Site icon News Gujarat

શું હવે ફરી એકવાર હિન્દી ફિલ્મો માં ઇન્ટિમેટ સીનની જગ્યાએ ફુલોને બતાવવામાં આવશે !

કોરોના વાયરસના ડરથી ફિલ્મોમાં ઈન્ટિમેટ સીન્સનું શૂટિંગ કરવામાં આવશે નહીં, સ્ક્રીન પર ફરી થશે ફૂલોનો વરસાદ!

image source

કોરોના વાયરઝ ફાટી નીકળવાને કારણે આખો દેશ લોકડાઉનની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. સાવચેતીના રૂપે દરેક લોકો તેમના જ ઘરોમાં બંધ છે. આવી સ્થિતિમાં બોલીવુડ સ્ટાર્સ પણ તેમના ઘણા મોટા પ્રોજેક્ટ્સ છોડીને ઘરોમાં બંધ છે. આ દરમ્યાન ફિલ્મ નિર્માતા સુજીત સરકારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને લોકોને પૂછ્યું છે કે, શું તેઓ લોકડાઉન પછી ફિલ્મોમાં ઇન્ટિમેન્ટ સીન્સના શૂટિંગ ને લઈને ચિંતા કરી રહ્યા છે. તેમજ આ પછી આ સીન્સ ફિલ્મોમાં કેવી રીતે શૂટ કરવા તે અંગે પણ પૂછ્યું.

આ પછી તેમની પોસ્ટ પર લોકોની અનેક કમેન્ટ્સ આવવા લાગી. એવામાં ફિલ્મ અભિનેત્રી દિયા મિર્ઝાએ પણ લખ્યું કે, ‘ગુરુ, ફિલ્મ નિર્માણની આખી પ્રક્રિયા જ ઇન્ટિમેટ છે! તો કેટલાક લોકો એક પછી એક એકતા અને પ્રયાસોની ક્ષણો બનાવવા માટે નજીક આવશે. ને તમે ઇન્ટિમેન્ટ સીન્સની વાતો કરી રહ્યા છો. તે બધું કેવી રીતે બદલાશે..? શું અમે માસ્ક અને મોજા પહેરીને આવીશું. આ તો માત્ર સમય જ બતાવશે.’

એક યુઝરે લખ્યું કે, ‘તમે કોઈ ઇન્ટિમેન્ટ સીન્સ વિના પણ ફિલ્મો બનાવી શકો છો.’ એક અન્ય યુઝરે જૂના દિવસોમાં ફૂલો અને આકાશની આડ હેઠળ આવા સીન્સના શૂટિંગ અંગે લખ્યું હતું કે, ‘પીએમ મોદીના 21 વર્ષ પાછા જવાની વાત આશ્ચર્યજનક નથી. હવે ફૂલોનું મિલન અને આકાશનો ફરીથી આશરો લેવો પડશે. બીજા એક યુઝરે આ જ વાતનું પુનરાવર્તન કરતા લખ્યું છે કે, આ એક ગંભીર સમસ્યા છે. તમારે જૂની શૈલીમાં ચુંબન દ્રશ્યો બતાવવા પડશે જે ફૂલોની પાછળ થતા હતા.

કોરોના વાયરસનો ભય હવે ક્યારે સંપૂર્ણપણે સમાપ્ત થશે તે કહેવું ઘણું મુશ્કેલ છે. આવી સ્થિતિમાં બોલિવૂડના એક મોટા દિગ્દર્શકનું કહેવું છે કે જ્યાં સુધી આ બધું સંપૂર્ણપણે પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ ફિલ્મોમાં ઈન્ટિમેન્ટ સીન્સ શૂટ કરશે નહીં.

image source

કોરોના વાયરસથી બચવા માટે સામાજિક અંતરને (સોશિયલ ડિસ્ટન્સ) પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ રોગચાળોમાંથી કેટલા સમયે અને કેવી રીતે મુક્તિ મળશે તે કહેવું મુશ્કેલ છે. તેમજ એક મોટા ફિલ્મ દિગ્દર્શકનું કહેવું છે કે કોરોના વાયરસથી મુક્તિ મેળવ્યા બાદ પણ તેમની ફિલ્મોમાં ઈન્ટિમેન્ટ સીન્સ (ઘનિષ્ઠ દ્રશ્યો) શૂટ કરવામાં આવશે નહીં.

ફિલ્મોનું શૂટિંગ બંધ થઈ ગયું છે:-

image source

કોરોના વાયરસને લઈને લાગુ પડાયેલા લોકડાઉનને કારણે ફિલ્મ્સનું શૂટિંગ બંધ થઈ ગયું છે. આ સમયે ફિલ્મ નિર્માતા સુજીત સરકારે એ પ્રશ્ન ઉઠાવ્યો છે કે, અત્યારે લોકો વાયરસથી બચવા માટે સામાજિક અંતરને મહત્વ આપી રહ્યા છે. આ દરમ્યાન ફિલ્મો કેવી રીતે બદલાઈ જશે અને ઇન્ટિમેન્ટ સીન્સ કેવી રીતે શૂટ કરવામાં આવશે? બોલિવૂડ હંગામાના એક અહેવાલ મુજબ, એક મોટા ફિલ્મના દિગ્દર્શકે કહ્યું છે કે તે હવે તેમની ફિલ્મોના સ્ક્રીનપ્લે બદલવાની તૈયારી કરી રહ્યા છે. કેમ કે હવે ઓછામાં ઓછું તેમની ફિલ્મોમાં તો ઇન્ટિમેન્ટ સીન્સ જોવા નહીં જ મળે.

માસ્ક અને મોજા પહેરીને કરવામાં આવશે શૂટિંગ:-

image source

તેમણે કહ્યું કે હવેથી માસ્ક અને મોજા (ગ્લવ્સ) સાથે શૂટિંગ થશે. અભિનેતાઓએ તેમના શોટ પછી ફરીથી તે પહેરવા પડશે. સેટ પર સામાજિક અંતર જાળવવામાં આવશે. સેટ પર ઓછામાં ઓછી વાતચીત થશે. જ્યાં સુધી અભિનેતાઓના શોટ ન આવે ત્યાં સુધી તેમણે તેમની વાનમાં જ બેસવાનું રહેશે.

ફરી ફૂલોનો વરસાદ થશે!

image source

જણાવવામાં આવ્યું છે કે આ દિગ્દર્શકે તેની ફિલ્મમાં પોપ્યુલર અભિનેત્રી અને નવા આવેલા અભિનેતા વચ્ચે ઇન્ટેન્સ લવ મેકિંગ સીન પ્લાન કરવામાં આવ્યો હતો. જો કે હવે ડિરેક્ટરનું કહેવું છે કે હવે લવ મેકિંગ સીન્સ બતાવવામાં આવશે નહીં. હવે માણસોની જગ્યાએ બે ફૂલો કિસ કરતા હોય એ દિવસો પાછા લવાશે અથવા કમ્પ્યુટર ગ્રાફિક્સ દ્વારા આ બધા સીન્સ બતાવવામાં આવશે. તેમણે કહ્યું કે હવે બધું જ અનિશ્ચિત છે, તેથી ઇન્ટિમેસી તો બતાવવામાં નહીં જ આવે.

હવે અજાણ્યાઓ પ્રેમમાં નહીં પડી શકે:-

image source

તેમજ કોરોના વાયરસના ભયને અને મહામારીને જોતાં ફિલ્મ ડાયરેક્ટર સુધીર મિશ્રાનું કહેવું છે કે, ફિલ્મોની કહાનીઓ પણ બદલાશે! તમે ફરીથી એ જ કહાની લખી શકશો? શું હવે તમે કોઈને ગળે લગાવી શકશો ?, યંગસ્ટર્સ પ્રેમ કેવી રીતે કરશે? જ્યારે હું જૂની ફિલ્મો જોઉં છું અને તેઓ મળે છે ત્યારે મને વિચિત્ર લાગે છે કે આગળ પણ શું આવું થશે? તમે હવે તે નહિ કરી શકો. હવે તમે કોઈ અજાણ્યા વ્યક્તિના પ્રેમમાં નહીં પડી શકો.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version