Site icon News Gujarat

સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે બર્થ ડેના દિવસે એક-બે નહિં પણ કટ કરી આટલી બધી કેક: VIDEO

ટેલિવિઝનથી બોલીવૂડમાં એન્ટ્રી લેનારી ચર્ચિત અભિનેત્રી અંકિતા લોખંડે હંમેશા ખૂબ જ લાઇમલાઇટમા રહેતી હોય છે. 19 ડિસેમ્બર 1984ના રોજ તેણીનો જન્મ મધ્ય પ્રદેશની ઔદ્યોગિક નગરી ઇંદોરમાં થયો હતો. તેણી આજે જરબજસ્ત ફેનફોલોઇંગ ધરાવે છે. અંકિતા લોખંડે શરૂઆતથી જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવા માગતી હતી, તેણી પોતાની મહેનત અને લગનથી પોતાના સપના પૂરા કર્યા છે. સુશાંત સિંહ રાજપૂત સાથે એક લાંબા સંબંધમાં રહ્યા બાદ તે બન્ને વચ્ચે બ્રેક થઈ ગયું હતું ત્યાર બાદ તેણીના જીવનમાં વિકી જૈન આવ્યા.

image source

હાલમાં જ અંકિતા લોખંડેએ પોતાનો 36મો જન્મ દિવસ ઉજવ્યો છે. અરધી રાત્રીથી તેણીના જન્મ દિવસની ઉજવણી શરૂ થઈ ગઈ હતી. આ ખાસ અવસર પર તેના બૉયફ્રેન્ડ વિકી જૈન તેની સાથે હતા. અંકિતા લોખંડેએ મોડી રાત્રે પોતાનો બર્થડે પોતાના પરિવાર, બૉયફ્રેન્ડ વિકી જૈન અને ફ્રેન્ડ્સ સાથે સેલિબ્રેટ કર્યો હતો.

એક્ટ્રેસે પોતાના ઇનસ્ટાગ્રામ અકાઉન્ટ પર વિડિયો અને લેટનાઇટ સેલિબ્રેશનની કેટલીક તસ્વીરો શેર કરી છે. વિડિયો શેર કરતા તેણીએ લખ્યું છે – બર્થડે સ્પેશિયલ, હેપ્પી બર્થડે. વડિયોમાં તેણી એક સાથે ત્રણ કેક કાપી રહી છે.

આ વિડિયોની સાથે તેણીએ કેટલીક તસ્વીરો પણ શેર કરી છે. આ તસ્વીરોમાં તેણી કેક કાપતા પહેલાં વિશ માંગતી જોઈ શકાય છે. તસ્વીરોને શેર કરતાં તેણીએ કેપ્શનમાં લખ્યું છે – ઇચ્છાઓ અને સપનાં અંકિતાની બન્ને પોસ્ટ પર તેના ફેન્સે ખૂબ કમેન્ટ કરી છે અને તેણીને જન્મ દિવસની શુભેચ્છાઓ પણ આપી છે.

image source

અંકિતાનું ફેન ફોલોઇંગ આજે કરોડોમાં છે તેણી નાના પરદાની એક સક્સેસફુલ અભિનેત્રી માનવામાં આવે છે. સૌથી લોકપ્રિય શો પવિત્ર રિશ્તાથી અંકિતા લોખંડે ઘર-ઘરમાં ઓળખાવા લાગી હતી. સિરિયલમાં અંકિતાએ અર્ચનાની ભૂમિકા નિભાવી હતી, જ્યારે સુશાંત સિંહ રાજપૂત તેના ઓનસ્ક્રિન પતિ બન્યા હતા. આ હિટ શોથી અંકિતા લોખંડે ખૂબ લોકપ્રિય બની હતી અને આજે તેણી બોલીવૂડમાં પણ પ્રવેશી ચૂકી છે. અંકિતા નાના પરદાની સૌથી વધારે ફી વસુલનારી એક્ટ્રેસમાંની એક છે. કહેવાય છે કે તેણી એક એપિસોડના 90,000થી 1.5 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

image source

થોડા સમય પહેલાં જ્યારે સુશાંતનું મૃત્યુન નહોતું થયું ત્યારે અંકિતા આટલી ચર્ચામાં નહોતી આવી પણ સુશાંતની આત્મહત્યા બાદ તેણી ખૂબ ચર્ચામા આવી હતી. તેણીએ આ દરમિયાન સુશાંતના પરિવારને પણ ખૂબ આશ્વાસન આપ્યું હતું. અને સુશાંતની બહેનોને પણ સુશાંતને ન્યાય અપાવવાની માંગમાં પણ તેણીએ તેમને ખૂબ સાથ આપ્યો હતો. ત્યાર બાદ મિડિયા સતત અંકિતાની એક એક પોસ્ટ તેમજ એક એક પ્રેઝન્સ પર ધ્યાન આપવા લાગ્યું છે અને તેની નાનામાં નાની મૂવમેન્ટ પણ સમાચાર બની જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version