આ દેશમાં ખોદકામ દરમિયાન નિકળ્યું વિશાળ શિવલિંગ અને અન્ય દેવી-દેવતાઓની મૂર્તિઓ

સાઉથ ઈસ્ટ એશિયાના દેશ વિયતનામમાં તાજેતરમાં જ ખોદકામ દરમિયાન બલુઆ પથ્થરનું બનેલું એક શિવલિંગ મળી આવ્યું છે.

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ત્યાંના ખ્યાત માઈ સન મંદિરમાં ખોદકામ કરી રહ્યું હતું ત્યારે આ આકૃતિ મળી આવી છે. આ વાતની જાણ ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે પણ ટ્વીટ કરીને આપી હતી. તેમણે ટ્વીટ સાથે શિવલિંગનો ફોટો પણ શેર કર્યો હતો. અનુમાન છે કે આ શિવલિંગ 1100 વર્ષ જૂનું છે.

image source

વિયતનામ સાથે પ્રાચીન ભારતના ઘણા ગાઢ સાંસ્કૃતિક અને ધાર્મિક સંબંધ રહ્યા છે. તેના પ્રમાણ ભૂતકાળમાં પણ મળ્યા છે. જેમ કે બૌદ્ધ ધર્મને માનતા આ દેશમાં 13મી શતાબ્દી સુધી હિંદૂ અને બૌદ્ધ ધર્મની કલાકૃતિઓ પુરાતાત્વિક ખોદકામ દરમિયાન મળી ચુકી છે. વર્ષ 2011માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા માઈ સનના કેટલાક ભાગને રિસ્ટોર કરવાની જવાબદારી લેવામાં આવી હતી. તેના બે કારણ હતા એક તો વિયતનામ સાથે પોતાના પ્રાચીન સમયથી ચાલતા સંબંધોને મજબૂત કરવા અને બીજું કે આ રિસ્ટોરેશન દરમિયાન એક એવા મંદિરને પુર્નસ્થાપિત કરવું જે સાંસ્કૃતિક રીતે ભારત અને વિયતનામ બંને માટે ખૂબ જ ખાસ રહ્યું છે.

જણાવી દઈએ કે માઈ સન મંદિર વિયતનામના મધ્યમાં કેંગ નેમ પ્રાંતમાં આવેલું છે. આ મંદિર વર્ષ 1969માં અમેરિકી હવાઈ હુમલામાં ધ્વસ્ત થયું હતું. આમ તો મૂળ રીતે આ મંદિર હિંદૂ ધર્મ પર આધારિત મંદિર છે. જ્યાં એક પ્રાંગણમાં મંદિરોના સમૂહ છે. અહીં કૃષ્ણ, વિષ્ણુ તેમજ શિવજીની મૂર્તિઓ પહેલા પણ મળી આવી હતી. માનવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ ચંપાના શાસકોએ 4થી 14મી સદી દરમિયાન કરાવ્યું હતું. ચારેતરફ પર્વતોથી ઘેરાયેલા આ મંદિરનું પ્રાંગણ લગભગ 2 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. પરંતુ બોમ્બ બ્લાસ્ટ પછી અહીં લોકોની અવર જવર બંધ થઈ ગઈ. પરંતુ હવે અહીં ખોદકામ શરુ કરવામાં આવ્યું છે.

image source

હાલ જે શિવલિંગ મળ્યું છે તે બલુઆ પથ્થરથી બનેલું છે અને તે ખંડિત પણ થયું નથી. એક રિપોર્ટ અનુસાર અહીંથી આ પહેલા પણ 6 શિવલિંગ મળી ચુક્યા છે. મંદિર પરિસરમાં આ પહેલા અન્ય મૂર્તિઓ પણ મળી આવી છે. જેમાં ભગવાન રામ અને સીતાના લગ્નની કલાકૃતિ અને નક્કાશીદાર શિવલિંગ મુખ્ય છે.

image source

માનવામાં આવે છે કે વિયતનામમાં એક સમયે હિંદૂ રાજાનું શાસન હશે. માત્ર વિયતનામ નહીં પણ આ શ્રેણીમાં અનેક દેશ સામેલ હતા જેને પહેલા ફાધર ઈંડિયા કહેવાતા. આ ટર્મ ફ્રેંચ શોધકર્તાએ આપી હતી. આ દેશોમાં વિયતનામ, કંબોડિયા, લાઓસ, થાયલેંડ, મ્યાંમાર દેશનો સમાવેશ થાય છે. હાલ પણ આ દેશની સભ્યતા અને જીવનશૈલીમાં ભારત સાથેનો સંબંધ જોઈ શકાય છે. અહીં બોલાતી ભાષાઓમાં સંસ્કૃત ભાષાના શબ્દો અને ઉચ્ચારણ છે. ભારતીય કાયદા વ્યવસ્થાની ઝલક પણ વિયતનામમાં જોવા મળે છે.

source : news18

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત