Site icon News Gujarat

આ શિવ મંદિર છે રહસ્યમય, શું તમને ખબર છે આ શિવ મંદિર સાથે જોડાયેલી આ વાતો વિશે?

નમસ્તે મિત્રો , આજના આ નવા લેખમાં આપનું સ્વાગત છે , આપણો દેશ ભારત કદાચ વિશ્વનો એકમાત્ર દેશ છે જે આટલી ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે પરંતુ આજે પણ તે તેના મૂળ સાથે એટલો જ મજબૂતાઈ થી જોડાયેલ છે

image source

જ્યાં ઘણા ધર્મોમાં વિશ્વાસ કરનારા ઘણા લોકો તેમની ઉપાસના માટે વિવિધ ધાર્મિક સ્થળો એ જતા હોય છે ત્યારે અહીં નું એક એક મંદિર પોતાના માં જ અલગ મહત્વ ધરાવે છે . દુનિયાભર માં આવા ઘણા બધા બાંધકામો આવેલા છે. જે હજી પણ આધુનિક વૈજ્ઞાનિકો અને આર્કિટેક્ચરો માટે ખૂબ જ મોટી કસોટી સાબિત થઈ રહ્યા છે અદ્યતન સાધનો નો ઉપયોગ કરીને જેનું નિર્માણ કરવુ આજે પણ લગભગ અશક્ય છે તેમાંથી ઘણી ઇમારતો ભારત મા પણ આવેલી છે .

તે આ બધી ઇમારતો માંથી આજે આપણે એક એવી જ ઇમારત વિશે વાત કરવાના છીએ આ બિલ્ડિંગ પોતે સ્થાપત્યકલાનો એક અનોખો નમૂનો છે , આ ઇમારત ભારતીય હિન્દુ ધર્મના ભગવાન શિવ નું મંદિર છે અને આજે અમે તમને ભગવાન શિવ ના આ મંદિર વિશે જણાવવા જઇ રહ્યા છીએ જે એટલું અનોખું છે કે માનવો દ્વારા બનાવવામાં આવ્યું હોવાની શંકા ઉદ્ભવે છે ! અને ઘણા લોકો માને છે કે આ મંદિર કેટલાક પરગ્રહીઓની શક્તિ ની મદદ થી માણસોએ બનાવ્યું હતું તેથી ચાલો મિત્રો જાણીએ આ રહસ્યમય મંદિર અને તેની વિશેષતાઓ વિશે .

image source

એલોરા ગુફાઓને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ની એક નો દરજ્જો આપવામાં આવેલો છે અને આ શિવ મંદિર આ જ ઇલોરા ગુફામાં આવેલું છે ઇલોરા ગુફા હાલ મહારાષ્ટ્ર મા આવેલી છે જેનું નિર્માણ 8 મી સદીમાં બોધ ધર્મના ભિક્ષુકો દ્વારા કરવામાં આવ્યું હતું ઇલોરા ગુફાઓમાં આવેલું આ કૈલાસ મંદિર આજે પણ આધુનિક સ્થાપત્યકારો અને ઇતિહાસકારો માટે એક વણઉકેલ્યો કોયડો છે કારણ કે આપણે જાણીએ છીએ કે ભવ્ય ઇમારતો અથવા મંદિરો કઈ રીતે બનાવવામાં આવતા હોય છે કોઈપણ ઇમારત બનાવવા માટે પથ્થરના બ્લોક્સને એકબીજા ની ઉપર મૂકવામાં આવે છે અને ત્યારબાદ તેને એકબીજા સાથે જોડી દેવામાં આવે છે જેથી ધીમે ધીમે બિલ્ડિંગ તેનો આકાર લેવાનું શરૂ કરે છે.

image source

પિરામિડ્સ ઓફ ઇજિપ્ત અને ચીનની ગ્રેટ વોલ જેવા વિશાળ બાંધકામો પણ આ જ રિતે બનાવવામાં આવ્યા હતા પરંતુ ઇલોરાનું આ શિવ મંદિર આ પદ્ધતિ થી બનાવવામાં આવ્યું ન હતું આ મંદિર વિશ્વનું એક માત્ર મંદિર છે કે જેને પથ્થરના કાપેલા એક જ ટુકડામાં થી બાંધવા માં આવ્યુ હતું આ હકીકત જ આ મંદિરના તમામ રહસ્યોનું મૂળ છે. બિલ્ડીંગ બનાવવાની આ તકનીકને ” કટ ઇન ટેકનીક ” કહેવામાં આવે છે ઇલોરાના આ શિવ મંદિર ને આખા એક જ પથ્થરને ઉપર થી નીચે કોતરીને બનાવવામાં આવ્યું હતું કે જેમ કોતરણીકારો એક મુર્તિને પથ્થરમાં થી કોતરીને તૈયાર કરે તેમ આ પથ્થરમાં થી કોતરણી કરીને સુંદર સ્તંભો , દરવાજાઓ , ગુફાઓ અને અસંખ્ય શિલ્પો તૈયાર કરવામાં આવ્યા હતા

image source

એક માહિતી અનુસાર જો આવું મંદિર આજ ના સમયમાં બનાવવું હોય તો લગભગ ચાર લાખ ટન જેટલા પથ્થર કાપવા પડે છે, અને આટલા મોટા પ્રમાણમાં પથ્થર કાપવામાં અને બહાર કાઢવામાં ઘણા દાયકાઓનો સમય લાગે છે. પરંતુ જો આપણે રેકોર્ડની વાત કરીએ તો, ઇતિહાસ કહે છે કે આ મંદિર માત્ર 18 વર્ષના ટૂંકા સમયગાળામાં જ તૈયાર થયું હતું આ મંદિર ની અંદર વરસાદી પાણીને સંગ્રહવા માટે વોટર ડ્રેનેજ સિસ્ટમ અને કૈલાસ મંદિર ને બીજા મંદિરો થી જોડવા માટે એક પુલ પણ બનાવવામાં આવ્યો હતો જે સ્પષ્ટપણે બતાવે છે કે પથ્થર કાપવાનું શરૂ કરતા પહેલા ખૂબ જ મોટું આયોજન કરવા માં આવ્યું હતું.

image source

અંકગણિત અને એન્જિનિયરિંગના મર્યાદિત સાધનો હોવા છતાં તે સમય માં આટલું મોટું મંદિર કેવી રીતે બનાવ્યું હશે તે સૌથી ચોંકાવનારી બાબત છે , આ મંદિરમાં કેટલીક રહસ્યમય ગુફાઓ છે , જેનો બીજો છેડો ક્યાં ખુલશે તે કોઈને ખબર નથી હવે અમે તમને એક પ્રોપર ગણતરી કરીને સમજાવીએ કે જેથી કરીને તમને ખબર પડે કે આ મંદિર હકીકતમાં શા માટે રહસ્યમય છે તેના વિશ્લેષણ માટે આપણે માની લઈએ છીએ કે 18 વર્ષોથી , મજૂરોએ સતત 12 કલાક સુધી દરરોજ અથાક મહેનત કરી હતી તો 18 વર્ષમાં ચાર લાખ ટન પથ્થરો ને કાઢવા માટે , દર વર્ષે આશરે 22,222 પથ્થરો કાઢવા જ પડે આનો અર્થ એ કે દરરોજ 60 ટન પથ્થર કાઢી નાખવામાં આવવા જોઈએ અને ગણતરી મુજબ દરરોજ લગભગ 5 ટન પથ્થર દર કલાકે નીકળતા હોવા જોઈએ

image source

આજ – કાલ ના આધુનિક સમય માં પણ જો આટલું મોટું બાંધકામ કરવાનું થાય તો પણ 18 વર્ષની અંદર 4 લાખ ટન પથ્થરો કાઢવા એક અશક્ય બાબત છે . અને આવડા વિશાળકાય બંધારણ ને બાંધવા માટે ઘણી વસ્તુઓની જરૂર પડે જેમ કે એન્જીનીયરિંગ મોડેલો , કોમ્પ્યુટર્સ, અત્યાધુનિક સોફ્ટવેરો અને વિશાળ મશીનો અને તેમ છતાં 18 વર્ષમાં આવા મંદિર નું નિર્માણ કરવું એ ખૂબ જ મુશ્કેલ ગણાય તો આધુનિક મશીનો ની સહાય વિના અને તે પણ 8 મી સદીમાં આવડું મોટું મંદિર કેવી રીતે બનાવવામાં આવ્યું હશે આ એક પ્રશ્ન છે કે જેનો જવાબ અત્યાર સુધી કોઈ આપી શક્યું ન હતું નથી, તો પછી એવી કઈ શક્તિ હતી કે જે તે સમયના મનુષ્યની ક્ષમતા અને તેના વિજ્ઞાન ની દ્રષ્ટિએ આગળ હતી ?

image source

તત્કાલીન શાસક ઓરંગઝેબે આ મંદિર ને સંપૂર્ણ રીતે નષ્ટ કરવા માટે એક હજાર લોકો ની સૈન્ય ટુકડી ને જવાબદારી સોંપી હતી , પરંતુ હજારો લોકોની આ સૈન્ય ટુકડી ના , સતત ત્રણ વર્ષ સુધી પ્રયાસ કરવા છતાં પણ મંદિર ને નુકસાન પહોંચાડી શકયા ન હતા તેના પરથી ઓરંગઝેબને પણ લાગ્યું હતું કે તે કે આ ઐતિહાસિક બાંધકામો ને તોડવા અશક્ય છે , આ ઘટના બાદ તેણે હાર માની લીધી અને મંદિરને નષ્ટ કરવાનું કામ બંધ કરી દેવામાં આવ્યું હતું . આટલુ વિશાળ અને મજબૂત બાંધકામ કરતી વખતે કઈ એવી શક્તિ હતી કે જે તે સમયના વિજ્ઞાન કરતા આધુનિક હતી કે જેના વગર આ મંદિર બનાવવું અશક્ય ગણાતું હતું .

image source

એલોરા ના આ આશ્ચર્યજનક મંદિર વિશે તમારો અભિપ્રાય શું છે ? શું હકીકતમા કોઈ પર ગ્રહવાસીઓ એ આ મંદિરને પોતાની શક્તિનો પ્રયોગ કરીને બનાવ્યું હતું કે જે તે સમયના વિજ્ઞાનથી ઘણી ચડિયાતી હતી ? અને શું સાચે જ આ મંદિર પરગ્રહવાસીઓ ની મદદ થી માણસોએ તૈયાર કરાવ્યું હતું ? આમાંથી ઘણા વાચક મિત્રોએ ઇલોરા ગુફાની અંદર આવેલા આ શિવ મંદિરની મુલાકાત તો લીધી જ હશે અને ગાઈડ પાસેથી આ મંદિર વિશે ઘણી બધી માહિતી ઓ મેળવી હશે તમે આ શિવ મંદિર અને તેનાથી સંબંધિત માહિતી વિશે જો કઈ વધારા નું જાણતા હોય તો તમે અમને કમેન્ટ દ્વારા જણાવી શકો છો અને જો તમને અમારો આજનો આ લેખ પસંદ આવ્યો હોય તો તેને તમારા મિત્રો સાથે શેયર કરવાનું ભૂલતા નહિ .

Exit mobile version