શિવજી થયા પ્રસન્ન તો આ પાંચ સંકટને પળવારમાં કરી દેશે દૂર, કરો આ ખાસ કાર્ય..

મનની ઇચ્છા પૂરી કરવા શ્રાવણ મહિનામાં આ રીતે કરો શિવ પૂજા, લગ્નમાં આવતી બાધાને દૂર કરવા શિવજીને ચઢાવો આ ખાસ ફૂલ, શિવજી થયા પ્રસન્ન તો આ પાંચ સંકટને પળવારમાં કરી દેશે દૂર

image source

પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ ચૂકી છે અને સાથે જ શિવ ભક્તિ નું પણ પ્રવાહ ભક્તોમાં અવિરત વહી રહ્યો છે જોકે આ વર્ષે કોરોનાવાયરસ નું સંકટ હોવાથી શિવ ભક્તિમાં ભક્તોએ કેટલીક તકેદારીઓ અને નિયમોનું પાલન પણ કરવું પડે છે. સરકારી મંદિર ખોલવાની પરવાનગી આપી છે પરંતુ સાથે જ તહેવારો નો સમય હોવાથી લોકોને સામાજિક અંતર જણાવવા માસ્ક પહેરીને પૂજા કરવા પણ આદેશ કર્યો છે.

image source

સાથે જ દેશભરના શિવમંદિરોમાં પણ ભક્તોનું સ્વાસ્થ્ય ખરાબ ન થાય તે માટે સરકારની ગાઈડલાઈન્સ મુજબ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી શ્રાવણ મહિનામાં ભક્તો શિવ પૂજા પણ કરી શકે અને કોરોનાના સંકટથી પણ તેઓ દૂર રહે. જોકે આ સાથે સરકારે શ્રાવણ મહિનામાં ભરાતા મેળા ને રદ્દ રાખ્યા છે.. પરંતુ તેમ છતાં ભક્તો ભગવાન શિવની આરાધના કરીને પણ ખુશ છે.

image source

શ્રાવણ મહિનામાં સૌથી વધારે મહત્વ સોમવારનું માનવામાં આવે છે. સોમવારના દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે શિવપૂજા કરવાથી તે ઝડપથી પ્રસન્ન થાય છે અને ભક્તોને મનવાંછિત ફળ આપે છે. જટાધારી શિવ શંકર જો એકવાર પ્રસન્ન થઈ જાય તો માણસ ના કોઈપણ સંકટને દૂર કરી દે છે. એટલા માટે જ ભગવાન શિવની આરાધના શ્રાવણ મહિનામાં ભક્તો ખાસ કરે છે.

image source

ભગવાન શિવનું ભોળાનાથ નામ પણ એટલા માટે જ કહ્યું છે કે તે ભોળા છે અને દેશભક્તિથી તુરંત પ્રસન્ન થઈ જાય છે અને તેના ભક્તનું સંકટ દૂર કરી દે છે. તો ચાલો તમને પણ જણાવીએ કે શ્રાવણ મહિનામાં પોતાના મનની મનોકામના અને જીવનમાં આવેલા વિવિધ સંકટને દૂર કરવા હોય તો ભગવાન શિવની પૂજામાં કઈ વસ્તુ ધરાવી અને શિવ પૂજા કઈ રીતે કરવી..

image source

1. જો વાહન સુખની ઈચ્છા હોય ભગવાન શિવની પૂજા કરતી વખતે તેમને ચમેલીનું ફૂલ ચડાવવું જોઈએ.

2. ધનપ્રાપ્તિની ઈચ્છા હોય તો ભગવાન શિવની પૂજા કરી તેમને કમળનું ફૂલ અથવા શંખપુષ્પી અથવા તો બિલિપત્ર ચઢાવવું જોઈએ.

3. લગ્નમાં આવતી સમસ્યાઓને દૂર કરવી હોય તો ભગવાન શિવની બેલા નું ફૂલ અર્પણ કરવું જોઇએ.

image source

4. સંતાનપ્રાપ્તિની ઇચ્છા પૂરી કરવા માટે શિવજીની પૂજા કરી તેમને ધતુરો અથવા લાલ ફુલવાળો ધતુરો અર્પણ કરવો જોઈએ.

5. માનસિક તનાવને દૂર કરવા માટે અને મનને શાંત કરવા માટે શિવજીને શેફાલિકાનું ચડાવવું જોઈએ..

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત