બહુ જ કામની છે સિલિકાની આ નાનકડી પોટલી, ક્યારેય ન ફેંકતા…

નવા બૂટ, બેગ, ઈલેક્ટ્રોનિક્સ આઈટમ ખરીદતા સમયે તેમાંથી એક નાનકડી પોટલી નીકળે છે, જેને આપણે બેકાર સમજીને ફેંકી દઈએ છીએ.

image source

હીકકતમાં, તે સિલિકા જેલનું પેકેટ છે. આ જેલ સિલિકોન ડાયોક્સાઈડથી બનેલી છે, જે હવામાં રહેલા મોઈશ્ચરાઈજરને સોકવાનું કામ કરે છે. તેનાથી બૂટની વાસ દૂર કરવા ઉપરાંત અનેક પ્રકાર ઉપયોગ કરી શકાય છે. તો આજે જાણીએ સિલિકા જેલના પાઉચનો ઉપયોગ.

મેકઅપ બેગ ફ્રેશ રાખો

image source

તમારી મેકઅપ કીટને હંમેશા ફીટ રાખવા માટે સિલિકા જેલના પાઉચમાં તેને રાખી દો. તે સામાનની વધુ પડતી નરમાશ સોકી લે છે અને મેકઅપ પ્રોડક્ટ ચિપચિપા નહિ થાય.

જિમ બેગની વાસ દૂર કરો

image source

સિલિકા બેગ બંધ વસ્તુમાં થતી વાસને કારણે પેદા થતા બેક્ટેરિયાને દૂર કરવાની ક્ષમતા રાખે છે. આ પાઉચને જિમ બેગમાં રાખવાથી સામાન ફ્રેશ રહે છે અને વાસ નથી આવતી.

બુક શેલ્ફનું ધ્યાન રાખશે

image source

તમે આ પોટલની મદદથી તમારા પુસ્તકોનું પણ ધ્યાન રાખી શકો છો. કબાટમાં પડ્યા પડ્યા પુસ્તકો થો઼ડા સમય બાદ પીળા પડવા લાગે છે. આવું હવામાં નરમાશને કારણે થાય છે. જેને કારણે પુસ્તકોમાંથી વાસ આવવા લાગે છે. તેનાથી બચવા માટે બુક શેલ્ફમાં સિલિકા જેલનું પાઉચ રાખી દો.

ચાંદીના વાસણો

image source

નરમાશને કારણે ચાંદીના વાસણો થોડા સમય બાદ કાળા પડવા લાગે છે. તે ટાર્નિશથી બચવા માટે સિલિકા જેલનુ પેકેટ તેમાં રાખી દો. તે હવામાં રહેલી નરમાશને સોકી લેશે અને વાસણોની ચમક બનાવી રાખશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત