કુંવારી છોકરીઓએ ભૂલથી પણ ન કરવું જોઈએ શિવ લિંગને સ્પર્શ, જાણો શું છે આ પાછળનુ કારણ, તમને ખબર છે?

આપણે સાંભળતા આવ્યાં છીએ કે છોકરીઓ અને મહિલાઓએ શિવલિંગને ક્યારેય સ્પર્શ ન કરવો જોઈએ. હંમેશાં દૂરથી જ તેની પૂજા કરવી જોઈએ. ભગવાન શિવનો માસ કહેવાતો શ્રાવણ મહિનો શરૂ થઈ ચૂક્યો. કહેવાય છે કે આ વ્રત કરવાથી ઇચ્છિત જીવનસાથી અને અખંડ સૌભાગ્યનું મળે છે. તેવી જ રીતે સાવન મહિનામાં રૂદ્રાભિષેક કરવાથી અને શિવ-પાર્વતીની પૂજા કરવાથી અનેક લાભ મળે છે. એવું કહેવામાં આવે છે કે આ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને ભગવાન તેના ભક્તને સુખ અને સમૃદ્ધિ, સુખી જીવન આપે છે. આજે અહીં કેટલીક એવી ભૂલો વિશે વાત કરવામાં આવી છે જે આપણે પૂજા કરતા સમયે અનેક વખત કરતા હોઈએ છીએ.

ભૂલથી પણ શિવ લિંગને સ્પર્શ ન કરો:

image soucre

આપણા ધર્મ પુરાણોમાં શિવની ઉપાસના કરવાની ઘણી રીતો વર્ણવવામાં આવી છે. ભગવાન ભોલેનાથની મૂર્તિ અને શિવલિંગ બંનેની પૂજા કરવામાં આવે છે. આ સાથે જ રૂદ્રાભિષેક માત્ર શિવલિંગનો કરવામાં આવે છે. શિવ લિંગની પૂજા કરતી વખતે હંમેશા ધ્યાનમાં રાખો કે કુંવારી છોકરીઓ માટે શિવ લિંગનો સ્પર્શ કરવો માન્ય નથી. બીજી તરફ એવું પણ કહેવામાં આવે છે કે વિવાહિત મહિલાઓએ પણ શિવ લિંગને સ્પર્શ કરવાનું ટાળવું જોઈએ.

image soucre

આ કારણે ન કરવો જોઈએ શિવલિંગનો સ્પર્શ: કુંવારિકા છોકરીઓ અને મહિલાઓએ શા માટે શિવ લિંગને સ્પર્શ ન કરવું જોઈએ તે વિશે કારણો પણ ધાર્મિક ગ્રંથોમાં આપવામાં આવ્યા છે. શિવ લિંગ દૈવી ઉર્જાનું પ્રતીક છે. આ કારણે જો વિવાહિત લોકો તેની પૂજા કરે છે તો તેમના જીવનમાં પ્રેમ, સુખ આવે છે, સંતાન સુખ મળે છે. બીજી બાજુ કુંવારીકા છોકરીઓ માટે બાળકો વિશે વિચારવું મર્યાદાની બહાર માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તેઓએ શિવ લિંગને સ્પર્શ ન કરવો જોઈએ. જો કે શાસ્ત્રોમાં અનેક વ્રતોનાં વર્ણન છે જે કુંવારી છોકરીઓ અને મહિલાઓ કરે છે. આ વ્રતો માટેની પૂજા, વિધિ, મહિમા, ફળ વગેરેનાં ઉલ્લેખો પણ જોવા મળે છે.

image soucre

આ સિવાય જ્યારે મહિલાઓ શિવ લિંગને સ્પર્શ કરે છે ત્યારે દેવી પાર્વતી ગુસ્સે થાય છે. શિવ લિંગને સ્પર્શ કરવાની મનાઈ છે કારણ કે તપસ્યામાં લીન શિવની તંદ્રામાં ખલેલ ન પહોંચે તે માટે પણ શિવ લિંગને સ્પર્શ કરવાની મનાઈ હોય છે. જો તમે શિવ લિંગને સ્પર્શ કરો છો તો તમારે ભગવાન શિવ અને દેવી પાર્વતીની નારાજગીનો સામનો કરવો પડી શકે છે. આથી હંમેશા આ બાબતોને ધ્યાનમાં રાખીને જ શિવ લિંગની પૂજા કરવી જોઈએ.