શિવ તાંડવ સ્તોત્ર સાથે ઇટલીમાં થયું વડાપ્રધાન મોદીનું સ્વાગત

વડાપ્રધાન મોદી G-20 દેશોના નેતાઓની મિટિંગમાં ભાગ લેવા માટે શુક્રવારે રોમ પહોંચ્યા હતા. આ દરમિયાન ભારતીય સમુદાયના લોકો દ્વારા વડાપ્રધાન મોદીનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. સોનામાં સુગંધ તો ત્યારે ભડી જ્યારે વડાપ્રધાન મોદીના સ્વાગતમાં ભારતીય સમુદાયના લોકોએ શિવ તાંડવ સ્તોત્ર ગયું અને ઓમ નમઃ શિવાયના જયજયકાર સાથે વડાપ્રધાન મોદીને આવકાર્યા. વડાપ્રધાન મોદી પણ જ્યાં સુધી શિવ તાંડવ સ્તોત્ર ચાલ્યું ત્યાં સુધી હાથ જોડીને એક જગ્યાએ ઊભા રહ્યા.

ફરી એક વખત વિદેશની ધરતી પર મોદી મોદીના નારા સંભળાયા હતા. મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા લોકો એકત્ર થયા હતા. વડાપ્રધાન મોદીના સ્વાગત ના વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો એવો પણ વાઇરલ થયો છે જેમાં ઈટલી પહોંચેલા વડાપ્રધાન મોદીને એક મહિલા આવીને ગુજરાતીમાં પૂછે છે ‘નરેન્દ્ર ભાઈ તમે કેમ છો ? ‘ આ અવાજ સાંભળીને વડાપ્રધાન પણ તે મહિલાને ગુજરાતીમાં જવાબ આપે છે કે, ‘ મજામાં મજામાં તમે બધા કેમ છો?’ આ તકે વડાપ્રધાન મોદીના નામ સાથે ભારત માતા કી જય અને જયશ્રી રામના નારા પણ ગુંજી ઉઠયા હતા.

વડાપ્રધાન મોદી આગામી 2 નવેમ્બર સુધી ઇટલીના પ્રવાસે છે ત્યારે આ પ્રવાસ દરમિયાન તેઓ કેથોલિક ખ્રિસ્તીઓના સૌથી મોટા ધર્મગુરુ પોપ ફ્રાંસિસને પણ મળી શકે છે. જોકે આ મુલાકાત તેમના સત્તાવાર નો ભાગ નથી. આગામી 31 ઓક્ટોબરે વડાપ્રધાન ઈટલી થી બ્રિટન પહોંચશે અહીં તેઓ જળવાયુ પરિવર્તન સાથે જોડાયેલા સંમેલનમાં ભાગ લેશે. ઈડલી અને બ્રિટને સાથે મળીને તેનું આયોજન કર્યું છે જેમાં 120 દેશ ભાગ લેવાના છે.

image soucre

આમ તો G20 સમિટ ગત વર્ષે યોજાવાની હતી. પરંતુ કોરોનાના કારણે તેને ટાળી પડી હતી. આ વર્ષે જ્યારે કોરોના ના કેસ કાબૂમાં છે ત્યારે G20 સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે G 20 સમિટમાં ચાર મુખ્ય મુદ્દા પર વિચાર કરવામાં આવશે. જેમાં જળવાયુ પરિવર્તન અને મહામારીમાંથી રિકવરીનો મુદ્દો મહત્ત્વનો બની રહેશે. વડાપ્રધાન મોદી આ પ્રવાસ દરમિયાન ઇડલીના વડાપ્રધાનને મળે તેવી પણ શક્યતા છે.