આ કારણે શ્રાવણ મહિનામાં શોખથી ખાવામાં આવે છે ઘેવર, શું તમે જાણો છો આ પાછળનો ઇતિહાસ?

કેમ શ્રાવણ મહિનામાં શોખથી ખાવામાં આવવા છે ઘેવર, જાણો ઘેવરનો ઇતિહાસ અને અંગ્રેજીમાં એનું નામ.

આપણો ભારત દેશ તહેવારોનો દેશ ગણાય છે. અને આ તહેવાર હોય ને મીઠાઈ ન હોય એવું બને ખરા? અને એટલા માટે જ ભારતનું દરેક રાજ્ય એની આગવી પ્રકારની મીઠાઈ માટે જાણીતું છે. આવી જ એક મીઠાઈ છે ઘેવર. ઘેવરને રાજસ્થાની ખૂબ જ જાણીતી મીઠાઈઓમાંથી એક ગણવામાં આવે છે. અમુક તહેવારોમાં ઘેવર ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.

image source

એમ તો ઘેવર ખાવામાં જેટલું સ્વાદિષ્ટ લાગે છે એટલો જ એનો ઇતિહાસ પણ રોચક છે. શ્રાવણ મહિના દરમિયાન ઘણી જગ્યાએ છપ્પન ભોગનું આયોજન કરવામાં આવે છે અને આ ઘેવર છપ્પન ભોગ માટે ખૂબ જ જાણીતી વાનગી છે. શ્રાવણ મહિનામાં બીજા પણ કેટલાક તહેવાર આવે છે અને એ તહેવારોમાં પણ ઘેવરનો ખૂબ જ પસંદ કરવામાં આવે છે.

image source

રાજસ્થાન અને એની આજુબાજુના વિસ્તારમાં લોકોનું માનવું છે ઘેવર વગર રક્ષાબંધન અને તિજ નો તહેવાર અધુરો ગણાય છે. રક્ષાબંધન પર્વ પર બહેન ઘેવર લઈને જ ભાઈના ઘરે જાય છે. ઘેવર વગર ભાઈ બહેનનો આ પવિત્ર તહેવાર અધુરો ગણવામાં આવે છે.

image source

તમને જણાવી દઈએ કે ઘેવર રાજસ્થાન અને વ્રજ ક્ષેત્રોની મુખ્ય પારંપરિક મીઠાઈ છે. આ મીઠાઈ વરસાદની ઋતુમાં બનાવવામાં આવે છે અને લોકોને એ ખૂબ જ પસંદ પણ પડે છે. ઘેવરને રાજસ્થાનની જ ઉતપતિ ગણવામાં આવે છે. એ સિવાય વ્રજના વિસ્તારોમાં પણ ઘેવર અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. ઘેવરને અંગ્રેજીમાં હનિકોમ્બ ડેઝર્ટના નામે ઓળખવામાં આવે છે.

કેવી રીતે બનાવવામાં આવે છે ઘેવર.

image source

સામાન્ય રીતે મેંદો અને આરાલોટના ખીરાને જુદા જુદા પ્રકારના મોલ્ડમાં નાખીને ઘેવર બનાવવામાં આવે છે અને પછી એને ખાંડની ચાસણીમાં ડુબાડી દેવામાં આવે છે. સમયની સાથે સાથે ઘેવરને પ્રેઝન્ટ કરવાની રીતે બદલાઈ ગઈ છે, પણ આજે પણ ઘેવરનો સ્વાદ પહેલા જેવો જ પસંદ કરવામાં આવે છે. નવા ઘેવર તરીકે લોકો માવા ઘેવર, મલાઈ ઘેવર અને પનીર ઘેવરને વધુ પસંદ કરવામાં આવે છે.

સ્વાદમાં પણ અલગ અલગ .

image source

ઘવેર સ્વાદમાં પણ અલગ અલગ હોય છે. એક મીઠો અને બીજો ફિકો. તાજું ઘેવર નરમ અને ખસતા હોય છે. પણ એને વધારે દિવસ રાખવામાં આવે તો એ કડક થઇ જાય છે. આ કડક થઇ ગયેલા ઘેવરને બેસનના ખીરામાં મેળવી તેલમાં તળી ભજીયા બનાવવા આવે છે. મીઠા ઘેવરથી ખીર અને પુડિંગ બનાવી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત