કોરોના દર્દીઓની સારવાર માટે બે શીખ ડોક્ટરોએ કાપી દાઢી, બીજી આ વાતો જાણીને તમને પણ થશે ગર્વ

માનવતાનું ઉદાહરણ! બે શીખ ડોકટરોએ કોરોના દર્દીઓની સારવાર માટે દાઢી કાપી

image source

કોરોના વાઈરસ અર્થવ્યવસ્થાને બરબાદ કરી રહ્યું છે, બીજી બાજુ લોકોની પરીક્ષા પણ લઇ રહ્યું છે. આમ તો માણસ સામાજિક પ્રાણી કહેવાય છે, પરંતુ અત્યારના દિવસોમાં કોરોનાથી બચવા માટે માણસ હાલ સામાજિક દૂરી અપનાવી રહ્યો છે. આ મહામારીથી આપણી રહેવાની અને ખાવાપીવાની આદતો બદલાઈ રહી છે. આ સાથે જ આપણે વર્ષો જૂની નમસ્તેની પરંપરાને ફરી અપનાવી રહ્યા છીએ. આ સંકટના કારણે સામાજિક ટેવો પણ બદલાઈ રહી છે. આવો જોઈએ એ ટેવમાં કેનેડામાં રહીને ડોક્ટરો તરીકે ફરજ બજાવતા બે શીખ ભાઇઓ પોતાનામાં કેવી રીતે બદલાવ લાવી રહ્યાછે.

image source

કેનેડામાં રહેતા બે શીખ ડોકટર ભાઈઓએ કોરોનાવાયરસ ચેપગ્રસ્ત દર્દીઓની સારવાર માટે દાઢી કાપવાનું નક્કી કર્યું છે. કોરોના (કોવિડ – 19) દર્દીઓની સારવાર માટે માસ્ક પહેરવુ ફરજિયાત છે અને આ દરમિયાન શીખ ડોકટરોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, બંને તબીબોએ માનવતા અને સેવાને શીખ ધર્મનો આધાર ગણાવીને દર્દીઓની સારવાર માટે દાઢી કાપી નાંખવાનું નક્કી કર્યું છે. તમને જણાવી દઇએ કે દાઢી એ શીખ ધર્મમાં આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે.

શીખ ધર્મમાં દાઢી અને માથાના વાળ કાપવામાં આવતા નથી. આવી સ્થિતિમાં, આ મુશ્કેલ નિર્ણય લેવાથી બંને ભાઈઓની સેવા કરવાની ભાવના દર્શાવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મોન્ટ્રીયલના રહેવાસી ચિકિત્સક ડો. સંજીતસિંહ સલુજા અને તેના ન્યુરોસર્જન ભાઈ ડો. રણજિત સિંહ મેકગિલ યુનિવર્સિટી હેલ્થ સેન્ટર (MUHC) માં કાર્યરત છે. કેનેડિયન મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે મોન્ટ્રીયલમાં સ્થિત ચિકિત્સક સંજીતસિંહ સલુજા અને તેના ન્યુરોસર્જન ભાઈ રણજીતસિંહે ધાર્મિક સલાહકારો, પરિવાર અને મિત્રોનો સંપર્ક કર્યા પછી દાઢી કપાવવાનું નક્કી કર્યું. મેકગિલ યુનિવર્સિટી હેલ્થ સેંટર (એમયુએચસી) એ એક નિવેદન બહાર પાડીને કહ્યું, ‘શીખ હોવાને કારણે તેની દાઢી તેમની ઓળખનો મહત્વપૂર્ણ ભાગ છે, પરંતુ તેણે માસ્ક પહેરવાનું મુશ્કેલ બનાવ્યું છે. ખૂબ વિચાર કર્યા પછી, તેઓએ દાઢી કાપવાનો મુશ્કેલ નિર્ણય લીધો.

ન્યુરોસર્જન છે રણજીતસિંહ

image source

તેઓ એમયુએચસીમાં ન્યુરો સર્જન તરીકે કામ કરે છે, તેમણે કહ્યું, “અમે કામ ન કરવાનું પસંદ કરી શક્યું હોત, કોવિડ દર્દીઓ જોવાની ના પાડી શક્યા હોત, પરંતુ તે ચિકિત્સક તરીકે લેવામાં આવેલી શપથ અને સેવાના સિદ્ધાંતોની વિરુદ્ધ હતું. એમયુએચસી વેબસાઇટ પર પોસ્ટ કરેલા વીડિયો સંદેશમાં તેમણે આ વાત કહી. સલુજાએ કહ્યું, ‘તે અમારા માટે ખૂબ જ મુશ્કેલ નિર્ણય હતો, પરંતુ અમને સમજાયું કે હાલના સમયમાં તે સૌથી અગત્યની બાબત છે.’

image source

મોન્ટ્રીયલ ગેઝેટના સમાચારો અનુસાર ડો.સંજીતસિંહ સલુજાએ કહ્યું હતું કે, આ નિર્ણયથી મને ખૂબ જ દુ:ખ થયું હતું. આ મારી ઓળખનો એક ભાગ હતો. જ્યારે હું સવારે ઉઠીને અરીસાને જોઉં છું ત્યારે મને આઘાત લાગે છે. મને ખૂબ જ અલગ લાગે છે. ” તેણે કહ્યું, ‘મુખ્યત્વે મેં અને મારા ભાઈએ આ કર્યું. મારો ભાઈ ઈચ્છતો હતો કે આપણે તેને શાંતિથી કરીએ. તેને કોઈ પણ પ્રકારની પ્રસિદ્ધિ જોઈતી નહોતી. આ ડોક્ટરોને જોઇને ખરેખર એમ લાગે છે કે તેઓ ભગવાન નથી પરંતુ ભગવાન પોતે જ ડોક્ટરો બનીને કોરોના વાયરસ્થી દુનિયાને બચાવવા આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત