જોઇ લો તસવીરોમાં ટીવીની આ અભિનેત્રીઓ રિયલ લાઇફમાં છે સગી બહેનો

ટેલિવૂડની આ અભિનેત્રીઓ છે વાસ્તવમાં બહેનો – અને આ ટેલિસ્ટારની બહેન તો છે એક જાણીતી બોલીવૂડ અભિનેત્રી

image source

અત્યાર સુધી આપણે એ તો સારી રીતે જાણતા હતા કે ઘણા બધા બોલીવૂડ સ્ટાર્સ એકબીજાના સગા છે અને કેટલાક તો સીધો જ લોહીનો સંબંધ ધરાવે છે. અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સગાઓ પર પહેલી પસંદગી ઉતારવા માટે તેમની અવારનવાર સોશિયલ મિડિયા પર નિંદા પણ કરવામા આવે છે. પણ તેની પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે. પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ખાસ વાત એ છે કે તમે કોઈના ગમે તેટલા સગા કેમ ન હોવ છેવટે તો તમારી ટેલેન્ટ જ તમને સ્ટાર બનાવે છે બીજું બધું બાજુ પર રહી જાય છે.

image source

પણ આજે અમે તમને બોલીવૂડના ભાઈ-બહેનો કે બહેન-બહેન કે ભાઈ-ભાઈ કે પછી પિતા-પુત્ર વિષે નથી જણાવવા જઈ રહ્યા પણ આજે અમે તમને ટેલીવૂડ એટલે કે આપણા ટેલીવિઝન પર આવતી વિવિધ સિરિયલોમાં અભિનય કરતી અભિનેત્રીઓની બહેનો કે જેઓ પણ અભિનય ક્ષેત્રમાં છે તે વિષેની જાણકારી લઈને આવ્યા છીએ. આજે માત્ર બોલીવૂડની અભિનેત્રીઓ જ નહીં પણ ટેલીવૂડ એટલે કે ટેલિવિઝનની અભિનેત્રીઓ પણ લાખો-કરોડોનું ફેન ફોલોઈંગ ધરાવે છે. પણ આમાંની કેટલીક અભિનેત્રીઓ વાસ્તવમાં એકબીજાની બહેનો છે તે ઘણા ઓછા લોકો જાણતા હશે. તો ચાલો જાણીએ કઈ કઈ ટીવી અભિનેત્રીઓ એકબીજાની બહેનો છે.

દિશા પરમાર – જૂહી પરમાર

image source

થોડા વર્ષો પહેલાં સ્ટાર પ્લસ પર આવતી કુમકુમ સિરિયલથી લોકોના ઘરેઘરે જાણીતી બનેલી જૂહી પરમાર ટેલિવિઝન અભિનેત્રી દિશા પરમારની બહેન છે. છેલ્લે જૂહી પરમાર બિગબોસમાં જોવા મળી હતી અને તેણી બિગબોસની વિજેતા પણ બની હતી. જૂહીએ ટેલિવિઝન એક્ટર સચિન શ્રોફ સાથ લગ્ન કર્યા હતા જો કે 2018માં તેમણે છૂટ્ટા છેડા લઈ લીધા હતા.

દીયા ચોપરા અને રોશની ચોપરા

image source

રોશની ચોપરાએ પોતાની ટેલિવિઝન કેરિયરની શરૂઆત એકતા કપૂરની સિરિયલ કસમ સેમાં જોવા મળી હતી. થોડા સમય પહેલાં તેણીએ આઈપીએલની સિઝન પણ હોસ્ટ કરી હતી. તમને એ પણ જણાવી દઈએ કે રોશની રિયાલિટિ શોઝમાં વધારે જોવા મળી છે. હવે વાત કરીએ તેની બહેન દીયા ચોપરાની તો તેણીએ કલર્સ પર આવતી લોકપ્રિય સિરિયલ ના આના ઇસ દેશ લાડો તેમજ મનકી આવાઝ પ્રતિજ્ઞામાં કામ કર્યું છે.

શનાયા ઇરાની અને શિવાંગી જોશી

image source

શિવાંગી જોષીએ ટેલિવિઝન પર આવતી જાહેર ખબરોથી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. પણ છેલ્લા ઘણા સમયથી તેણી યે રિશ્તા ક્યા કેહલાતા હૈમાં મુખ્ય પાત્ર નાયરાને ભજવીને લોકપ્રિય બની ગઈ છે. શિવાંગી માત્ર 20 જ વર્ષની છે અને ખૂબ જ નાની ઉંમરમાં તેણીએ સફળતાનો સ્વાદ ચાખી લીધો છે. અને આજે તે ટેલિવિઝનની ટોચની અભિનેત્રીઓમાં સ્થાન ધરાવતી થઈ ગઈ છે. તો વળી તેણીની કઝીન સિસ્ટર શનાયા ઇરાની તેણી કરતાં ઘણી પહેલાં ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશી હતી અને સિરિયલ ઇસ પ્યાર કો ક્યા નામ દૂથી લોકપ્રિય બની ગઈ હતી. આ બન્ને અભિનેત્રીઓ મૂળે કઝિન સિસ્ટર્સ છે.

આરતી સિંઘ – રાગિની ખન્ના

image source

રાગિની ખન્નાએ 2008માં સ્ટાર પ્લસની લોકપ્રિય સિરિયલ સસુરાલ ગેંદા ફૂલથી અભિનય ક્ષેત્રે લોકપ્રિયતા મેળવી હતી. આ સિરિયલથી તેણી ઘરે-ઘરે જાણીતી બની ગઈ હતી. જો કે આ પહેલાં તેણી સ્ટાર વન પર રાધા કી બેટીયાંમાં પણ અભિનય કરી ચૂકી છે. જો કે છેલ્લા ઘણા સમયથી તે ટેલિવઝન પર જોવા નથી મળી પણ તેણી વેબસિરિઝમાં સતત જોવા મળી છે. થોડા સમય પહેલાં તેણીને પોશમ પા વેબસિરિઝમાં ખૂબ પસંદ કરવામાં આવી હતી. બીગબોસની છેલ્લી સિઝનમાં ભાગ લેનારી આરતી સિંહ રાગીની ખન્નાની કઝીન છે. તમને એ પણ જણાવી દઈએ કે આરતી સિંહ કોમેડિયન ક્રિષ્ના અભિષેકની પણ બહેન છે. આ ત્રણે કલાકારો બોલીવૂડ સુપર સ્ટાર ગોવિંદા સાથે પણ સંબંધ ધરાવે છે.

ફલક નાઝ અને શફાક નાઝ

image source

ફલક નાઝ ઇન્ડિયન ટેલિવિઝનની લોકપ્રિય અભિનેત્રી છે. તેણીએ ટેલિવિઝનના ઘણા બધા શોઝમાં કામ કર્યું છે. ફલક કલર્સ ટેલિવિઝનની લોકપ્રિય સિરિયલ સસુરાલ સિમરકામાં જાહ્નવીની ભુમિકા ભજવતી જોવામાં આવી હતી. ફલક નાઝની બહેન શફાક નાઝ પણ ટેલિવિઝનમાં છેલ્લા ઘણા સમયથી અભિનય કરી રહી છે.

તનુશ્રી દત્તા અને ઇશિતા દત્તા

image source

ઇશિતા દત્તા જાણીતી બોલીવૂડ અભિનેત્રી તનુશ્રી દત્તાની બહેન છે. ઇશિતા ટેલિવિઝન તેમજ ફિલ્મોમાં પણ ઘણીવાર જોવા મળી છે. તેણીએ તાજેતરમાં ટેલિવિઝનના જાણીતા એક્ટર વત્સલ શેઠ સાથે લગ્ન કર્યા છે. વત્સલ શેઠ ખૂબ જ નાની ઉંમરથી ટેલિવિઝન ક્ષેત્રે અભિનય કરતો આવ્યો છે. છેલ્લે તે સ્ટારપ્લસની લોકપ્રિય સિરિયલ યે રાસ્તે પ્યાર કે હૈ સિરિયલમાં જોવા મળ્યો હતો. તનુશ્રી દત્તા થોડા સમય પહેલા મી ટૂ મૂવમેન્ટ તેમજ તેણે નાના પાટેકર પર લગાવેલા આરોપોને કારણે ચર્ચામાં રહી હતી. ઇશિતા દત્તાએ સુપર હીટ ફિલ્મ દ્રિશ્યમમાં અજય દેવગનની દત્તક લીધેલી પુત્રીનું પાત્ર ભજવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત