શિરડીના ટ્રસ્ટે કહ્યું-ભક્તો એવા કપડાં પહેરે છે કે જેથી ધ્યાનભંગ થાય છે, જોઈ લો નવી ગાઈડલાઈન શું કહે છે

શિરડી મંદિર ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. આમ તો કોઈના કોઈ મુદ્દે આ મંદિર ચર્ચામાં રહે જ છે. ત્યારે હવે એક કપડાં પહેરવાના મુદ્દે શિરડી મંદિરની ચર્ચા કરવામાં આવી રહી છે. બન્યું એવું કે કેટલાક દિવસથી ફરિયાદ મળી રહી હતી કે કેટલાક શ્રદ્ધાળુ ટૂંકા વસ્ત્રો પહેરીને દર્શન માટે આવી રહ્યા છે. બીજી બાજુ ભૂમાતા બ્રિગેડની પ્રમુખ તૃપ્તિ દેસાઈએ ચેતવણી આપતા કહ્યું છે કે મંદિર ટ્રસ્ટે આ પ્રકારના બોર્ડને હટાવવું જોઈએ, અન્યથા અમે તેને અમારી રીતે હટાવી દેશું.

image source

સાઈ બાબા મંદિરમાં પ્રવેશને લઈને જાહેર ડ્રેસ કોડ પર ભૂમાતા બ્રિગેડના પ્રમુખ તૃપ્તિ દેસાઈએ કહ્યું કે, ‘ભારતમાં બંધારણ છે અને બંધારણે તમામને પોતાની મરજીથી બોલવા અને કપડા પહેરવાની સ્વતંત્રતા આપી છે. મંદિરમાં કયા પ્રકારના કપડા પહેરવા જોઈએ તેનો ખ્યાલ તમામ ભક્તોને હોય છે. એવામાં આ પ્રકારનું ફરમાન જાહેર કરવું અને બોર્ડ લગાવવું અભિવ્યક્તિની સ્વતંત્રતાનું હનન છે. અમે જોયું કે શિરડી સહિત અનેક મંદિરમાં પુજારી અર્ધનગ્ન હોય છે, તેઓ માત્ર ધોતી પહેરે છે પરંતુ તેમની ઉપર કોઈ રોક નથી લાગતી. તેથી શિરડી સંસ્થાને આ પ્રકારના બોર્ડ તાત્કાલિક હટાવવા જોઈએ, નહીંતર અમે પોતે તેને હટાવીશું.’

image source

ટ્રસ્ટે એવું કહ્યું હતું કે-ભક્તો એવા કપડાં પહેરીને આવે છે કે જેથી ધ્યાનભંગ થાય છે. તો એક તરફ મંદિર પ્રશાસને કોરોનાને ટાંકીને તમામ લોકોને આ નિયમોનું પાલન કરવા વિનંતી કરી છે. મંદિર ટ્રસ્ટે પરિસરનમાં આ અંગે નોટિસ પણ લગાવી છે.

image source

એક બોર્ડ ત્યાં રાખવામાં આવ્યું છે અને આ બોર્ડમાં લખવામાં આવ્યુ છે કે ” શ્રી સાઈ ભક્તોને અનુરોધ છે કે આ પવિત્ર જગ્યામાં પધારી રહ્યા છો. માટે તમારે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ વેશભૂષામાં આવવા વિનંતી છે. ટ્રસ્ટના કહેવા મુજબ, અનેક લોકોની ફરિયાદ આવ્યાં બાદ તેઓએ આ પગલું ઉઠાવ્યું છે. ફરિયાદ કરનારાઓમાં અનેક મહિલાઓ પણ સામેલ હતી. મંદિરના નવા નિયમની અસર હવે જોવા પણ લાગી છે. વેસ્ટર્ન ડ્રેસમાં મંગળવારે દર્શન માટે પહોંચેલા અનેક ભક્તોને સુરક્ષા ગાર્ડે પરત મોકલ્યા હતા. તો વળી સાઈ સંસ્થાના મુખ્ય કાર્યકારી અધિકારી કાન્હુરાજ બાગટેએ જણાવ્યું કે, ‘અમે માત્ર સલાહ, અનુરોધ અને અપીલ કરી રહ્યાં છીએ. અમે ભક્તોને દર્શન કરવા આવતા સમયે ભારતીય પરિધાન પહેરવાની અપીલ કરી છે, કોઈ કડક અમલવારી નથી કરાવી કે ન તો કોઈ પ્રકારનો ડ્રેસ કોડ લાગુ કર્યો છે.’

image source

ઉલ્લેખનીય છે કે શિરડી શ્રદ્ધા જ નહિ, આવકની દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ મંદિર છે. શિરડી પોતાના ખજાનાની દૃષ્ટિએ ભારતનું ત્રીજું સૌથી ધનાઢ્ય મંદિર છે. અહીં ચડાવામાં શ્રદ્ધાળુઓ સોના-ચાંદીની પણ ભેટ ધરી દે છે. કહેવાય છે કે મહારાષ્ટ્રના શિરડીમાં આવેલા સાંઈબાબા મંદિરનું દાન પાત્ર ક્યારેય ખાલી નથી થતું.શ્રી સાંઈ બાબા સંસ્થાન ટ્રસ્ટ 2017-18ના રિપોર્ટ અનુસાર મંદિરની કુલ સંપત્તિ રૂ. 2693.69 કરોડ છે.આખું વર્ષ શિરડીમાં ભક્તોનો જમાવડો રહે છે. અમુક ભક્ત તો દરરોજ બાબાના દર્શન માટે આવે છે.

image source

2019માં દરરોજ બાબાને સરેરાશ 78.63 લાખ રૂપિયાનો ચડાવો આવ્યો હતો. ગયા વર્ષે 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર સુધી મંદિરના દાન પાત્રને 287 કરોડનો ચડાવો મળ્યો હતો.2018-19ના આંકડા મુજબ શિરડી સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટ પાસે રૂ. 2237 કરોડનું ફંટ છે. 23 ડિસેમ્બર 2019થી 2 જાન્યુઆરી 2020 સુધી 11 દિવસમાં શિરડીમાં સૌથી વધુ 8.23 લાખ શ્રદ્ધાળુ આવ્યા હતા જેમણે બાબાને 17.42 કરોડ રૂપિયાની ભેટ ધરી હતી. મુંબઈ ઉપરાંત મહારાષ્ટ્રના પર્યટકો પણ શિરડીની મુલાકાત લે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત