આ શિવાલયમાં શિવલિંગ નહીં પણ પરપોટાને શિવલિંગની જેમ પુજવામાં આવે છે

પવિત્ર શ્રાવણ માસની શુભ શરૂઆત થઈ ગઈ છે અને સમગ્ર ગુજરાતને મહાદેવે ભીંજવીને પાવન કરી દીધું છે. દરેક શિવ ભક્તને શ્રાવણ માસની શુભ કામનાઓ. શ્રાવણ માસ શરૂ થતાં જ દરેક શિવભક્ત દર્શનાર્થે નજીકના શિવાલયોમાં ભગવાનની પુજા અર્ચના કરવા પહોંચી જાય છે.


પવિત્ર શ્રાવણ માસના આ પ્રથમ દિવસે કરો ભગવાન શિવના એક અનોખા સ્વરૂપના દર્શન. આ મંદીરમાં તમને શિવલિંગ નહીં પણ પરપોટાની પુજાઅર્ચના થતી જોવા મળશે. આ મંદીર છે નાગનાથ મહાદેવનું પૌરાણિક મંદીર.


નાગનાથ મહાદેવના આ પૌરાણિક મંદીરને ચંદ્રમૌલેશ્વર પણ કહેવામાં આવે છે અને સ્થાનીક લોકો તેને પરપોટીયા મહાદેવ તરીકે પણ ઓળખે છે. શ્રાવણ મહિનાની શરૂઆત થતાં જ વહેલી સવારે સેંકડો ભક્તો પરપોટિયા મહાદેવના દર્શન કરવા ઉમટી પડે છે અને હર હર ભોલેના નાથી સમગ્ર મંદિર અને તેનું આસપાસનું પ્રાંગણ ગુંજી ઉઠે છે.


આ મંદીરનું નિર્માણ 5000 વર્ષ પૂર્વે થયં હતું. અમદાવાદના શિવભક્તો આ મહાદેવની મુલાકાત ખુબ જ સરળતાથી લઈ શકે છે કારણ કે ધોળકા સ્થિત આ મંદીર અમદાવાદથી માત્ર 40 કી.મી. ના અંતરે જ આવેલું છે. એવું કહેવાય છે કે અહીં 5000 વર્ષ પુર્વે ભોળાનાથે દર્શન આપ્યા હતા.


આ મંદીરનું મુખ્ય આકર્ષણ અહીં શિવલિંગ તરીકે પરપોટાની પુજા કરવામા આવે છે તે છે. અહીં અવિરત રીતે પરપેટા નિકળે રાખે છે જોકે તે ક્યાંથી નીકળે છે શા કારણસર નીકળે છે તેની કોઈને કશી જ ખબર નથી.


આગળ જણાવ્યું તેમ આ મંદીરનું નામ ચંદ્રમૌલેશ્વર મહાદેવ છે જેની પાછળ પણ એક કારણ છે. એવું કહેવાય છે કે ચંદ્રની સીધી જ અસર અહીંના શિવલિંગ પર થાય છે. જો પુનમની રાત હોય તો તમને શિવલિંગ પર ચંદ્રનું ધોળુ નિશાન જોવા મળશે. અને જો અમાસ હોય તો શિવલિંગ પર કોઈ જ ધોળું નિશાન જોવા નહીં મળે.


જો કે આ ઘટનામાં એક અપવાદ પણ છે જેમાં શ્રાવણ મહિનામાં પુનમની રાત્રે કોઈ જ ધોળું નિશાન જોવામાં નથી આવતું. આ ઉપરાંત પરપોટા સ્વરૂપે જે શિવલિંગની પુજા કરવામાં આવે છે તેને તમે ગણી નથી શકતા. જો તમે તેને ગણવાનો પ્રયાસ કરશો તો દરેક વખતે તમને એક નવો જ આંકડો મળશે.


ધોળકા તેમજ આસપાસના ગામડાઓમાંથી અહીં હજારો શ્રદ્ધાળુઓ શ્રાવણ માસ તેમજ શિવરાત્રીના મહાપર્વ પર દર્શન કરવા આવે છે. શ્રાવણ મહિનાના અમાસના દિવસે અહીં સરસમજાનો મેળો ભરાય છે અને આ મેળા બાબતે એવું કહેવાય છે કે હજારો વર્ષથી આ મેળો અહીં યોજાય છે.


આ મેળામાં લાખો લોકો ચંદ્રમૌલેશ્વરના દર્શને તો આવે જ છે પણ મેળાની એક ખાસ વાનગી અહીં આ દિવસે ખુબ જ ખાવામાં આવે છે તે છે ચોળાફળી. અમદાવાદથી આમ તો આ મંદીર માત્ર એક ડોઢ કલાકના અંતરેજ આવેલું છે. માટે જો તમે રવિવારની રાહ ન જોવા માગતા હોવ તો આજે પણ આ અનોખા મંદીરના દર્શન કરવા પહોંચી શકે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ