શ્રાવણ માસમાં સોમવાર સિવાય આ બે વ્રત પણ અચૂક કરવા…

હિંદુ વૈદિક પંચાગ અનુસાર દશમો મહિનો એટલે શ્રાવણ માસ. આ માસ શિવભક્તો માટે અત્યંત ખાસ હોય છે. શ્રાવણ મહિનામાં શિવપૂજાનું અનેરું મહત્વ હોય છે. આ મહિનામાં સૌથી વધારે તહેવાર અને વ્રત પણ આવે છે. પરંતુ એ તમામમાં શિવ આરાધના મુખ્ય હોય છે. આ માસ આજથી શરૂ થઈ ચુક્યો છે. આ મહિનામાં આવતાં સોમવાર સૌથી વધારે ખાસ હોય છે. આ દિવસે લોકો ઉપવાસ પણ રાખતાં હોય છે. જે લોકો શ્રાવણ માસના વ્રત કરી શકતાં નથી તેઓ પણ સોમવારનું વ્રત તો અચૂક કરે છે.

ભોળાનાથને પ્રસન્ન કરવા શ્રાવણ માસ દરમિયાન સોમવારનું વ્રત કરવાની સાથે અને બે વ્રત પણ કરવાથી અનન્ય ફળ પ્રાપ્ત થાય છે. સોમવાર સહિતના આ ત્રણ વ્રત શ્રાવણ માસમાં કરવાની સાથે ॐ નમ: શિવાય મંત્રનો જાપ પણ અચૂક કરવો.

સોળ સોમવારનું વ્રત


સોળ સોમવારનું વ્રત કરવાથી શિવ-પાર્વતી પ્રસન્ન થાય છે અને આ વ્રતનો પ્રારંભ શ્રાવણ માસના સોમવારથી કરવો જોઈએ. 16 સોમવારનું વ્રત કરવાથી મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે.

પ્રદોષ વ્રત


શ્રાવણ માસમાં શિવ-પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પ્રદોષ વ્રત પણ અચૂક કરવું.

વ્રતની પૂજા વિધિ


શ્રાવણ માસ દરમિયાન આ વ્રત કરો ત્યારે આ પૂજા વિધિનું અનુકરણ અચૂક કરવું. સવારે સૂર્યોદય સમયે જાગી જવું અને સ્નાનાદિ કર્મ કરી શિવાલય પૂજા માટે જવું. પૂજામાં તલના તેલનો દીવો કરવો અને ઉપરોક્ત મંત્રનો જાપ કરતાં કરતાં શિવજીને સોપારી, પંચામૃત અને બીલીપત્ર ચઢાવવા. દિવસ દરમિયાન ક્રોધ કરવો નહીં અને ॐ નમ: શિવાય મંત્રોનો જાપ કરતાં રહેવું.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત