વર્ષોથી ભારતના આ 254 જેટલા ગામના લોકો જીવી રહ્યા છે લોકડાઉન જેવી પરિસ્તિથિમાં, કારણ જાણીને તમને પણ લાગશે નવાઇ

દેશમાં હાલ લોકડાઉનનો સમય ચાલી રહયો છે અને સરકાર તથા વહીવટી તંત્ર કોરોના વાયરસ સામે લડી રહ્યા છે અને લોકોને બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા અપીલ કરાઈ રહી છે. બીજી બાજુ લોકોને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

image source

જો કે એક વિસ્તાર એવો પણ છે જ્યાં વર્ષોથી લોકડાઉન જેવી પરીસ્તીથી છે. ભારત – બાંગ્લાદેશ સરહદ પર સ્થિત કેટલાય ગામો છેલ્લા કેટલાય સમયથી સતત લોકડાઉન જેવી પરીસ્તીથીનો સામનો કરી રહ્યા છે. અસલમાં આ ગામો નો મેન્સ લેન્ડ પર અને આંતરરાષ્ટ્રીય સરહદની કાંટાળા તારની બીજી બાજુએ આવેલા છે.

અહીંના લોકોને પહેલા નિયત સમય સુધી આંતરરાષ્ટ્રીય કાંટાળા વાડમાંથી પસાર થઈને આવ-જા કરવાની છૂટ હતી પરંતુ હવે કોવીડ-19 વાયરસના કારણે તેઓને બહાર જવા-આવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જયારે અતિ આવશ્યક સમયમાં ફક્ત બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો જ તેઓને આવવા-જવાની અનુમતિ આપે છે.

image source

અસલમાં આ વિસ્તાર દેશના ભાગલાઓ પડ્યા કારણે અસ્તિત્વમાં આવ્યો છે. પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશની સરહદ પર સ્થિત આવા 254 ગામો છે જેમાં રહેનારા લગભગ 70 હજાર લોકો ઘણા સમયથી લોકડાઉન જેવી પરીસ્તીથીમાં જીવન વિતાવી રહ્યા છે.

દેશના ભાગલાના સમયે રેડક્લિફ આયોગને સરહદો નક્કી કરવાની જવાબદારી સોંપવામા આવી હતી પરંતુ આ આયોગના પ્રમુખ સર રેડક્લિફ પહેલા ક્યારેય ભારત આવ્યા જ ન હતા અને તેઓને ભારત વિષે બહુ જાણકારી પણ ન હતી. આવા સંજોગોમાં તેઓએ જે અજબ-ગજબ રીતે સરહદોની વહેંચણી કરી તેનું નુકશાન આજદિન સુધી અહીંના લોકો ભોગવી રહ્યા છ.

image source

ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને જે તે સમયના પૂર્વી પાકિસ્તાન (હાલમાં બાંગ્લાદેશ) ની આંતરરાષ્ટ્રીય સરહદે સેંકડો ગામો એવા છે જેનો અડધો ભાગ પૂર્વી પાકિસ્તાનમાં ગણાયો અને બાકીનો અડધો ભારતમાં ગણવામાં આવ્યો. આટલેથી અટકતું હોત તો પણ સારું હતું પરંતુ પરીસ્તીથી એવી છે કે અહીંના અમુક ઘરો એવા છે જેનો એક ઓરડો ભારતમાં છે તો બીજો ઓરડો પૂર્વી પાકિસ્તાન એટલે કે બાંગ્લાદેશમાં.

image source

નોંધનીય છે કે ભારત સાથે જોડાયેલી બાંગ્લાદેશની સરહદ 4096 કિલોમીટર લાંબી છે અને તે પૈકી 2216 કિલોમીટરની સરહદ બંગાળના ઉત્તરથી દક્ષિણ સુધીના 10 જિલ્લાઓમાં અડકે છે. સરહદો પર કાંટાળા તારની વાડ લગાવી દીધા બાદ અંદાજે 254 ગામોના લગભગ 70 હજાર લોકો વાડની બીજી બાજુએ રહી ગયા. આ લોકો માટે વાડમાં રાખવામાં આવેલા ખાસ દરવાજા નિયત સમય માટે જ ખોલવામાં આવે છે. આવી પરીસ્તીથી વચ્ચે આ લોકો વર્ષોથી જીવન વિતાવી રહ્યા છે.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત