શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ :રાત્રે 3 વાગે આગમાં કોરોનાના 8 દર્દીના મોત, હોસ્પિ.નું ફાયર NOC નહોતું, સીલ કરવામાં આવી હોસ્પિ.

હાલમાં શ્રેય હોસ્પીટલમાં ઘટેલી ઘટનાને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે હવે ચોકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે આ ઘટના બાદ હોસ્પીટલના દસ્તાવેઝોની જાણે તપાસ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હોસ્પિટલ પાસે ફાયર NOC છે જ નહિ, આ માહિતી મળ્યા પછી હોસ્પિટલને સીઝ કરવામાં આવ્યું છે અને ટ્રસ્ટીઓની પણ અટકાયત કરવામાં આવી છે. પાછલી રાત્રે ઘટેલી ઘટનામાં આખું ICU બળીને ખાખ થઇ ગયું છે જેમાં કુલ ૮ લોકોના મૃત્યુ થયા છે

શ્રેય હોસ્પિટલ સામે FIR પણ દાખલ કરવામાં આવી

image source

આ ઘટનામાં રાજ્યના જાણીતા એડવોકેટ સોહેલ તિરમીઝીના પત્ની આયેશા તિરમીઝી પણ ગત રાત્રીએ ઘટેલા શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડનો ભોગ બન્યાં છે. જો કે આ ઘટનાને પગલે ફાયર વિભાગ પહોંચે એ પહેલા તો આખો ICU વોર્ડ આગમાં બળીને ખાખ થઇ ચુક્યો હતો. આ સિવાય હોસ્પીટલમાં ઉપરના સામાન્ય વોર્ડમાં દાખલ દર્દીઓમાં 27 પુરુષ અને 15 મહિલાઓ મળીને કુલ મળીને 42 દર્દીઓને SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જો કે આ ઘટનાને પગલે શ્રેય હોસ્પિટલ સામે FIR પણ દાખલ કરવામાં આવી છે. જો કે હોસ્પીટલની તપાસ કરવામાં આવતા જરૂરી દસ્તાવેજોના અભાવે સંપૂર્ણ હોસ્પિટલ ખાલી કરીને સીલ કરી દેવામાં આવ્યું છે.

પરિવારજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા

image source

આ ઘટના અંગે જ્યારે પરિવારને જાણ હોસ્પિટલ નહિ પણ મીડિયા દ્વારા મળી ત્યારે તેઓ પણ ચોંકી ઉઠયા હતા. આ ઘટના દરમિયાન ચાલતી કાર્યવાહી સમયે દર્દીઓના પરિવારજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. જો કે આ ઘટનાની જાણ થતા આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ ઘટના સ્થળે આવ્યા હતા. આ ઘટના શોર્ટ સર્કિટના પગલે ઘટી હોવાનું સામે આવ્યું છે. જો કે પીપીઈ કીટ પહેરેલા કર્મચારીઓ પણ ગંભીર રીતે દાઝયા છે અને અન્ય કોરોના દર્દીઓ સહીત એમને પણ SVP હોસ્પીટલમાં સારવાર માટે મોકલી દેવામાં આવ્યા છે.

૪૧ દર્દીઓને સારવાર માટે SVPમાં ખસેડવામાં આવ્યા

image source

અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલા કોવીડ ૧૯ ડેઝિગ્નેટેડ શ્રેય હોસ્પિટલમાં ગત રાત્રીના 3:30 વાગ્યા આસપાસ અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. આ આગમાં ICU વોર્ડમાં દાખલ કરવામાં આવેલા કોરોનાના દર્દી 5 પુરુષ અને 3 મહિલા સહિત 8 જેટલા દર્દીઓના મોત થયા છે. આ સિવાયના અન્ય 41 જેટલા દર્દીઓને શ્રેય માંથી રેસ્ક્યુ કરીને હવે SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. માહિતી પ્રમાણે આ આગ શોર્ટસર્કિટને કારણે લાગી છે, જો કે આ અંગે હવે ફાયર વિભાગ તપાસ કરી રહ્યું છે.

ફાયરના ૩૫ જવાનોને પણ કરવામાં આવ્યા સેલ્ફ ક્વોરંટીન

image source

ઉલ્લેખનીય છે કે સવારના ૩:૩૦ વાગ્યે ફાયર ટીમને આગ લાગવા અંગેની માહિતી મળી હતી. જો કે આ ઘટનાની જાન થતા ફાયરના એડિશનલ ચીફ ઓફિસર રાજેશ ભટ્ટ સાથે અન્ય 35 જેટલા ફાયરના જવાન તેમજ કુલ ૧૮ જેટલ ફાયરના વાહનો ઘટના સ્થળે પહોચ્યા હતા. આ તમામ જવાનો સુરક્ષા કાર્યમાં સીધા કોરોના દર્દીઓના સંપર્કમાં આવ્યા હોવાથી તમામ જવાનોને હાલમાં સેલ્ફ ક્વોરંટીન રાખવામાં આવ્યા છે. આ અંગે ફાયર વિભાગે જણાવ્યું હતું કે, આ રેસ્ક્યુ કાર્યમાં અમે સીધા કોરોના દર્દીઓના સંપર્કમાં આવ્યા હતા. આ હોસ્પીટલમાંથી રેસ્ક્યુ કરાયેલા 41 દર્દીઓને હાલમાં એસવીપી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ઘટના પછી શ્રેય હોસ્પિટલ ખાલી કરી દેવામાં આવી છે.

પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવશે : જેસીપી

image source

શ્રેય હોસ્પીટલમાં લાગેલી આગને પગલે સેક્ટર ૧ના જેસીપી આર વી અસારીએ જણાવ્યું હતું કે હોસ્પીટલમાં લાગેલી આજ્ઞા મામલે હાલમાં એડી દાખલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવશે. આ ઘટનામાં જે પણ તથ્યો સામે આવશે એના આધારે આગળની તાપસ કરવામાં આવશે અને ગુના દાખલ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે. જો કે હાલ સુધી હોસ્પિટલ તરફથી માહિતી આપવામાં આવી છે કે નહિ કે મૃતક પરિવારોને જવાબ આપવામાં આવ્યા કે નહિ એ બાબતે પણ અમે તપાસ કરીશું.

દર્દીઓને બચાવવા મધરાતે દોડાદોડ મચી ગઈ હતી

image source

મધ્ય રાત્રીના સમયે હોસ્પીટલમાં લાગેલી આગના પગલે હોસ્પીટલમાં દર્દીઓને બચાવવા દોડાદોડ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં ૮ લોકોના મૃત્યુ થયા છે, જો કે અન્ય સુરક્ષિત રીતે બચાવી લેવાયેલા દર્દીઓને અન્ય હોસ્પીટલમાં ખસેડવાની કામગીરી ફાયર વિભાગની ટીમ દ્વારા ઉપાડી લેવાઈ હતી. જો કે આ દુર્ઘટનાની જાણ થતા જ મધ્યરાત્રીએ ૧૫ કરતા વધારે ફાયર બ્રિગેડના વાહનો ઘટના સ્થળે આવી પહોચ્યા હતા. જો કે પોલીસની ટીમ પણ ઘટનાની જાણ થતા જ મોડી રાતથી જ ઘટના સ્થળ પર હાજર છે.

સંપૂર્ણ હોસ્પિટલને ખાલી કરીને સીલ કરી દેવાયુ

image source

વર્તમાન સમયે હોસ્પિટલની બહાર પરિવારજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણનો માહોલ સર્જાઈ રહ્યો છે. જો કે અત્યારે સંપૂર્ણ હોસ્પિટલને ખાલી કરીને સીલ કરી દેવામાં આવ્યું છે. આ હોસ્પિટલ પાસે ફાયર અંગેનું NOC છે કે કેમ એ પણ ચર્ચાનો વિષય છે. જો કે આ ઘટનાને પગલે રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિ ઘટના સ્થળે પહોચ્યા છે. એમણે જણાવ્યું હતું કે આખી ઘટનાની તપાસ કરવામાં આવશે તેમજ કોની બેદરકારી છે એની પણ તપાસ કરવામાં આવશે.

હોસ્પિટલ બહાર દર્દીઓના પરિવારનો આક્રોશ

image source

શ્રેય હોસ્પીટલમાં ૫૦ બેડવાળી કોરોના હોસ્પિટલ પણ છે. આ હોસ્પીટલમાં ૪૦ કરતા વધારે કોરોનાના દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. જો કે આ દુર્ઘટનામાં જે પણ દર્દીઓના મૃત્યુ થયા છે એમના મૃતદેહને પીએમ માટે લઇ જવાની કામગીરી શરુ થઇ ચુકી છે. આ સિવાયના સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવેલ દર્દીઓને SVP હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પીટલમાં ઘટેલી આ ઘટનાને પગલે દર્દીઓ અંગેની જાણકારી પરિવારજનોને ન આપવાના આરોપ સહીત હોસ્પિટલની બહાર પરિવારજનોનો આક્રોશ પણ જોવા મળી રહ્યો છે.

અગ્નિકાંડમાં ભોગ બનેલા ૮ લોકોની યાદી

image source

આ અગ્નિકાંડમાં જીવ ગુમાવેલા ૮ લોકોના નામ આ પ્રમાણે છે આરીફ મન્સૂરી (ઉ.વ. ૪૨), નવનીત શાહ (ઉ.વ. ૮૦), લીલાબેન શાહ (ઉ.વ. ૭૨), નરેદ્ર શાહ (ઉ.વ. ૬૧), અરવિંદ ભાવસાર (ઉ.વ. ૭૮), જ્યોતિ સિંધી (ઉ.વ. ૫૫), મનુભાઈ રામી (ઉ.વ. ૮૨) અને અઈશાબેન તીરમિજી (ઉ.વ. ૫૧)

શ્રેય હોસ્પિટલ : અગ્નિકાંડમાં કેટલા વાગે શું બન્યું

૩:૧૦ – ફાયર બ્રિગેડમાં આગ લાગી હોવાની માહિતી મળી અને ફોન કરવામાં આવ્યો.

૩:૨૦ – ફાયર બ્રિગેડની ૧૫ જેટલી ગાડીઓ ઘટના સ્થળે આવી પહોચી હતી.

૩:૩૦ – ફાયર બ્રિગેડની સહાયથી તમામ સુરક્ષિત બચેલા દર્દીઓને નીચે ઉતારવામાં આવ્યા હતા.

૪:૦૦ – લગભગ ચાર વાગ્યે આગ કાબુમાં લેવામાં સફળતા મળી હતી.

૪:૨૦ – ભાવિન સોલંકી સહીત અન્ય અધિકારીઓ પણ શ્રેય હોસ્પિટલ (ઘટના સ્થળે) પહોચ્યા હતા

૪:૨૫ – ફાયર બ્રિગેડના જવાનોએ ૮ લોકોના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી હતી

૭:૩૦ – શ્રેય હોસ્પિટલ બહારના ભાગે દર્દીના સગાઓને યોગ્ય જવાબ ન મળવાથી હોબાળો થયો હતો.

૮:૦૦ – આ ઘટનાની જાણકારી મળતા મેયર બીજલ બેન પણ હોસ્પિટલ પહોચ્યા હતા.

૮:૧૫ – મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા

૮:૩૦ – ઘટનાની જાણકારી મળ્યા પછી આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ હોસ્પિટલ પહોચ્યા હતા.

૯:૦૦ – ઘટનાની માહિતી મળી હતી અને પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને આ ઘટના પગલે સાંત્વના આપી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત