શ્રદ્ધા કપૂરના 7 સમર હેર લુક, જે છે એકદમ સરળ અને ટ્રેન્ડી, તમે પણ કરો ફોલો અને રહો કુલ

ગરમીના દિવસો ખૂબ જ ખરાબ હોય છે. સૂર્યનો આકરો તાપ ઘરની બહાર નીકળવું મુશ્કેલ કરી દે છે. ગરમીની સીઝનમાં તમે તમારા વાળ ટૂંકા કરાવી શકો છો કે પછી એને બાંધીને રાખી શકો છો જેનાથી તમને ગરમી ન લાગે. ઘણી છોકરીઓને પોતાની હેર સ્ટાઈલની ચિંતા સતાવતી રહે છે કે ક્યાંક એ આઉટ તો ટ્રેન્ડ ન લાગવા લાગે. પણ આજે અમે તમને અમુક એવી હેર સ્ટાઇલ વિશે જણાવીશું જે ટ્રેન્ડ અનુસાર હશે અને ગરમીની સિઝન માટે પણ એકદમ પરફેક્ટ હશે.જો તમે પણ એ વાતને લઈને પરેશાન હોવ કે કઈ હેર સ્ટાઇલ કરશો જે સુંદર પણ લાગે અને સમર ફ્રેન્ડલી પણ લાગે તો શ્રદ્ધા કપૂરના આ સમર હેર લુક જરૂર ટ્રાય કરો અને દેખાઓ એકદમ કુલ અને ટ્રેન્ડી.

image source

1. આ સાગર ફિશટેલ ચોક્કસ ટ્રાય કરજો.બધા જ વાળને પાતળા પાતળા સેક્સન લઈને પહેલા ચોટલો વાળી લો. પછી ટેલ એટલે કે ખજૂરી ચોટલો વાળી લો. આ એકદમ પરફેક્ટ સમર હેર સ્ટાઇલ છે.

2. આ ટુ મિનિટ હેર સ્ટાઇલ એકદમ ઇઝી તો છે જ પણ ખૂબ જ સ્ટાઈલિશ પણ લાગે છે. બધા જ વાળમાં હળવું બેક કોમ્બિનગ કરીને આગળથી વાળનો એક સેક્સન લઈને એનો હળવો પફ બનાવીને એને પિન અપ કરી લો.

image source

3.આ સમર ઇવીનિંગ લુક માટે આ ટોપ બનથી વધારે સારું કઈ હોઈ જ ન શકે. શ્રદ્ધા કપૂરની જેમ આ ટોપ બન લુક મેળવવા માટે પહેલા હાઈ પોનિટેલ વાળી લો પછી એને પાતળા પાતળા સેક્શન લઈને પોની પર સર્કલમાં લપેટતા જાઓ.

image source

4. કે પછી આ મેસી બન ટ્રાય કરો. વાળને હળવું બેક કોમ્બિનગ કરીને મીડીયમ હાઈ પોનિટેલ બનાવીઓ. આગળ હળવો પફ વાળી લો. હવે પોનિટેલના વાળનો બન બનાવી લો. આગળથી વાળની એકાદ બે લટ છોડી દો.

image source

5. વન સાઈડ ફિશટેલ પણ સમર સિઝન માટે એકદમ પરફેક્ટ છે. સાઈડ પાર્ટીન્ગ કરીને બધા જ વાળને એક સાઈડ લઈ લો અને પછી એનો મેસી ખજૂરી ચોટલો વાળી લો.

image source

6. શ્રદ્ધા કપૂરનો આ સ્માર્ટ પોનિટેલ લુક પણ તમને સમરમાં કુલ લુક આપશે. પહેલા એક નોર્મલ પોનિટેલ બનાવી લો. પોનીના વાળમાંથી એક સેક્સન લઈને પોની પર લપેટી લો.

image source

7. આ લો મેસી બન દરેક આઉટફિટ સાથે તમને સ્માર્ટ લુક આપે છે. વેસ્ટર્ન અને ઇન્ડિયન બંને લુક માટે શ્રદ્ધા કપૂરનો આ લો મેસી બન હેર લુક એકવાર ચોક્ક્સ ટ્રાય કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *