ગુુજરાતના આ વિસ્તારના લોકોને સિંહ સાથે છે અનોખી દોસ્તી, સિંહનું મૃત્યુ થતા લોકો કરે છે અંતિમ સંસ્કાર

સાસણગીર એટલે કે જુનાગઢમાં ગીર ક્ષેત્રને વર્ષ ૧૯૬૫ દરમિયાન અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું હતું, જો કે આ પહેલા અહીના સિંહો સાથે માલધારી પરિવારો રહેવા હેવાયા થઇ ગયા હતા. જો કે વર્ષ ૧૯૬૫માં આ ક્ષેત્રને અભયારણ્ય તરીકે જાહેર કરાયા પછી ૧૯૭૦ આસપાસ ગીરમાં રહેતા માલધારીઓને ત્યાંથી ખસેડીને અન્ય જગ્યાએ વસાવવાની હિલચાલ આરંભી દેવામાં આવી હતી. ગીરમાં પછી હારું થઇ હતી રીસર્ચ વર્કની શરૂઆત. આ સમયે ગીરમાં સિંહ પર સૌથી પહેલા અભ્યાસ કરવા માટે પોલ જોસલીન અહી આવ્યા હતા. પોલ જોસલીને પોતાના આ રીસર્ચના અભ્યાસ દરમિયાન એક માલધારી ચારણ જીણા નાના ઠાકરિયાને સાથે રાખ્યો હતો.

શક્તિશાળી સિંહ તરીકે ટીલીયાની ખુબ બોલબાલા

image source

આ બધું શરુ થયું ત્યારે ગીરમાં ૧૯૫૫-૬૦ દરમિયાનના સમયમાં એક સિંહની બોલબાલા હતા. એ સમયગાળામાં એટલે કે ગીરના ઇતિહાસના સૌથી શક્તિશાળી સિંહ તરીકે ટીલીયા નામના સિંહની ખુબ ચર્ચાઓ હતી. આ સિંહ એટલો સશક્ત હતો કે પુખ્તવયની ભેંસનો શિકાર કરીને એને જ્યારે ડોકથી ઢસડીન લઇ જતો ત્યારે ભેંસનું શરીર પણ જમીનને અડકવા દેતો ન હતો. માત્ર ભેંસના પગના લીટા જ જમીન પર રહી જતા. આવી અદ્ભુત તાકાત ધરાવતા સિંહનું ગીર સાક્ષી છે. જો કે આવા કદાવર અને શક્તિશાળી સિંહને ભારત સરકારે વર્ષ ૧૯૬૦ દરમિયાન ટપાલ ટીકીટ પ્રસિદ્ધ કરીને સન્માન પણ આપેલું

ટીલીયો શક્તિશાળી અને જીણાભાઇનો હેવાયો

image source

આ ટીલીયો જેટલો શક્તિશાળી હતો એટલો જ પાછો જીણાભાઇનો હેવાયો પણ હતો. કહેવાય છે કે આ ટીલીયો નાનો હતો, ત્યારથી જ એની મા ગંગા જીણાભાઇ સાથે ખૂબ જ આત્મીયતા ધરાવતી હતી. એમની વચ્ચે એવી મિત્રતા હતી કે જીણાભાઇ સૂતાં હોય તો તેની પડખે આવીને સૂઇ જાય. એક કિસ્સો એવો છે કે એક વાર ટીલીયો નાનો હતો અને રમતો રમતો જીણાભાઇ સુતા હતા એમના પડખામાં ભરાઈ ગયો હતો. આ વાતની ખબર જીણાભાઇને રહી ના હતી અને ટીલીયો એમના હાથ નીચે આવી જય રાડો પાડવા લાગ્યો હતો. ટીલીયાનો આ અવાજ સાંભળીને એની મા ગંગા સફાળી બેથી થઇ અને પંજો જીણાભાઇની છાતી પર મુકીને ત્રાડ પાડી ઉઠી હતી. આમ છતાં જીણાભાઇએ માથા પરથી હાથ હટાવ્યા વગર જ મીંચેલી આંખે કહ્યું હતું કે, ‘એય ગંગા… તુય શું પણ… આ તો હું છું જીણો…’ અને ગંગાએ તરત જ પગ પાછો લઇ લીધો હતો.

સમસ્ત ગીરના માલધારીઓ સાથે આત્મીયતા

image source

મળતી માહિતી પ્રમાણે જીણાભાઈ જ્યારે પણ જંગલમાં જતાં હતા, ત્યારે એમને જોઇને જુવાન ટીલીયો એમને મળવા માટે દોડી આવતો હતો. આ સિવાય જીણાભાઈના કેટલાક એવા કિસ્સાઓ પણ છે, જ્યાં તેઓ ટીલીયા ઉપરાંત એમના જાણીતા ઘણા સિંહોની કેશવાળીમાંથી ચોટેલ ગિંગોડીયો ખેંચીને કાઢતા જોવા મળતા હતા. સિંહ સાથે આ પ્રકારનો હતો જીણાભાઇનો સબંધ. જો કે આવા દાખલા માત્ર જીણાભાઈને લઈને જ નથી પણ આ સિવાયના સમસ્ત ગીરના માલધારીઓનો પણ રહ્યો છે.

જીણાભાઈ આ અધ્યયનમાં મહત્વના પાત્ર હતા

image source

ઉલ્લેખનીય છે કે રીસર્ચ માટે આવેલા પોલ જોસલીન એ ગીરમાં ૯ થી ૧૦ વર્ષ સુધી રોકાયા હતા. એમનાં આ અધ્યયન દરમિયાન જીણાભાઈ એમના સહાયક રહેલા. જો જીણાભાઈને કહેવામાં આવે કે એક અઠવાડિયું આ જ સિંહ સાથે રહેવાનું તો એ એમ જ કરતા અને સાથે જ રહેતા. આ સાથમાં એમણે બધું જ નોધવાનું રહેતું કે એ સિંહ શું ખાય છે? ક્યા જાય છે? અને કેટલો શિકાર કરે છે? આમ જીણાભાઈ એ આ અધ્યયનમાં મહત્વના પાત્ર હતા જે સતત ૧૫- ૧૫ દિવસો સુધી જંગલમાં સિંહની પાછળ પડેલા રહેતા હતા.

બકરાના બચ્ચા માટેની આ ઝડપ કેમેરામાં કેદ

image source

આપને જણાવી દઈએ કે જોસલીન દ્વારા કરવામાં આવેલા અંતિમ અધ્યયન સમયે એમણે જીણાભાઇને એક બકરાનું બચ્ચું લઈને જંગલમાં બેસવા કહ્યું હતું, પણ શરત એ હતી કે એમણે આ સાવજને ખાવા નોહ્તું દેવાનું. જો કે અ અધ્યયનના ભાગરૂપે ડેટા લેવામાં આવવાનો હતો એમ કહેવાતા જીણાભાઇ પણ બકરાના બચ્યાંને લઈને જંગલમાં સિંહો સામે બેસી રહ્યા હતા, એમના જાગતા એકેય સાવજે એ બચ્ચું દબોચવાની હિંમત કરી ન હતી પણ જ્યારે એમને ઝોંકુ આવ્યું તો સિંહે બકરાના બચ્ચાને દબોચી લીધું હતું. આ બકરું સાવજ ખેંચે તો ખરા પણ આ બાજુથી જીણાભાઇ એમ થોડું એમને આપી દેતા હોય, બકરાના બચ્ચા માટેની આ ઝડપ જોસલીનના કેમેરામાં આવી ગઈ હતી, જે પછીથી એમણે પોતાના થેસીસમાં ઓફિસીયલી પ્રકાશિત કરી હતી.

સિંહનું મૃત્યુ થાય તો, અંતિમ સંસ્કાર કરવામાં આવે છે

image source

સિંહો સાથેના આવા સબંધ માત્ર લોકવાયકા નહિ આપણા સાહિત્ય અને ઇતિહાસમાં પણ જોવા મળે છે. આવા ઉત્તમ દ્રષ્ટાંતો ઝવેરચંદ મેઘાણીના સાહિત્યમાં પણ જોવા મળ્યા છે. પછી એ ચારણ કન્યા કવિતા હોય કે સૌરાષ્ટ્રની રસધારમાં આલેખાયેલ ‘સાવજની ભાઈબંધી’ હોય, એમાં સિંહ સાથેના આવા સબંધ જોવા મળે છે. જો કે કવિઓએ ગીર, સિંહ અને માલધારીઓના સગપણને ખુબ વધાવ્યું છે. આ વિસ્તારમાં સિહ સાથેના લોકોના એટલા ઘાઢ સબંધ જોવા મળે છે કે અહી જો કોઈ સિંહનું મૃત્યુ થાય, તો એના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે અને એમના બેસણા પણ રાખવામાં આવે છે. આ વિસ્તારના માલધારી રીતસર શોક પાળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત