‘રામાયણ’ની ‘સીતા’એ શેર કરેલી આ જૂની તસવીર જોઇને તમે પણ ઓળખવામાં થાપ ખાઇ

ટીવીની ‘સીતા’ દીપિકા ચિખલીયાએ તેના જન્મદિવસ પર તેના સ્કૂલના દિવસોની તસવીર શેર કરી હતી, જે ઓળખવી પણ મુશ્કેલ હતી!

image source

લોકડાઉનને કારણે, ઘણા ટીવી શો ફરીથી નાના સ્ક્રીન પર પાછા ફર્યા છે, એટલે કે, ઘણા એવા ટીવી શો છે જે ફરીથી ટેલિકાસ્ટ થઈ રહ્યા છે. આ કાર્યક્રમોની ટોચ પર રામાનંદ સાગરની “રામાયણ” છે. આજે અમે તમને રામાયણ અને ‘સીતા’ વિશે જણાવીશું.

દીપિકા ચિખલીયાએ ‘રામાયણ’માં સીતાની ભૂમિકા ભજવી હતી, લોકો હજી પણ તેમને રામાયણની ‘ સુપરસ્ટાર ‘ માને છે. દીપિકાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘શૂટિંગ દરમિયાન ખૂબ જ ગરમી અને ભેજ હતો કારણ કે ત્યાં એસી જેવી સગવડો નહોતી. અમે બધા ઝવેરાતથી શણગારેલી મૂર્તિઓની જેમ અમારા સુંદર પોશાકમાં ફરતાં હતાં. સેટ પર ૨૦૦ થી ૩૦૦ લોકો હંમેશા હાજર રહેતા હતાં.

image source

રામાયણ’માં સીતાની ભૂમિકા નિભાવી રહેલી દિપિકા ચિખલીયા ૨૯ એપ્રિલે પોતાનો ૫૫ મો જન્મદિવસ ઉજવ્યો હતો. જન્મદિવસ નિમિત્તે દીપિકાએ તેના મિત્રો સાથે જૂનો ફોટો શેર કર્યો છે. આ તસવીરમાં દીપિકાને ઓળખવી પણ મુશ્કેલ છે. આ તસવીરની સાથે દીપિકાએ એક કેપ્શન પણ મૂક્યું છે જે હેડલાઇન્સ બનાવી રહ્યું છે. દીપિકાની આ તસ્વીર તેના સ્કૂલના દિવસોની છે. તસવીરમાં દીપિકા એક બાળકને પકડી રહી છે, જ્યારે તેની નજીક એક મિત્ર તેની બાજુમાં બેઠી છે.

image source

આ તસવીર દીપિકાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે. આ સિવાય દીપિકાએ ઇંસ્ટાગ્રામ સ્ટોરી પર કેટલાક વીડિયો પણ શેર કર્યા છે. આ વીડિયોમાં અભિનેત્રી કેક બનાવતી જોવા મળી રહી છે. કેક બનાવ્યા બાદ દીપિકા ચિખલીયાએ કેકની તસવીર પણ પોસ્ટ કરી છે. તસવીરમાં આ કેક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. કેકની તસવીર શેર કરતા દીપિકાએ લખ્યું – ‘આખરે મેં આજે કેક બનાવી. ચાનો સમય … કેકની રેસીપી મારી ઇન્સ્ટા સ્ટોરી પર છે.

 

View this post on Instagram

 

A post shared by Dipika (@dipikachikhliatopiwala) on

‘રામાયણ’માં લક્ષ્મણની ભૂમિકા નિભાવનારા સુનિલ લાહિરીએ દીપિકાની કેકની પોસ્ટ પર ટિપ્પણી કરી છે. સુનિલ લાહિરીએ લખ્યું- ‘બહેતરીન, જોઇને મોંઢામાં પાણી આવી ગયું.’ દીપિકા સોશિયલ મીડિયા પર લોકડાઉન દરમિયાન કેટલીક તસવીરો શેર કરીને સતત તેના ચાહકો સાથે વાતચીત કરી રહી છે. ‘રામાયણ’ના ફરીથી પ્રસારણ પછી દીપિકાની લોકપ્રિયતા વધી.

image source

‘રામાયણ’માં રાવણની હત્યા કર્યા પછી, ‘ ઉત્તર રામાયણ’ની સિક્વલ બતાવવામાં આવી રહી છે. આ શોમાં બતાવવામાં આવ્યું છે કે સીતાએ લવ કુશને જન્મ આપ્યો છે અને તે ઋષિમુનિ પાસેથી સંગીતનું શિક્ષણ લઈ રહ્યા છે. દીપિકાએ કહ્યું હતું કે, ‘રામાયણનો છેલ્લો એપિસોડ ૩૧ જુલાઈ, ૧૯૮૮ના રોજ પ્રસારિત થયો હતો. દીપિકાના જણાવ્યા મુજબ રામાયણની વાર્તા અને પાત્રો એટલા સુંદર અને અસરકારક હતા કે લોકો હજી પણ તેમને ઓળખે છે, તેમને માન આપે છે.

image source

‘રામાયણ’ ભારતમાં એટલી લોકપ્રિય થઈ ગઈ હતી કે જ્યારે તેનો એપિસોડ આવવાનું શરૂ થાય, તો પછી જે જ્યાં હોય, તે ત્યાં જ ઊભા રહી જતાં અને બધું થંભી જતુ. તેમના જેવા કલાકારો તે સમયે ભગવાનની જીવંત મૂર્તિ સમાન હતાં.