પ્રેગનન્સી પછી Shweta Tiwari એ આ રીતે કર્યુ પરફેક્ટ ફિગર, જાણો એક્ટ્રેર્સનું Weight Loss Secrets

મિત્રો, હાલ પ્રવર્તમાન સમયમા ફિટનેસના માર્ગને અનુસરવુ જરાપણ સરળ નથી. આ માટે તમારે સંતુલિત આહાર અને નિયમિત કસરત કરવાની જરૂર છે. નિષ્ણાતો એવું માને છે કે, કોરોના વાયરસનો રોગચાળો અને લોકડાઉનને કારણે લોકોના મગજ તંદુરસ્તી વિશે વિચારતા થયા છે.

image source

આ કારણોસર જ હાલ લોકો ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર ફીટ અને તંદુરસ્ત રહેવા માટેની ટીપ્સ શોધતા થયા છે ત્યારે આજે આ લેખમા તમને એક એવી વ્યક્તિ વિશે જણાવીશું કે, જેણે ફિટનેસને પોતાનો જીવનમંત્ર બનાવી લીધો છે, આજે જ જાણો.

image source

ટીવીની જાણીતી એક્ટર શ્વેતા તિવારીએ પણ આ મંત્રને પોતાના જીવનમાં લાવી હતી. અભિનેત્રી શ્વેતા તિવારીએ તાજેતરમાં જ પોતાની કેટલીક તસવીરો સાથે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવ્યો હતો જેમાં તે પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

image source

શ્વેતા તિવારીએ વર્ષ ૨૦૧૬મા બીજા બાળકને જન્મ આપ્યો હતો. તાજેતરમા જ સામે આવેલી તસવીરોમાં શ્વેતાને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. ફક્ત એટલું જ નહીં શ્વેતાને જોઈને તેના ચાહકોને પણ ખુબ જ પ્રેરણા મળી રહી છે. શ્વેતા છેલ્લા ત્રણ વર્ષથી પોતાની ફિટનેસ માટે સતત મહેનત કરી રહી છે.

image source

બે વખત માતા બન્યા બાદ શ્વેતાએ પોતાના વ્યસ્ત કામના શેડ્યૂલમાંથી સમય કાઢીને પોતાના શરીર પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. મીડિયા રિપોર્ટ્સ મુજબ, શ્વેતા તિવારીએ પરફેક્ટ ફિગર મેળવવા માટે પોતાના ફૂડ પર ખૂબ નજીકથી કામ કર્યું હતું અને સેટ પર પણ જે કંઈ પણ ખાતી હતી તેની દેખરેખ રાખી હતી.

image source

આ અભિનેત્રીના ખોરાકમાં કાર્બ્સ, પ્રોટીન અને ચરબીનું ખૂબ સારું સંયોજન છે. આ ઉપરાંત શ્વેતા આખો દિવસ પોતાને હાઇડ્રેટેડ રાખવા માટે પુષ્કળ પાણી પીવે છે. તેમને તાજા ફળોનો રસ અને નાળિયેર પાણી પીવાનું પણ ગમે છે. મીડિયાના અહેવાલ મુજબ શ્વેતા તિવારી જ્યારે શૂટિંગ નથી કરતી ત્યારે તેના શરીર પર વધુ મહેનત કરે છે.

image source

તેણી એવુ માને છે કે, ફિટ અને હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવવા માટે તમારે યુવાન થવાની જરૂર નથી. તમે કોઈપણ ઉંમરે ફિટનેસ પર કામ કરી શકો છો અને તે હંમેશાં તમને સકારાત્મક પરિણામો આપે છે. માટે જો તમે પણ તમારા શરીરને હુષ્ટ-પુષ્ટ અને નીરોગી બનાવી રાખવા ઈચ્છતા હોવ તો એક તમારા રોજીંદા જીવનમા નિયમિતતા લાવો અને ભોજન તથા કાર્યો વચ્ચે એક સંતુલન બનાવીને રાખો તો તમારુ સ્વાસ્થ્ય એકદમ સ્વસ્થ રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!