Site icon News Gujarat

શિલ્પા શેટ્ટીના તમામ ગેજેટ FSL માટે મોકલવામાં આવ્યા, ગાંધીનગરમાં ખૂલશે રહસ્ય

પોર્ન ફિલ્મના કેસમાં રાજ કુંદ્રાને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા બાદ પોલીસે હવે શિલ્પા શેટ્ટી વિરુદ્ધ વિરુદ્ધ તપાસ શરૂ કરી છે. શિલ્પા શેટ્ટીની કોઈ ભૂમિકા છે કે નહીં તેની તપાસ માટે પોલીસે ફોન સહિતના તમામ ગેજેટ્સ જપ્ત કરી લીધા છે.

પોલીસે શિલ્પા શેટ્ટીનો મોબાઇલ, લેપટોપ, આઈપેડ અને ગેજેટ કબજે કરી તપાસ માટે ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલી આપ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગરમાં સાધનસામગ્રીના નિરીક્ષણ પછી બે-ત્રણ દિવસમાં રિપોર્ટ જારી કરવામાં આવશે.

image source

શિલ્પા પણ આ રેકેટમાં સામેલ છે કે નહીં તેની તપાસ મુંબઈ ક્રાઇમ બ્રાંચે શરૂ કરી છે. જ્યારે શિલ્પા શેટ્ટીની રાજ કુન્દ્રાના બિઝનેસમાં સંડોવણી વિશે મુંબઈના જોઇન્ટ પોલીસ કમિશનર મિલિંદ ભરંબાને એક પ્રેસ કોન્ફરન્સમાં પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે અભિનેત્રીની તેમાં કોઈ ભૂમિકા હોવાનું જાણવા મળ્યું નથી, પરંતુ તેની તપાસ કરવામાં આવી રહી છે.

image source

ક્રાઈમ બ્રાંચે ઘરે દરોડો પાડ્યો હતો અને શિલ્પા શેટ્ટીના ઘરેથી ઇલેક્ટ્રોનિક્સ ડિવાઈઝ કબજે કરી તપાસ માટે મોકલી આપ્યા છે. આ તમામ ચીજો ગાંધીનગર ફોરેન્સિક લેબને મોકલવામાં આવી છે, જ્યાં તપાસ બાદ રિપોર્ટ ક્રાઈમ બ્રાંચને સુપરત કરવામાં આવશે.

image source

આ બધાની વચ્ચે બીજા એક સમાચાર બહાર આવ્યો છે. શિલ્પા શેટ્ટીએ તેમના પતિ રાજ કુંદ્રાની કંપની વિયાન ઇન્ડસ્ટ્રીઝમાંથી રાજીનામું આપી દીધું છે. શિલ્પા આ કંપનીમાં ડિરેક્ટર હતી. આ માધ્યમથી પોર્ન ફિલ્મોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં શિલ્પા વિશે શંકા થવી સ્વાભાવિક છે. હવે પોલીસ બધુ સંભાળી રહી છે.

image source

તો બીજી તરફ સામે આવેલી વિગતો અનુસાર પોર્ન કેસ મામલે તપાસ કરી રહેલી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પોતાની ચાર્જશીટમાં રાજ કુંદ્રા સાથે જોડાયેલી એક પાવર પોઈન્ટ પ્રેઝેન્ટેશન પણ જાહેર કરી છે. જેમાં બોલીફેમ કંપની દ્વારા આવનારા સમયમાં થનારા બિઝનેસના નફાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે. બોલીફેમને રાજ કુંદ્રાએ એક ચેટમાં પોતાનો પ્લાન બી ત્યારે જણાવ્યો હતો જ્યારે હોટશોટ એપને ગુગલ અને એપલે બંધ કરી દીધી હતી. આ બધી વાતો સામે આવ્યા બાદ પોલીસ વધુ ઉંડાઈ પૂર્વક તપાસ કરી રહી છે.

image source

આ અંગે સૂત્રોના જણાવ્યા અનુસાર પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં આવનાર 3 વર્ષની ભવિષ્યવાણી કરવામાં આવી હતી. જે મુજબ અનુસાર 2021-22માં ગ્રોસ રેવન્યૂ 36,50,000 રૂપિયા જણાવવામાં આવ્યા છે જેમાં પ્રોફિટ 4,76,85,000 જણાવવામાં આવ્યો છે એટલુ જ નગીં વર્ષ 2022-23માં ગ્રોસ રેવેન્યૂ 73,00,00,000 રૂપિયા જણાવવામાં આવી છે જ્યારે પ્રોફિટ 4,76,85,000 જણાવ્યુ છે.

image source

નોંધનિય છે કે જ્યારે ત્રીજા વર્ષે 2023-24માં ગ્રોસ રેવેન્યૂ 146,000,000 રૂપિયા છે તો નેટ પ્રોફિટ 30,42,01,400 રૂપિયા દર્શાવવામાં આવ્યા છે. આ આંકડા સાબિત કરે છે તે રાજ કુંદ્રા આ બિઝનેસ થખી કેટલી મોટી કમાણી કરવાનો પ્લાન બનાવી રહ્યો હતો. જો કે હવે પોલીસે તેની ધરપકડ કરતા તેમના પ્લાન પર પાણી ફરી વળ્યું છે.

Exit mobile version