Site icon News Gujarat

શ્રાવણ મહિનામાં મહિલાઓ કેમ પહેરે છે લીલી બંગડીઓ, જાણો શું શુભ સંકેત છે તેની પાછળ…

બહેનો માતાઓ અને ભાભીઓ શ્રાવણ માસમાં લીલી બંગડીઓ જરૂર પહેરજો, અચૂક થશે લાભ, જાણો તેની પાછળનું શુભ કારણ…. શ્રાવણ મહિનામાં મહિલાઓ કેમ પહેરે છે લીલી બંગડીઓ, જાણો શું શુભ સંકેત છે તેની પાછળ… શ્રાવણ મહિનામાં લીલી બંગડી પહેરવાનું છે મહત્વ, જાણો…


શ્રાવણનો મહિનો શરૂ થઈ રહ્યો છે ત્યારે આ મહિનો એટલે ભગવાન શિવની ઉપાસના કરવાનો માસ છે. ભોળાનાથના ભક્તો તેમને ખુશ કરવા પૂજા, અનુષ્ઠાન, મંત્ર. જાપ, અને રૂદ્રિ – અભિષેક કરવામાં આવે છે. શ્રાવણ મહિનાને હરિયાળીનો મહિનો પણ કહેવામાં આવે છે. વર્ષા ૠતુ એની ચરમસીમાએ હોવાથી આસપાસ બધે હરિયાળી દેખાય છે. જાણે ધરતી માતા લીલી ચુંદડી પહેરીને આવ્યાં હોય તેવો અનુભવ થાય છે. આ રીતે શિવ ભક્તો પણ લીલા કપડાં પહેરતાં હોય છે અને તેમની પૂજા કરવાનું શરૂ કરે છે. શ્રાવણમાં મહિલાઓ લીલા રંગની બંગડીઓ પણ પહેરે છે. તે ખાસ મહત્વ ધરાવે છે. આ જોઈને આપણાં મગજમાં ઘણા પ્રશ્નો છે કે શ્રાવણ માસમાં લીલા રંગની બંગડી પહેરવાનું શા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.


ભાગ્ય ઉજાળે છે લીલો રંગ…

ભારતીય સંસ્કૃતિમાં જ્યોતિષવિદ્યાનું ખૂબ મહત્વ છે. તેના અનુસાર એવું કહેવામાં આવ્યું છે કે લીલો રંગ બુદ્ધનો પ્રતીક છે. લીલો રંગ ધારણ કરવાથી બુદ્ધનો ગ્રહ મજબૂત થાય છે. માન્યતા મુજબ, લીલો રંગ પહેરવાથી આપણું નસીબ પ્રબળ થાય છે. તેનું શુભ ફળ સંતાન પ્રાપ્તિ અને સમૃદ્ધિની વૃદ્ધિ માટે લીલો રંગ ખૂબ જ ઉપયોગી ગણાય છે. આપણી અનેક ધાર્મિક વિધિઓમાં પણ પૂજા કરાવતી વખતે બાજોઠ ઉપર લાલ, લીલું, પીળું અને સફેદ કપડું પથરાય છે. જે ખૂબ જ શુભ માનવામાં આવે છે.


સૌભાગ્ય વતી સ્ત્રીઓ પહેરે છે લીલો રંગ…

સૌભાગ્ય વતી સ્ત્રીઓ લીલા કપડાં અને લીલી બંગડીઓ પહેરે છે તેની પાછળનું એક આશય એવું છે કે તેમનું લગ્ન જીવનનો સંસાર સુખમય રહે. આપણાં લગ્ન પ્રસંગો અને બીજા શુભ અવસરોમાં લાલ અને લીલાં કપડાં પહેરવાનું પણ ખૂબ જ શુભ મનાય છે. સ્ત્રીઓ ઘરચોળું પણ લાલ, મરૂન અને લીલું પણ પહેરે છે. સુખી લગ્નજીવન અને સંસારમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ વધારવા માટે સ્ત્રીઓ તેમના પરિવાર માટે પ્રાર્થના કરે છે.


લીલી કાચની બંગડીઓ છે સૌભાગ્યનું પ્રતીક…

ભગવાન ભોલેનાથને જંગલમાં રહીને તપસ્યા કરવા જવું ખૂબ જ પસંદ હતું અને તેથી તેમને યોગી પણ કહેવામાં આવે છે. જંગલની હરિયાળીનું શિવજીને ખૂબ જ આકર્ષણ છે. એવી માન્યતા છે શ્રાવણ માસમાં જો સ્ત્રીઓ લીલા કપડાં પહેરે છે અને તેમની ઉપાસના કરે, તો ભોલેનાથ મનપસંદ એક વરદાન આપે છે. ખાસ કરીને લીલી કાચની બંગડીઓ પહેરેવાનું મહિલાઓ માટે શુભ માનવામાં આવે છે. આ રંગની બંગડી પહેરીને તમને નસીબવાન થવાના આશીર્વાદ જરૂર મળે છે. સાથોસાથ કહેવાય છે કે સૌભાગ્ય વતી મહિલાઓના પતિ, પિતા અને ભાઈઓના આયુષ્ય વધારવાની પણ પ્રાર્થના કરે છે. શિવજીના આશીર્વાદ અને વરદાન પ્રાપ્તિ માટે સૌભાગ્ય વતીઓએ આખો મહિનો લીલી બંગડીઓ જરૂર પહેરે છે.


અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version