કોરોના હજુ કેટલાનો ભોગ લેશે? ‘શૂટર દાદી’ ચંદ્રો તોમરનું નિધન, થોડા દિવસ પહેલા જ થયા હતાં કોરોનાથી સંક્રમિત

ભારતમાં કોરોનાના કારણે કંઈ કેટલા નામી વ્યક્તિઓના મોત થયા છે. શૂટર દાદી ચંદ્રો તોમરનું મેરઠના મેડિકલ કોલેજમાં સારવાર દરમિયાન નિધન થયું છે. એક રાત પહેલા જ તેમને આનંદ હોસ્પિટલમાંથી મેરઠ મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શૂટર દાદી ચંદ્રો તોમરના મોતનું કારણ બ્રેન હેમરેજ જણાવવામાં આવી રહ્યું છે. તેઓ કોરોના વાયરસથી સંક્રમિત હતા અને હવે તેનું મોત થયું છે. હાલમાં માહોલ એવો છે કે કોરોના મહામારી એક બાદ એક જાણીતી હસ્તિઓને છીનવી રહી છે.

image source

હાલમા મળતી માહિતી પ્રમાણે શુક્રવારે ‘શૂટર દાદી’ના નામથી જાણીતા શૂટર ચંદ્રો તોમરનું નિધન થઈ ગયુ. 26 એપ્રિલે 89 વર્ષના ચંદ્રો તોમર કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યારથી મેરઠની મેડિકલ કોલેજમાં તેમની સારવાર ચાલી રહી હતી. શૂટર દાદીના નિધનથી તેમના ચાહકોમાં શોકની લહેર દોડી ગઈ છે. કોરોના પોઝિટિવ મળ્યા બાદ ચંદ્રો તોમરના ટ્વિટર પેજ પર આ વાતની જાણકારી આપવામાં આવી હતી.

જ્યારે તેઓ સંક્રમિત થયા ત્યારે ટ્વિટર પેજ પર લખવામાં આવ્યા હતા, દાદી ચંદ્રો તોમર કોરોના પોઝિટિવ છે અને શ્વાસની મુશ્કેલીને કારણે હોસ્પિટલમાં દાખલ છે. ઈશ્વર બધાની રક્ષા કરે- પરિવાર. ટ્વિટર પર શૂટર દાદી કોરોના પોઝિટિવ આવવાની જાણકારી મળતા યૂઝર્સ તેમના જલદી સાજા થવાની કામના કરવા લાગ્યા હતા.

image source

ઉલ્લેખનીય છે કે ચંદ્રો તોમરે જ્યારે શૂટિંગને અપનાવ્યુ ત્યારે તેમની ઉંમર 60 વર્ષથી વધુ હતી, પરંતુ ત્યારબાદ તેમણે ઘણી રાષ્ટ્રીય સ્પર્ધાઓ જીતી. તેમના પર એક ફિલ્મ પણ બનાવવામાં આવી હતી. તેમને વિશ્વના સૌથી મોટી ઉંમરના શૂટર માનવામાં આવતા હતા.

કહેવામાં આવે છે કે એક રાત પહેલા જ તેમને આનંદ હોસ્પિટલમાંથી મેરઠ મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શૂટર દાદી ચંદ્રો તોમરના મોતનું કારણ બ્રેન હેમરેજ જણાવવામાં આવી રહ્યું છે. તેઓ કોરોના વાયરસથી સંક્રમિત હતા. શૂટર દાદીના દિકરના વિનોદ તોમરનું કહેવું છે કે સોમવારે તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ હતી.

image source

બાદમાં તેમનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાદમાં તેમને મેરઠની આનંદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાત્રે તબીયત બગડતા તેમને મેડિકલ કોલેજ લઈ જવાયા હતા. ચંદ્રો તોમર દાદી કોરોના સંક્રમિત થતા તેમના પ્રશંસકો નિરાશ થઈ ગયા હતા. તેઓ જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી રહ્યા હતા. પરંતુ શુક્રવારે તેમનું નિધન થયું છે.

image source

કઈ રીતે તેઓ લાઈટમાં આવ્યા એની જો વાત કરવામાં આવે તો, ચંદ્રો તોમર દાદીએ 60 વર્ષી ઉંમરમાં નિશાનેબાજીમાં કરિયર બનાવ્યું હતું અને ઘણી રાષ્ટ્રીય પ્રતિયોગિતા પણ જીતી હતી. તેમના પર એક ફિલ્મ પણ બનાવવામાં આવી હતી. ચંદ્રો તોમરને વિશ્વના સૌથી મોટી ઉંમરના નિશાનેબાજ માનવામાં આવતા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!