શુટિંગ સમયે રાહુલ રોયને આવ્યો બ્રેઈન સ્ટ્રોક, તબિયત વિશે ડોક્ટરે એવું કહ્યું કે બોલિવૂડમાં ખળભળાટ મચી ગયો

2020નું વર્ષ બોલીવુડ માટે ખૂબ જ ખરાબ સાબિત થયું છે. હવે સમાચાર આવ્યા છે કે બોલિવૂડ એક્ટર રાહુલ રોયને મુંબઇના નાણાવટી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. સુપરહિટ મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ ‘આશિકી’થી ફેમસ થયેલા અભિનેતા રાહુલ રોયને બ્રેઇન સ્ટ્રોક થયો છે. 1990માં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ ‘આશિકી’થી રાતોરાત સ્ટાર બનેલા અભિનેતા રાહુલ રોય કારગિલમાં ફિલ્મ ‘LAC -લિવ ધ બેટલ’ શૂટિંગ દરમિયાન બ્રેઈન સ્ટ્રોકનો શિકાર થયા અને હાલ તેમને સારવાર માટે નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

image source

ઉલ્લેખનીય છે કે જ્યારે આ ઘટના બની ત્યારે રાહુલ શ્રીનગરમાં ફિલ્મ ‘કારગિલ’ નું શૂટિંગ કરી રહ્યો હતો. મળતી માહિતી મુજબ ‘કારગિલ’ના શૂટિંગ દરમિયાન તેને બ્રેઇન સ્ટ્રોક થયો હતો. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અભિનેતાની હાલત હાલમાં ગંભીર બતાવવામાં આવી રહી છે. તેમજ તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. તો વળી આ મામલે ડોક્ટરોનું કહેવું છે કે રાહુલના મગજના ડાબા ભાગમાં લોહીની ગઠ્ઠા જામ થઈ ગયા છે. તેને ઠીક થવામાં વાર લાગશે.

image source

હાલમાં પરિસ્થિતિ એવી છે કે, રાહુલની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બન્યું એવું કે આ ફિલ્મનું શૂટિંગ ખૂબ ઉંચાઇ પર કરવામાં આવી રહ્યું હતું. ઉંચાઇને કારણે ત્યાં ઓક્સિજનનો અભાવ હતો અને ટીમના સભ્યોને પણ શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. સમાચાર એવા પણ મળી રહ્યા છે કે 54 વર્ષીય અભિનેતા રાહુલ રોયને 7 દિવસ પહેલાં કારગિલમાં ચાલી રહેલી શૂટિંગ દરમિયાન બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. ત્યારબાદ શ્રીનગરની એક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ હવે ફરીથી 28 નવેમ્બર દરમિયાન રાત્રે 1.25 વાગે મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે.

image source

હાલમાં મળતા રિપોર્ટ અનુસાર રાહુલ રોય ICUમાં એડમિટ છે. તેમને પ્રોગ્રેસિવ બ્રેન સ્ટ્રોક આવ્યો છે. પરંતુ તેમની જાણકારી અનુસાર એક્ટર હવે સુરક્ષિત છે અને ખતરાથી બહાર છે. તેમને સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય થવામાં થોડો સમય લાગી શકે છે. સોશિયલ મીડિયા પર એક્ટરના ફેન્સ તેમના જલદી થવાની પ્રાર્થના કરી રહ્યા છે. રાહુલ રોયના બનેવી રોમિર સેનએ ફોન પર આ કેસ અંગે વાત કરી હતી કે, જણાવ્યું હતું કે આ સમાચાર સાચા છે કે રાહુલ નાણાવટીની હોસ્પિટલમાં ભરતી છે. કોવિડના માહોલને જોતાં તેમને સાવધાની રાખતાં આઇસીયૂમાં રાખવામાં આવ્યા છે. પરંતુ રાહુલનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેમની તબિયતને લઇને ચિંતાની કોઇ વાત નથી અને તેમની તબિયતમાં સુધારો થઇ રહ્યો છે.

image source

ઉલ્લેખનીય છે કે, 1990માં રિલીઝ થયેલી ફિલ્મ ‘આશિકી’ દ્વારા રાહુલે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. રાહુલે આ ફિલ્મથી ઘણી લોકપ્રિયતા મેળવી હતી. પરંતુ તેમ છતાં બોલિવૂડમાં તે વધારે ટકી શક્યો નહીં.

image source

આશિકી પછી રાહુલ પાસે ફિલ્મોની લાઈન લાગી ગઈ અને ત્યારે 47 ફિલ્મો સાઇન કરી હતી. જેમાંથી 19 લોકોએ પૈસા પાછા આપી દીધા હતા. એક એવો સમય હતો જ્યારે તેની 23 ફિલ્મો ફ્લોર પર હોય, દિવસમાં 3 ફિલ્મોનું શૂટિંગ કરે અને રાત્રે બીજી ફિલ્મનું શુટિંગ કરતો હતો.