજા ફરી અમારા ઘરે આવ્યા. અમારા 11 વર્ષ.
શિલ્પા શેટ્ટીના ફોટાને 4 લાખથી વધુ લોકોએ પસંદ કર્યા છે. સેલેબ્સ અને ચાહકો શિલ્પાની પોસ્ટ પર કોમેન્ટ કરીને ગણેશ ચતુર્થીની શુભેચ્છા પાઠવી રહ્યા છે
તમને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની અશ્લીલ વીડિયો બનાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. તે હજુ પણ જેલમાં છે. રાજને આ કેસમાં હજુ સુધી જામીન મળ્યા નથી અને તે જેલના સળિયા પાછળ છે.
રાજ કુન્દ્રાની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટી લગભગ એક મહિના સુધી કામ પર નહોતી ગઈ. પરંતુ હવે તે કામ પર પરત ફરી છે અને ડાન્સ રિયાલિટી શો સુપર ડાન્સર ચેપ્ટર 4 માં જજ તરીકે જોવા મળે છે. શોના સેટ પર બધાએ ખુલ્લા દિલથી તેમનું સ્વાગત કર્યું.
એક ઇન્ટરવ્યુમાં, સુપર ડાન્સર ચેપ્ટર 4 ના જજ અનુરાગ બાસુએ કહ્યું હતું કે બધાએ શિલ્પાને પરત ફરતી વખતે ગળે લગાવી હતી. રાજ કુન્દ્રા વિશે કોઈએ તેમની સાથે વાત કરી ન હતી.