આજે શુક્ર રાશિ બદલીને મિથુનમાં પ્રવેશ કરશે, જાણી લો તમારી રાશિ વિશે લાભ થશે કે પછી…

શુક્ર બદલી રહ્યો છે રાશિ, પ્રવેશ કરશે મિથુન રાશિમાં, મેષ અને વૃષભ રાશિના લોકો માટે સમય છે સારો, સાવધાન રહેવું જોઈએ કર્ક રાશિના જાતકો એ. 1 ઓગસ્ટના રોજ શુક્ર બદલી રહ્યો છે રાશિ. મિથુન રાશિમાં પ્રવેશ કરશે, જાણો કઈ રાશિ પર રહેશે કેવો પ્રભાવ. શુક્ર બદલી રહ્યો છે દિશા, મિથુન રાશિમાં થશે પ્રવેશ, આ રાશિ માટે રહેશે લાભદાયી, જ્યારે અમુક રાશિના લોકોને સાવધાન રહેવાની જરૂર પડશે.

image source

એવું કહેવામાં આવે છે કે ગ્રહોની ગતિ આપના જીવનમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. માણસની ચડતી અને પડતી સાથે ગ્રહોનો ગાઢ સંબંધ હોય છે.એવામાં 1 ઓગસ્ટના રોજ શુક્ર ગ્રહ બપોરે વૃષભમાંથી મિથુન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે.શુક્ર ગ્રહ 31 ઓગસ્ટ સુધી મિથુન રાશિમાં રહેશે. અને પછી કર્ક રાશિમાં જતો રહેશે.

image source

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના કહેવા પ્રમાણે શુક્ર ગ્રહના કારણે અમુક લોકો માટે તકલીફો વધી શકે છે.તેમને જણાવ્યું છે કે શુક્રની અશુભ અસર ઘટાડવા માટે ભગવાન શંકરની પૂજા કરવી જોઇએ. આ શુક્ર ગ્રહની અસર ચંદ્ર રાશિના આધારે બારેય રાશિ માટે કેવી રહેશે ચાલો એ પણ જોઈ લઈએ

મેષઃ

જૂના મિત્રો સાથે મેળાપ થઈ શકે છે કૌટુંબિક સ્થિતિમાં સુધારો જણાશે. તમારું કાર્યક્ષેત્ર વધશે. પરિસ્થિતિ તમારા પક્ષમાં જણાઈ રહી છે.

વૃષભઃ

વૃષભ રાશિ પર શુક્રની સ્થિતિ લાભ આપનારી રહેશે. સંતાન તરફથી સુખ પ્રાપ્ત થાય તેવી શક્યતાઓ છે. પોતાના માટે સમય કાઢી શકશો. કાર્યોમાં લાભ થાય અને સાથે સાથે માન સન્માન પણ મળશે.

મિથુનઃ

શુક્રના તમારી રાશિમાં પ્રવેશ કરવાના કારણે દરેક કાર્યો માટે વધારે મહેનત કરવી પડશે. કોઈપણ પ્રકારનું રોકાણ કરવાથી બચવું. નુકશાન થવાના યોગ બની રહ્યા છે.

કર્કઃ

કર્ક રાશિ માટે શુક્રની સ્થિતિ દાંપત્ય જીવનમાં વાદ-વિવાદ ઊભો કરાવી શકે છે. પ્રેમ-પ્રસંગમાં પણ નિરાશ થઈ શકો છો. કાર્યનું ભારણ વધુ રહેશે પરંતુ લાભ મળશે નહીં.

સિંહઃ

આ રાશિના જાતકો માટે કોર્ટના કાર્યોમાં સફળતા મળશે . નવી યોજનાઓને પૂર્ણ કરવાની જવાબદારી પણ મળી શકે છે.

કન્યાઃ

તમને શુક્ર દરેક કાર્યમાં ગતિ પ્રદાન કરશે. નિશ્ચિત સમયમાં કાર્ય પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. અટકેલા નાણાં પરત મળશે. નોકરીમાં સન્માન મળશે.

તુલાઃ

શુક્ર આ રાશિના જાતકોના પ્રભાવમાં વધારો કરશે. વધુ પડતા આત્મવિશ્વાસથી બચવું. દાંપત્ય જીવન સુખમય રહેશે. સમય તમારા પક્ષમાં રહેતો જણાય.

વૃશ્ચિકઃ

શુક્રના કારણે આ રાશિના જાતકોને અટવાયેલું ધન મળી શકે છે. વડીલો તરફથી સાથ સહકાર મળશે. વિષમ પરિસ્થિતિઓથી છુટકારો મળી શકશે.

ધનઃ

ધન રાશિના લોકોના ઉત્સાહમાં શુક્ર વૃદ્ધિ કરશે. હકારાત્મક વિચાર પ્રદાન કરશે. ધનલાભના પૂર્ણ યોગ બની રહ્યા છે.

મકરઃ

શુક્ર આ રાશિના જાતકોના કાર્યોમાં વૃદ્ધિ કરનાર રહેશે. મહેનતના પ્રમાણમાં ક્રેડિટ ઓછું મળશે. ગુસ્સો વધારે રહેશે એટલે મન શાંત રાખવું.

કુંભઃ

શુક્ર તમારા માટે સારી સ્થિતિઓનું નિર્માણ કરશે. ધાર્યા કરતાં વધારે લાભ પ્રાપ્ત થશે અને વિચારેલાં કાર્યો સમયે પૂર્ણ થશે.

મીનઃ

શુક્ર આ રાશિના જાતકોના વ્યાપારિક જીવનમાં વિઘ્ન ઊભા કરી શકે છે. દાંપત્ય જીવનમાં પણ તણાવ રહેવાની સંભાવના છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત