Site icon News Gujarat

શિયાળાનું સૌથી મોંઘુ તાપણું, લાખોની કડકડતી નોટો, સોના-ચાંદીના દાગીના અને 2 એન્ડ્રોઇડ ફોન સ્વાહા કરી નાંખ્યા

ઠંડી દૂર કરવા લોકો અવનવા આઈડિયા અપનાવતા જોવા મળે છે અને અમુક લોકો તાપણું પણ કરે છે. તો અમુક લોકો કસરત કરીને પણ ઠંડી ઉડાડે છે. ત્યારે હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે એક શખ્શે ઠંડી દૂર કરવા લાખોની કડકડતી નોટો અને સોના-ચાંદીના દાગીનાનું તાપણું કરી દીધું હતું અને તેમાં સાથે 2 એન્ડ્રોઇ ફોન પણ સળગીને ભડથું થઈ ગયા હતા. તો આવો વિગતે વાત કરીએ આ ઘટના વિશે કે કોણ છે આ નમુનો.

image source

આ વાત છે ઉત્તરપ્રદેશના મહોબા જિલ્લામાં એક માનસિક વિકલાંગની કે જેણે ઠંડી દૂર કરવાનો એવો ઉપાય કર્યો છે કે લોકોને કોઈ કાળે વિશ્વાસ નથી આવતો અને ઘટના સાંભળીને દરેક લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા છે. જો વિગતે વાત કરીએ તો બુંદેલખંડ જેવા વિસ્તારોમાં ખૂબ ગરીબી જોવા મળે છે,

image source

એવા સમયે અહીં આ પ્રકારની ઘટના સામે આવતાં આ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. મહોબા શહેરના કોતવાલી વિસ્તારના જૂના શાકભાજી માર્કેટમાં એક માનસિક વિકલાંગ વ્યક્તિએ ઠંડીથી બચવા માટે 500-500ની નોટો જરા પણ વિચાર્યા પગર આગમાં ભડભડ સળગાવી દીધી છે અને જે ઘટના ખુબ વાયરલ થઈ રહી છે.

image source

ઘણા લોકોએ આ ઘટનાને લાઈવ પણ જોઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે અને આ સિવાય જો આસપાસના સ્વચ્છતા કાર્યકર્તાઓના જણાવ્યા પ્રમાણે વાત કરીએ તો આ વ્યક્તિએ કચરાના ઢગલામાં લાખોની રોકડ, બે એન્ડ્રોઈડ ફોન, સોના-ચાંદીના દાગીના અને એક હથિયાર આટલી બધી વસ્તુ એકસાથે સળગાવી દીધી છે.

image source

પોલીસે આ મામલે ઘણા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી દીધી છે, પરંતુ મુખ્ય સવાલ એ ઊભો થાય છે કે આ પાગલ માણસ પાસે આટલીબધી રોકડ અને દાગીના આવ્યા ક્યાંથી. આવા તો અનેક પ્રશ્નો ઉભા છે પણ કોઈ પાસે તેનો જવાબ નથી અને કોઈ પાસે છે તો બોલવા પણ માગતા નથી.

image source

જો કે એક એવી પણ માહિતી મળી રહી છે કે આસપાસના લોકોનું કહેવું છે કે આ વ્યક્તિ પહેલાથી જ પાગલ છે. એમાં પણ જોવા જેવી વાત તો એ છે કે આટલી મોટી ઘટના બની ગયા પછી પણ તે શખ્સ હસતો રહે છે અને કહે છે કે શું કરું, મને ઠંડી લાગી તો જે મળ્યું એનું તાપણું કરી નાખ્યું અને ઠંડી દુર કરી નાખી. જ્યારે આ મામલે પોલીસને ખબર પડી કે તરત જે ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તેમણે તપાસ શરૂ કરી દીધી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ :દિવ્યભાસ્કર)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version