જાણો શા માટે શિલ્પાની માતા સુનંદા શેટ્ટીએ દાખલ કરી ફરિયાદ, ચોંકાવનારૂ છે કારણ

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી આ દિવસોમાં તેના બિઝનેસમેન પતિ રાજ કુન્દ્રાને અશ્લીલ ફિલ્મો બનાવવા માટે વિવાદોમાં ઘેરાયેલી છે, જ્યારે હવે લાગે છે તે શિલ્પાને રાહુ-કેતુ પરેશાન કરતો હોય તેમ લાગે છે. ખરેખર, હવે શિલ્પાની માતા સુનંદા શેટ્ટી સાથે છેતરપિંડીનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુનંદા શેટ્ટીએ 1.6 કરોડની જમીન સોદા અંગે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે માહિતી આપી છે. જો કે, આ કેસમાં બાકીની વિગતો જાહેર કરવામાં આવી નથી.

image source

પ્રોપર્ટી ફ્રોડ સાથે સંબંધિત આ કેસ રાયગઢની એક જમીન સાથે સંબંધિત છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુનંદા શેટ્ટીએ વર્ષ 2019 માં રાયગઢના કરજતમાં જમીન અને બંગલો ખરીદ્યો હતો. તેણે આ જમીન સુધાકર નામની વ્યક્તિ પાસેથી ખરીદી હતી. જોકે, તપાસમાં જાણવા મળ્યું છે કે આ જમીન અને બંગલો ક્યારેય સુધાકરનો હતો નહીં. જ્યારે સુનંદાએ સુધાકરને પૈસા પરત કરવા કહ્યું તો તેણે પરત કરવાની ના પાડી. આ પછી સુનંદા કોર્ટમાં કેસ કર્યો. હવે આ કેસમાં કોર્ટના આદેશ બાદ છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે.

1.6 કરોડની જમીન શિલ્પાની માતાને ફેક પેપરથી વેચી

ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, મુંબઈ પોલીસે માહિતી આપી છે કે શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટીએ જમીન સોદાના કેસમાં સુધાકર ખરે નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. આરોપીઓએ બનાવટી દસ્તાવેજો દ્વારા સુનંદા શેટ્ટીને 1.6 કરોડની જમીન વેચી હતી. આ સાથે જ આ મામલે આઈપીસી હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જોકે, આ મામલે હજુ સુધી શિલ્પા શેટ્ટીની કોઈ પ્રતિક્રિયા જાહેર થઈ નથી.

image source

શિલ્પા શેટ્ટી પણ મુશ્કેલીમાં!

બીજી તરફ, રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે નવા પુરાવા મળ્યા બાદ શિલ્પા શેટ્ટીને ક્લિનચીટ આપવાનો ઇનકાર કરી દીધો છે. હાલમાં આ કેસ સાથે સુનંદા શેટ્ટીના સીધા જોડાણનો કોઈ નક્કર પુરાવો નથી, પરંતુ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે અભિનેત્રી શિલ્પા શેટ્ટીની માતા સુનંદા સુરેન્દ્ર શેટ્ટી પણ કથિત રીતે રાજ કુંદ્રાની કંપનીમાં ડિરેક્ટરના પદ પર સપ્ટેમ્બર 2020 સુધી હતા. થોડા મહિના પહેલા સુધી, શિલ્પા શેટ્ટી તેના પતિ કુંદ્રાની કંપની જેએલ સ્ટ્રીમને પ્રમોટ કરતી હતી. આ તે કંપની છે કે જેના પર અશ્લીલ સામગ્રી બનાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

ક્રાઈમ બ્રાન્ચ ફરી એકવાર શિલ્પા શેટ્ટીની પૂછપરછ કરવાની તૈયારી કરી રહી છે. રાજ કુંદ્રા સાથે પી.એન.બી. બેંકમાં એક સંયુક્ત ખાતું, રાજ કુંદ્રાની ઓફિસમાં ગુપ્ત કબાટોમાંથી મળેલા દસ્તાવેજો અને શિલ્પાના નામે ખરીદેલી કરોડોની સંપત્તિ શંકાના દાયરામાં છે. શિલ્પાએ આ પોર્નોગ્રાફી રેકેટ વિશેની માહિતીનો ઇનકાર કર્યો છે, પરંતુ તેમાંથી થતી કમાણી માત્ર તેના ખાતામાં જ આવતી અને જતી નહોતી, પરંતુ તેના દ્વારા ક્રિપ્ટો કરન્સી અને અન્ય પ્રોપર્ટીમાં રોકાણ સંબંધિત દસ્તાવેજો પર તેની સહીઓ મળી આવી છે.

image source

શિલ્પા શેટ્ટી 12 વર્ષ પછી ફિલ્મ ‘હંગામા 2’માં જોવા મળી હતી

ચાલો તમને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટી આજકાલ તેની પર્સનલ લાઇફને લઈને ઘણી બધી હેડલાઇન્સમાં છે. તાજેતરમાં, 12 વર્ષ પછી, તે સુપરહિટ સિક્વલ ફિલ્મ ‘હંગામા 2’ માં જોવા મળી હતી. શિલ્પાની સાથે આ ફિલ્મમાં પરેશ રાવલ, મીજન જાફરી અને રાજપાલ યાદવ જેવા ઘણા પ્રખ્યાત કલાકારો પણ હતા. આ ફિલ્મને દર્શકોએ મિશ્ર પ્રતિસાદ આપ્યો છે. ફિલ્મના રિલીઝ પહેલા શિલ્પાએ લોકોને સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા જોવાની અપીલ કરી હતી. તો બીજી તરફ, કોર્ટે એડલ્ટ ફિલ્મ બનાવવા માટે શિલ્પાના પતિ રાજ કુન્દ્રાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો છે. હાલમાં મુંબઈ પોલીસ આ કેસની તપાસમાં સામેલ છે.