શિલ્પા શેટ્ટી પતિ અને મિત્રો સાથે માલદીવમાં કરી રહી છે જલસા, જોઇ લો ફુલ ઓન મસ્તીનો આ વિડીયો

શિલ્પા શેટ્ટીએ બોલિવૂડની ફીટનેસ પસંદ અભિનેત્રીઓમાંથી એક ગણાય છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે અને અવારનવાર ફીટનેસ માટેના સીક્રેટ્સ પણ શેર કરે છે. જો કે શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર પોતાના પતિ રાજ કુંદ્રા સાથેના ફની વીડિયો પણ શેર કરતી હોય છે. બંનેના મસ્તીભર્યા વીડિયોને ફોલોવર્સ ખૂબ પસંદ પણ કરે છે. જો કે આ બોલિવૂડનું પાવર કપલ હાલ તો વેકેશનની મજા માણી રહ્યું છે.

શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા હાલ તેના મિત્રો સાથે માલદીવમાં રજા માણી રહ્યા છે. આ વેકેશનની તસવીરો પણ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટીએ આ વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. બંનેની તસવીરો પણ શેર થતાની સાથે જ વાયરલ થઈ ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Raj Kundra (@rajkundra9)

શિલ્પા શેટ્ટીએ માલદીવનો એક વીડિયો ઈંસ્ટા પર શેર કર્યો છે. આ વીડિયોમાં તે જમીન પર ખુલ્લા પગે દોડતી જોવા મળી રહી છે. આ વીડિયો શેર કરતાં શિલ્પા શેટ્ટી કેપ્શનમાં લખ્યું છે કે વેકેશન આવું હોવું જોઈએ. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો વ્યુ મળી ચુક્યા છે અને શિલ્પાના ફોલોવર્સ તેના પર અઢળક કોમેન્ટ કરી રહ્યા છે. જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જ શિલ્પાએ એક પોસ્ટ કરી અને વેકેશન પર જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને પતિ રાજ કુંદ્રાએ આ ઈચ્છા ઝડપથી પુરી કરી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Raj Kundra (@rajkundra9)

જો કે માલદીવના વેકેશનની તસવીરો માત્ર શિલ્પા જ નહીં રાજ કુંદ્રા પણ શેર કરી રહ્યો છે. રાજ કુંદ્રાએ શિલ્પા સાથેની તસવીરો શેર કરી લખ્યું હતું કે, મારા પ્રેમ સાથે જન્નતમાં… રાજે શેર કરેલી તસવીરોમાં શિલ્પા અને રાજ સમુદ્ર કિનારે એકબીજા સાથે રોમેન્ટીક અંદાજમાં ફોટો ક્લિક કરાવતા જોવા મળે છે. આ પહેલા રાજ કુંદ્રાએ આ વેકેશનની કેટલીક તસવીર અને વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તેણે પાવરી હો રહી હે વાળા મીમની કોપી કરી હતી.

શિલ્પા શેટ્ટીએ માલદીવની અન્ય થોડી તસવીરો તેની ઈંસ્ટા સ્ટોરીમાં શેર કરી હતી. જેમાં તેણે દર્શાવ્યું હતું કે તે અત્યારે ક્યાં છે અને શું કરી રહી છે. તે વેકેશનમાં કયા પ્રકારનું ફૂડ માણી રહી છે તે પણ તેણે સ્ટોરીમાં જણાવ્યું હતું. જો કે આ બધી જ તસવીરો જોતા એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે તે આ વેકેશનને ખૂબ માણી રહી છે. જો કે માત્ર શિલ્પા જ નહીં પરંતુ રાજ પણ શિલ્પા સાથેના વેકેશનને ખૂબ માણી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!