ગુજરાતમાં લોકોને લાગી રહ્યો છે લોકડાઉનનો ડર, માત્ર 3 દિવસમાં આટલા લોકોએ કર્યું સ્થળાંતર, વધુ વિગતો જાણીને છૂટી જશે ધ્રુજારી

ગુજરાતમાં લોકડાઉનની અફવાના ભયથી રોજન સુરતથી હજારો લોકો પોતાના ઘરે રવાના થઈ રહ્યા છે. છેલ્લા 3 દિવસના આંક પર નજર કરીએ તો મળતી માહિતી અનુસાર 15 હજાર જેટલા લોકો પોતાના ઘરે પરત ફરી રહ્યા છે.

રેલ્વેમાં યાત્રાને લઈને બની રહેલા કડક નિયમોના કારણે બસ પર બોઝ વધી રહ્યો છે. રોજના 100થી વધારે બસ સુરતથી યૂપી- એમપી જઈ રહી છે. ગુજરાતમાં રેહનારા શ્રમિક પરિવાર એક વાર ફરીથી પોતાનું ઘર છોડીને ગામ જવા મજબૂર બન્યા છે. ઔધ્યોગિક વિસ્તારોમાં ખાસ કરીને પાંડેસરા વિસ્તારથી રોજ બસની મદદથી અનેક મજૂરો પોતાના રાજ્ય તરફ પાછા ફરી રહ્યા છે.

image source

સૂરતમાં છેલ્લા 30 વર્ષથી રોજી રોટી કમાઈ રહેલા એક વ્યક્તિ પોતાના પરિવાર સાથે સૂરતથી પોતાના રાજ્ય યૂપી રવાના થઈ ચૂક્યા છે. તે કહે છે કે એક મહિનાથી કામ ધંધો બંધ છે અને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. રોજ કોઈ નવી વાત સામે આવી રહી છે અને સાથે ડર લાગી રહ્યો છે કે સરકાર લોકડાઉન લગાવી દેશે તો વતન પરત ફરવું પણ મુશ્કેલ બની જશે. આ માટે અમે પહેલા જ આવી ચૂક્યા છીએ. શહેરમાં ભયનો માહોલ બની રહ્યો છે. કોરોનાના કેસ અને મોતની સંખ્યામાં થતો વધારો ડરાવી રહ્યો છે માટે ગામ આવી ગયા છીએ.

આવા અનેક મજૂરો છે જે સૂરતથી પોતાના વતન તરફ પરત ફરી રહ્યા છે. સૂરતમાં કોરોનાનો પ્રકોપ વધવાની સાથે સંક્રમણને રોકવા માટે પહેલા રાતે 12થી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લગાવાયો હતો પછી તેને વધારીને રાતના 8થી સવારના 6 વાગ્યા સુધી કરાયો છે.

image source

કોરોનાની મહામારીમાં નિયમો રોજ કડક બની રહ્યા છે. કોરોનાનો કહેર સૂરતમાં એટલી હદે ફેલાઈ રહ્યો છે કે હવે અહીંની હોસ્પિટલોમાં જગ્યા રહી નથી. હોસ્પિટલમાં ઓક્સીજન, વેન્ટીલેટર અને બેડ પણ કોરોના દર્દીને મળી રહ્યા નથી. આ કારણ છે કે લોકોમાં ડર બેસી ગયો છે કે પછી પહેલાની જેમ ઘર વાપસી માટે મુશ્કેલી આવે અને લોકડાઉનને લઈને કોઈ નિર્ણય લેવાય તે પહેલા જ ઘર વાપસી કરી લેવી યોગ્ય છે. આ કારણે લોકો વતન તરફ દોટ મૂકી રહ્યા છે.

જાણો ક્યાંથી ચાલી રહી છે કેટલી બસ

image source

સૂરતના પાંડેસરા, ગોડાદરા, કડોદરા જેવા અનેક વિસ્તારોમાંથી રોજની લગભગ 100 બસ ચલાવાઈ રહી છે. આ બસ ખાસ કરીને જૌનપુર, પ્રતાપગઢ, વારાણસી, બાંદ્રા, ગોરખપુર, બલિયા સહિત બિહાર અને ઝારખંડના તમામ જિલ્લામાં ચલાવાઈ રહી છે. એક બસમાં 80-90 યાત્રીઓ જઈ રહ્યા છે. એક અઠવાડિયામાં બસની મદદથી 20 હજાર જેટાલા લોકો ગુજરાતથી પોતાના ગામ પહોંચી ચૂક્યા છે.

બસનું વેટિંગ પણ સતત વધી રહ્યું છે. સ્થિતિને જોતા પશ્ચિમ રેલ્વેએ બોર્ડ પાસે યૂપી- બિહાર, ઝારખંડ માટે અનેક નવી ટ્રેન માંગી છે. આ પછી સૂરત, ઉધના અને બાંદ્રાથી અનેક નવી ટ્રેન શરૂ કરાઈ છે.

image source

સ્થિતિ એ છે કે ટ્રેનનું બુકિંગ ખુલતાંની સાથે ફક્ત 15 મિનિટમાં બુકિંગ પેક થઈ જાય છે. સૂરતમાં તાપ્તી ગંગા એક્સપ્રેસ, ઉધના- દાનાપુર એક્સપ્રેસ, મહામના એક્સપ્રેસની સાથે બાંદ્રાથી ગોરખપુર અને બરૌની, સૂબેદારગંજને માટે ચાલી રહેલી ટ્રેનમાં 5 હજારથી વધારે લોકો રોજ આવી રહ્યા છે. છેલ્લા 4 દિવસમાં 15000 થી વધારે લોકો ટ્રેનથી આવી ચૂક્યા છે. જાહેર છે કે લોકોમાં કોરોના અને લોકડાઉનનો ડર સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *