FB પર વાયરલ થઈ #challenges – શું હવે સાવ આવા નમાલા પડકારો લેવાના દિવસો આવી ગયા છે ?

FB પર વાયરલ થઈ #challenges – શું હવે સાવ આવા નમાલા પડકારો લેવાના દિવસો આવી ગયા છે ?

લોકડાઉન ચાલી રહ્યું હતું ત્યારે એક તરફ સેંકડો હજારો મજુરો ભુખના માર્યા વલખા મારી રહ્યા હતા. પોતાના વતન – પોતાના ઘરે જવા ફાંફા મારી રહ્યા હતા તે વખતે ખાધે-પીધે સુખી સમાજ સોશિયલ મિડિયા પર એક બીજાને સાડી ચેલેન્જ, કપલ ચેલેન્જ, દલગોના કોફી ચેલેન્જ વિગેરેના પડકાર ફેંકી રહ્યા હતા અને લોકો તેન સહર્ઝ ઝીલી પણ રહ્યા હતા. ચાલો ઠીક છે તે વખતે સમય એવો હતો કે લોકોએ એકબીજાને કપરા સમયમાં ચીયર કરવા એટલે કે જીવનનો જુસ્સો ઝાળવી રાખવા માટે આવી બાબતોનો સહારો લીધો. પણ હવે ફરી પાછી ફેસબુક પર ચેલેન્જ સિઝન શરૂ થઈ ગઈ છે અને લોકો જુસ્સાભેર તેમાં ભાગ લઈ રહ્યા છે.

image source

કોઈની સાથે, કે પછી અમુક ચોક્કસ વસ્ત્રોમાં તસ્વીરો ખેંચાવીને સોશિયલ મડિયા પર અપલોડ કરવી તેને શું તમે ખરેખર કોઈ ચેલેન્જ એટલે કે પડકાર કહી શકો ? અને તે પણ તમારા પતિ, કે તમારા બાળક કે તમારા ફ્રેન્ડ્સ સાથેની તસ્વીર ? ખરેખર આ ચેલેન્જ કહેવાય ? જીવનના વાસ્તવિક પડકારોની અવગણના કરીને આ નમાલા પડકારા ઝીલવામાં લોકો ભારે ઉત્સાહ બતાવી રહ્યા છે !

image source

જરા એકવાર ફરી વિચારી જુઓ આ પડકારો તમે ધારો છો તેના કરતાં ક્યાંય ઉંડા છે. સોશિયલ મિડિયા તે કંઈ ચેલેન્જીસ ફેંકવાનું કોઈ માધ્યમ નથી, અહીં કહેવાનો અર્થ છે કે ભગવાનને ખાતર વાસ્તવિક બનો !

image source

આ બધા પાછળ એક ઉંડું અને અંધારુ જગત અસ્તિત્ત્વ ધરાવે છે જે તમારી સાર્વત્રિક વર્તણુકને પ્રભાવિત કરી રહ્યું છે. જો તમે ખરેખર તમારી જાતને પડકાર ફેંકવા માગતા હોવ તો જરા એક અઠવાડિયું સોશિયલ મિડિયાથી દૂર રહેવાની ચેલેન્જ સ્વિકારો. એક અઠવાડિયું સાવજ સભાન રીતે જીવવાની પોતાની જાતને ચેલેન્જ આપો અથવા તેના કરતાં પણ વધારે અઘરું તમારી જાતને એવી ચેલેન્જ આપો કે તમે સતત સાત દિવસ કોઈના પણ વિષે કે કોઈ પણ બાબતે નકારાત્મક નહીં વિચારો… કે પછી એવો પડકાર ઝીલો કે તમે સતત એક અઠવાડિયું સ્વસ્થ ભોજન લેશો, સ્વસ્થ ઉંઘ લો, કે પછી કોઈને મદદ કરો કે પછી કોઈને શિક્ષિત બનાવો. અને જો તમને તે કોઈ ચેલેન્જ ન લાગતી હોય તો આ રહી ખરી ચેલેન્જ, તમે જેવા છો તેવા બનીને રહો !

image source

હા, કરવા કરતાં કહેવું સહેલું છે પણ ખરી ચેલેન્જ – ખરો પડકાર તો તેને જ કહી શકાય. ઘણા લોકો નથી જાણતા કે સોશિયલ મિડિયાના માધ્યમો દ્વારા લોકોને ભ્રમિત કરવામા આવે છે તમારી સાથે ચાલાકી કરવામાં આવી રહી છે. આ ઓનલાઇન જગત તમને છેતરી રહ્યું છે. શું તમે સોશિયલ મિડિયાનો ઉપયોગ કરો છો કે સોશિયલ મિડિયા તમારો ઉપયોગ કરી રહ્યું છે ? આ વિષે જરા વિચાર કરી જુઓ. આ પ્રકારની ચેલેન્જીસ એટલે કે પડકારો તમને એક ખોખલા જીવન તરફ ધકેલી રહી છે. અને વાસ્તવિક જીવનથી દૂર કરી રહી છે.

image source

જો તમને અમારી આ પોસ્ટ અર્થપુર્ણ લાગી હોય તો મહેરબાની કરીને તેને શેર કરો અને લોકોને આ પ્રત્યે જાગૃત બનાવા માટે આગળ આવો. જો કે આ એક વિચાર છે જેમાં બધા જ સહમત હોય તે જરૂરી નથી. અને આ પોસ્ટનો અર્થ કોઈ આવી ચેલેન્જીસમાં ભાગ લે તેનો વિરોધ કરવાનો તો બીલકુલ નથી. તમને આ વિચાર સાથે અસહમત થવાનો પુરો હક્ક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત