શ્રીનગરમાં માર્યા ગયેલા આમિરના પિતાએ કહ્યું દીકરો મજૂર હતો, એના પર આતંકવાદીનું લેબલ લગાવીને મારી નાખ્યો

શ્રીનગરના હૈદરપોરામાં બે દિવસ પહેલા થયેલા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા યુવકના પિતાએ સુરક્ષા દળોની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે. તેઓ દાવો કરી રહ્યા છે કે તેમનો પુત્ર નિર્દોષ હતો, આતંકવાદી નથી. તે એક દુકાનમાં કામ કરતો હતો. 15 નવેમ્બરના રોજ થયેલા આ એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓ અને તેમના 2 મદદગારો માર્યા ગયા હતા.

2005માં ઘરબાર છોડીને ભાગવું પડ્યુ

એક રિપોર્ટ અનુસાર, માર્યા ગયેલા આતંકવાદી અમીરના પિતા અબ્દુલ લતીફ મેગ્રેએ જણાવ્યું કે 2005માં મારા ભાઈની આતંકીઓએ હત્યા કરી દીધી હતી. આ પછી મેં જાતે જ એક આતંકવાદીને પથ્થરથી કચડી નાખ્યો અને મારા જ હાથે તેને મારી નાખ્યો. મને સેના તરફથી પ્રશસ્તિપત્ર પણ આપવામાં આવ્યું હતું. 11 વર્ષ સુધી અમારે ઘર છોડીને ઘરે-ઘરે ભટકવું પડ્યું.

આતંક વિરુદ્ધની લડતમાં ઇનામ મળ્યું

image source

અબ્દુલ લતીફે વધુમાં કહ્યું કે મેં મારા બાળકોને માંડ માંડ ઉછેર્યા, પરંતુ આ બધાનો અર્થ શું હતો. મારા પુત્રની હત્યા આતંકના લેબલ સાથે કરવામાં આવી હતી. પુત્રનો મૃતદેહ દફનવિધિ માટે પણ આપવામાં આવ્યો ન હતો. આતંક સામેની મારી લડાઈનું આ ઈનામ હતું. આજે પણ પોલીસ મારા ઘરની સુરક્ષા કરી રહી છે. કાલે સુરક્ષા દળો મને પણ મારીને આતંકવાદી જાહેર કરી શકે છે.

પોલીસે કહ્યું કે આમિર હાઈબ્રીડ આતંકવાદી હતો

કાશ્મીર પોલીસનું કહેવું છે કે અમીર લતીફ મેગ્રે હાઇબ્રિડ આતંકવાદી હતો. આવા આતંકવાદી કૃત્યો કર્યા પછી તેઓ રોજબરોજના કામમાં વ્યસ્ત રહે છે. પોલીસ માટે તેમની ઓળખ કરવી ખૂબ મુશ્કેલ છે. પોલીસના જણાવ્યા અનુસાર બનિહાલનો રહેવાસી અમીર આતંકવાદીઓનો સ્થાનિક સહયોગી હતો

15 નવેમ્બરના રોજ, શ્રીનગરના હૈદરપોરા ખાતે એન્કાઉન્ટરમાં બે સ્થાનિક વેપારીઓ સહિત 4 કાશ્મીરીઓ માર્યા ગયા હતા. ઓપરેશનમાં માર્યા ગયેલા ડો. મુદાસિર ગુલ અને અલ્તાફ ભટ્ટની ત્યાં સ્થિત કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં દુકાનો હતી. ડેન્ટલ સર્જન મુદસ્સીર ગુલ આ સંકુલમાં કોમ્પ્યુટર સેન્ટર ચલાવતા હતા. અલ્તાફ આ કોમર્શિયલ કોમ્પ્લેક્સનો માલિક હતો અને ત્યાં હાર્ડવેર અને સિમેન્ટની દુકાન ચલાવતો હતો. અલ્તાફ અહેમદ ભટ્ટ આતંકવાદીઓને મદદ કરતો હતો, જ્યારે ડૉ. મુદસ્સીર ગુલ આતંકવાદીઓનો ઓવર ગ્રાઉન્ડ વર્કર હતો. જેને એમને રહેવા માટે જગ્યા આપી હતી. કશ્મીરના IGP વિજય કુમારે દાવો કર્યો હતો કે માર્યા ગયેલા 2 આતંકવાદીમાં એક પાકિસ્તાની નાગરિક હૈદર હતો.

આઈજીપી વિજય કુમારે જણાવ્યું હતું કે ક્રોસ ફાયરિંગમાં બંને માર્યા ગયા હતા. જો કે પોલીસનું એમ પણ કહેવું છે કે ડો.મુદસ્સીર ગુલ આતંકીઓ માટે કોલ સેન્ટર ચલાવતો હતો. આ કોલ સેન્ટરનો ઉપયોગ આતંકવાદી ગતિવિધિઓ કરવા માટે થતો હતો. કુમારે કહ્યું કે અમે મૃતદેહોને દફનાવવા માટે મુદસ્સીર અને અલ્તાફના પરિવારનો સંપર્ક કર્યો હતો, કારણ કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કારણે અમે પરિવારોને મૃતદેહો સોંપી શક્યા ન હતા. અમે મૃતદેહોને હંદવાડા લઈ ગયા, જ્યાં તેમને દફનાવવામાં આવ્યા.