જાણો શ્રાવણ મહિનામાં શિવ પૂજામાં મહત્વના બિલિપત્ર વિશેની માહિતી…

શિવલિંગ પર બિલિપત્ર ચડાવવા માટે પણ હોય છે કેટલાક નિયમો, પૂજા કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવા જેવી વાત જાણો… જાણો શ્રાવણ મહિનામાં શિવ પૂજામાં મહત્વના બિલિપત્ર વિશેની માહિતી…


શિવલિંગના દર્શન કરીએ ત્યારે નાનામાં નાનું શિવાલય કેમ ન હોય પરંતુ તેની ઉપર આપણે બિલિપત્ર જરૂર જોઈએ છીએ. કહેવાય છે કે ભગવાન શંકરને આ બિલિપત્ર ખૂબ જ પ્રિય છે. બિલિપત્ર સાથે જોડાયેલી દંતકથાઓ પણ આપણા પૌરાણિક વેદોની કથાઓમાં પણ ઉલ્લેખ છે.


શિવ પુરાણ મુજબ શ્રાવણ માસમાં સોમવારે શિવલિંગ ચડાવવાથી એક કરોડ કન્યાદાન જેટલું ફળ મળે છે. બિલિપત્ર સાથે શિવલિંગની પૂજા કરવાથી દરિદ્રતા અને બદનસીવી દૂર થાય છે. ભગવાન શિવ આ પત્રના ચડાવવા માત્રથી પ્રસન્ન થાયા છે, પરંતુ, બજરંગ બાલી પણ તેનાથી પ્રસન્ન થાય છે. શિવપુરાણ મુજબ ઘરમાં બિલ્વ વૃક્ષ લગાવવાથી આખો પરિવાર વિવિધ પાપના પ્રભાવથી છૂટકારો મેળવે છે. જ્યાં બિલ્વ વૃક્ષ રાખવામાં આવે છે તે સ્થાન કાશી તીર્થની જેમ આદરણીય અને પવિત્ર છે. આવી જગ્યાએ પૂજા કરવાથી અનેકગણું પુણ્ય પ્રાપ્ત થાય છે.


બિલિપત્રના ઉપયોગ વિશે પણ કેટલીક વાતો છે જે જાણવી જોઈએ. જેથી પૂજા કરવામાં ભગવાન શિવની રૂદ્રિ કરવામાં પણ બિલિપત્રનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકાય. ભગવાન શંકરની પૂજા ઉપાસના કરવી સરળ નથી હોતી. તેમાં કેટલાક એવા નિયમોનું પણ પાલન કરવું પડે છે, જેમ કે શિવરાત સિવાય શંકર ભગવાનને કુમકુમ ચડાવાતું નથી. ભગવાનના શૃંગારમાં સ્મશાનની ભસ્મ, ચંદન અને અબિલ ચડાવાય છે. વળી, બિલિપત્ર સિવાય અમુક જ પુષ્પો અને પર્ણો ચડાવાય છે, તેમાંય શિવજી અને ગણેશજીને તુલસી નથી ચડાવાતા. આવો જાણીએ બિલિપત્ર ચડાવતી વખતે કઈ બાબતોનું ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ.


શિવજીને બિલિપત્ર છે, અત્યંત પ્રિય…

શ્રાવણ મહિનામાં, લોકો ભોળાશંકરને પ્રસન્ન કરવા માટે શિવલિંગ પર ઘણી વસ્તુઓથી અભિષેક કરે છે. જેમાં બિલિપત્ર શિવજીને ખૂબ પ્રિય છે. તેને અર્પણ કરીને તમારી અધૂરી ઇચ્છાઓ ભોલેનાથ જરૂર પૂર્ણ કરે છે તેવી માન્યતા છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે બિલિપત્ર અર્પણ કરીને ભગવાન શિવનું મગજ ઠંડુ રાખવામાં આવે છે. કારણ કે શિવજીએ કંઠમાં વિષ ધર્યું છે તેથી તેમને ખૂબ જ બળતરા થતી હોય છે. આજ કારણે તેઓ ગળામાં નાગ વીંટાળે છે કારણ કે નાગની કાંચળી ખૂબ જ ઠંડી હોય છે. આમ, બિલિપત્રને પણ ભગવાન શિવને પ્રસન્ન કરવા તેમજ તેમને શીતળતા બક્ષવા માટે પણ ઉપયોગ થાય છે. બિલિપત્ર તોડતા પહેલા કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડશે. ચાલો આપણે જાણીએ તે બાબતો કઈ છે…


કેટલીક તિથિઓ એવી છે, જે દિવસે બિલિપત્ર તોડવાં જોઈએ નહીં…

ચતુર્થી, અષ્ટમી, નવમી, ચતુર્દશી અને અમાસ જેવી તિથિઓ પર બિલિપત્ર તોડવા જોઈએ નહીં. વળી, સંક્રાંતિના સમયગાળા દરમિયાન અને સોમવારે બિલિપત્ર ન તોડવા જોઈએ. બિલિપત્રને ક્યારેય વાળવું ન જોઈએ, જેમાં એક ડાળીઓમાં ત્રણ પાનનો સમાવેશ થાય તેવું પત્ર તોડવું જોઈએ. આ સાથે, તેને અર્પણ કરતી વખતે વ્યક્તિએ ત્રણ પાંદડાઓનો દાંડીને તોડીને શિવને અર્પણ કરવો જોઈએ. વળી, એ વાતનું પણ ધ્યાન રહે કે તોડતી વખતે એક પણ પર્ણ ખંડિત હોવું જોઈએ નહીં.


બિલિપત્ર કદી વાસી થતું નથી…

બિલિપત્ર સાથે એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે તે કદી પણ વાસી થતું નથી. જો એક વાર તેને શિવલિંગ પર ચડાવવામાં આવે તો તેને ધોઈને ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે. બિલિપત્ર કરમાઈ ન જાય કે ખંડિત ન થાય ત્યાં સુધી તેનો ફરીથી ઉપયોગ કરી શકાય છે.


બિલિપત્ર યોગ્ય રીતે ચડાવવાની પ્રથા…

બિલિપત્ર ચડાવતી વખતે તેની પાછળની દાંડીને સહેજ તોડી લેવી જોઈએ. વળી, તેના પર્ણની ચિકણી ચળકતી તરફ શિવલિંગ ઉપર રાખવું જોઈએ. આમ કરવાથી ભગવાન શંકરના મસ્તિસ્કને ઠંડક મળે છે, એવી માન્યતા છે. બિલિપત્રને અંગૂઠો, અનામિકા અને મધ્યમા આંગળીથી ચડાવવું જોઈએ. શિવજીને બિલિપત્ર ચડાવવાની સાથે જળધારા પણ કરતાં રહેવું જોઈએ. ધ્યાન રહે, એ સમયે પર્ણ તૂટવાં જોઈએ નહીં.


શિવ પંચાક્ષર મંત્ર જરૂર બોલશો…

બિલિપત્ર તોડતી સમયે કે ચડાવતી વખતે શિવ સ્મરણ કરવું અને ભગવાન શંકરનું ધ્યાન ધરવું જોઈએ. સાથે ૐ નમઃ શિવાય બોલીને મંત્ર જાપ કરતાં કરતાં. આ કાર્ય કરવું જોઈએ. જેથી આપણા આરાધ્ય દેવ સુધી આપણું અનુષ્ઠાન જરૂર પહોંચે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત