Site icon News Gujarat

4 મિત્રને સિમેન્ટના ટ્રકે કચડ્યા તો JCBની મદદથી મૃતદેહો કાઢવા પડ્યા, સેનામાં ભરતી માટે કરી રહ્યા હતા તૈયારીઓ..

સેનામાં ભરતી માટે તૈયારી કરી રહેલા 4 મિત્રને સિમેન્ટના ટ્રકે કચડ્યા,JCBની મદદથી મૃતદેહો કાઢવા પડ્યા

હાલમાં સમગ્ર રાજ્ય કોરોના મહામારી સામે લડી રહ્યું છે. લોકલ સંક્રમણ વધતા કેસોની સંખ્યામાં પણ ખુબજ વધારો જોવા મળ્યો છે. દરરોજ 15થી વધુ લોકો કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. જોકે એનાથી પણ વધારે લોકોના રોડ અકસ્માતના કારણે મોત નિપજ્યાં છે. નેશનલ ક્રાઈમ બ્યૂરોના આંકડા અનુસાર, રાજ્યમાં દરરોજ સરેરાશ 20 જેટલા લોકો અકસ્માતના કારણે મોતને ભેટે છે.

છેલ્લા 1 વર્ષની વાત કરીએ તો, 2019માં રાજ્યમાં કુલ 16503 રોડ અકસ્માત નોંધાયા છે જેમાથી 7428 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજ્યના અકસ્માતોની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે. ત્યારે રાજસ્થાનમાં એક રોડ અકસ્માત થયો છે. રાજસ્થાનના નાગોરમાં એક માર્ગ અકસ્માતમાં 4 મિત્રોના કમકમાટીભર્યાં મોત નિપજ્યા છે. ચારેય મિત્ર એકજ બાઈક પર સવારી કરી જઈ રહ્યા હતા.

image source

હાઈવે પર સિમેન્ટની બેગથી ભરેલી ખૂબ જ ઝડપથી આવી રહેલી ટ્રકે ટક્કર મારી દીધી હતી. ટક્કર વાગતા બાઈક અને ચારેય મિત્રો નીચે પડી ગયા હતા,જેમની ઉપર ટ્રકના ટાયર ફરી વળ્યા હતા. આ ઘટનામાં ચારેય મિત્રના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. આ ઘટના કેટલી ભયાનક હતી તે એ વાત પરથી અંદાજ લગાવી શકાય છે કે કેટલાક કલાકો બાદ મૃતદેહોને બહાર કાઢી શકાયા હતા. ઘટના બાદ ટ્રાઈવર ટ્રક છોડીને ભાગી ગયો હતો.

આ ઘટના બુધવારે સાંજે લગભગ 8 વાગે નાગોરના ડેગાના-ખાટૂ હાઈવે પર લંગોડ પાસે આ ઘટના થઈ હતી. દુર્ઘટનામાં રાહુલ(17), સાંવરારામ (23), સોનુ (22) અને અરવિંદ (21)ના મોત નિપજ્યા હતા. આ ચારેય મિત્રો એક બાઈક પર જઈ રહ્યા હતા. આ મિત્રો કોઈના લગ્ન પ્રસંગમાં ભાગ લઈ પરત ફરી રહ્યા હતા.

image source

દુર્ઘટના બાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મોડી રાત્રે જેસીબીની મદદથી ટ્રક વચ્ચે ફસાયેલા મૃતદેહોને કાઢ્યાં. આજે સવારે તમામ મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરવા માટે પરિવારોને સોંપી દેવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. અકસ્માત થયો તે રસ્તા પર લોહીલુહાણ જોતાં હાજર લોકોની આંખ ભીની થઈ ગઈ હતી. અકસ્માતના પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો.

અરવિંદ ત્રણેયને છોડી પોતાના ગામ જવાનો હતો

જાણકારી પ્રમાણે અરવિંદ લગ્નમાં ભાગ લીધા બાદ તેના બાઈકમાં તેના ગામ રાવલિયાવાસ છોડવા જઈ રહ્યો હતો અને ત્યારબાદ તે પોતાના ગામ જવાનો હતો. પણ માર્ગમાં તેના બાઈકની ટ્રક સાથે ટક્કર થઈ ગઈ. માહિતી મળતા જ મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે આવી ગયા હતા. ત્રણ મૃતક એક જ ગામ રાવલિયાવાસના રહેવાસી હતા.

image source

બાઈક, સ્કૂટર તેમજ એક્ટિવા જેવા ટુ-વ્હીલરના સૌથી વધુ અકસ્માત

રોડ પર બેદરકરીપૂર્વક વાહન ચાલતા તેમજ રોડ પર સ્ટંડ કરતા યંગસ્ટરોના કારણે અકસ્માતની સંખ્યા સતત વધી રહી છે. 2018ની સરખામણીએ 2020-21માં અકસ્માતની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. હેવી વ્હીકલની સરખામણીએ બાઈક, સ્કૂટર તેમજ એક્ટિવા જેવા ટુ વ્હીલરના અકસ્માત વધારો નોંધાયા છે. જેમાં ખાસ કરીને અમદાવાદમાં અકસ્માતનું પ્રમાણ વધ્યું છે.

ગત વર્ષે કુલ 16503 રોડ અકસ્માત નોંધાયા હતા. જેમા 7428 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા જ્યારે 15,976 લોકોને સામાન્યથી ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version