કોરોનાથી બચવા કોવિશીલ્ડનો એક જ ડોઝ પૂરતો છે? આ વિશે નિષ્ણાંતોએ કહ્યું કે…’કોવિશીલ્ડના આગળ પણ…. ‘

શું કોરોના વાયરસ સંક્રમણથી પોતાને બચાવવા માટે કોવિશિલ્ડ વેક્સિનનો ફક્ત એક જ ડોઝ પુરતો હોય છે? જાણીશું આ વિષે એક્સપર્ટસના જવાબ. યુકેના વેક્સિન ટાસ્ક ફોર્સના ચીફ કેટ બિંગમએ ગયા વર્ષે કહ્યું હતું કે, કોરોના વાયરસ સંક્રમણની મહામારીથી બચવા માટે કોવિશિલ્ડ વેક્સિનનો સિંગલ ડોઝ પુરતી હોઈ શકે છે.

આ વર્ષે એટલે કે, વર્ષ જાન્યુઆરી, ૨૦૨૧માં જોન્સન એન્ડ જોન્સનના મુખ્ય વૈજ્ઞાનિક અધિકારી ડૉ. પોલ સ્ટોફલ્સએ પોતાની વેક્સિનના એક ડોઝને જ કોરોના વાયરસની સામે સુરક્ષાની દ્રષ્ટિએ સક્ષમ ગણાવ્યો. પણ જયારે થોડાક દિવસ પહેલા ભારત દેશમાં કોવિશિલ્ડ વેક્સિનનો એક જ ડોઝ લગાવવાની વાત કરવામાં આવી તો માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વીટર પર હલચલ મચી ગઈ.

image source

કોવિશિલ્ડ વેક્સિનના આગળ પણ બે ડોઝ જ આપવામાં આવશે: ડૉ. વી. કે. પોલે.

ત્યાર બાદ બીજા જ દિવસે નીતિ આયોગના સભ્ય ડૉ. વી. કે. પોલે દ્વારા સ્પષ્ટતા આપવી પડી હતી. ડૉ. વી. કે. પોલે કહ્યું છે કે, ‘કોવિશિલ્ડ વેક્સિનના ડોઝના શેડ્યુલમાં કોઇપણ પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા નથી અને આવનાર દિવસોમાં પણ કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ જ આપવામાં આવશે.’ આવી પરિસ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે, કોવિશિલ્ડ વેક્સિનનો એક ડોઝ લેવો નકામો છે કે પછી તે અસર કરે છે.

ઓક્સફર્ડ વેક્સિન ગ્રુપના ડાયરેક્ટર અને વિશ્વભરમાં ઓક્સફર્ડ કોવિડ વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલની સંભાળ કરી રહેલ ટીમના પ્રમુખ પ્રોફેસર એન્ડ્રયુ જે. પોલાર્ડ દ્વારા સ્વીકારવામાં આવ્યું છે કે, જયારે વેક્સિન શોધવામાં આવી ત્યારે કોવિશિલ્ડ વેક્સિનને સિંગલ ડોઝ વેક્સિનની જેમ જ જોવામાં આવતી હતી.

image source

બે ડોઝ લેનાર વ્યક્તિઓમાં ઈમ્યુનીટી વધારે જોવા મળે છે.

તેમનું કહેવું છે કે, સૌથી પહેલા જલ્દીથી જલ્દી સામાન્ય નાગરિકો સુધી એક એક ડોઝ આપીને વધુમાં વધુ નાગરિકોને કોરોના વાયરસ સંક્રમણથી બચાવવાની યોજના કરવામાં આવી હતી. પણ પછીથી યુકેમાં લોકડાઉન સફળતાથી લાગુ થતા વૈજ્ઞાનિકોને ટ્રાયલ ડેટા પર ધ્યાન આપવાનો સમય મળી જાય છે.

image source

જેમાં અમને જોવા મળ્યું છે કે, જે વ્યક્તિઓને કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ લીધા છે તેઓ કોરોના વાયરસ સંક્રમણની સામે વેક્સિનનો એક ડોઝ લેનાર વ્યક્તિઓની તુલનાએ વધારે મજબુત ઈમ્યુનીટી ધરાવે છે. તેમનું એવું કહેવું છે કે, કોવિશિલ્ડ વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે, કોવિશિલ્ડ વેક્સિનનો એક ડોઝ પણ ખુબ જ કારગત સાબિત થાય છે અને જાન્યુઆરી, ૨૦૨૧ પછી શરુ કરવામાં આવેલ રસીકરણના ઉપલબ્ધ આંકડાઓની મદદથી પણ એની પુષ્ટિ કરવામાં આવી છે.

image source

વધારે નાગરિકો સુધી વેક્સિન પહોચાડી શકાય તેના માટે એક ડોઝ આપવાનો વિચાર યોગ્ય છે.

કોવિશિલ્ડ વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલ બાદ એવું સ્પષ્ટ થયું છે કે, કોવિશિલ્ડ વેક્સિનના સિંગલ ડોઝની મદદથી પણ ઉચ્ચસ્તરીય સુરક્ષા મળી રહે છે કારણ કે, કોરોના વાયરસ વેક્સિનનો એક ડોઝ લીધા બાદ કોરોના વાયરસથી સંક્રમિત થયેલ વ્યક્તિને હોસ્પિટલમાં એડમિટ થવું પડતું નથી. કોરોના વાયરસની વેક્સિનનો એક ડોઝ આપવાના વિચાર પાછળ મહત્વનું કારણએ છે કે, કોવિશિલ્ડ જેવી વેક્સિન ‘વાયરલ વેક્ટર’ પણ એક ડોઝમાં જ શરીરને જરૂરી ઈમ્યુનીટી પૂરી પાડે છે.

image source

J&J અને સ્પુતનિક લાઈટ જેવી સિંગલ શોટ વેક્સિન પણ કોવિશિલ્ડ વેક્સિન જેવી જ છે. પોલાર્ડનું એવું કહેવું છે કે, જો કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ લેવામાં આવે તે સારું છે, પણ પૂરતા જથ્થાની અછતના લીધે વધુમાં વધુ નાગરિકો સુધી જલ્દી વેક્સિન પહોચાડવા માટે એક ડોઝ આપવાના વિચારને નકારી શકાય નહી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!