પંચમહાલમાં 6 માસના બાળક જીત્યું કોરોના સામે જંગ, ઘરે આ રીતે થયું સ્વાગત

કોરોના વાયરસનો પ્રકોપ દેશભરની સાથે ગુજરાતમાં પણ ભયંકર રીતે વધી રહ્યો છે. દેશમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા હોય તેવા રાજ્યમાં ગુજરાત મોખરે છે.

image source

તેવામાં રાહતના સમાચાર એ પણ છે કે ગુજરાતમાં રિકવરી રેટ વધી રહ્યો છે. અહીં મૃત્યુ પામનાર દર્દી કરતાં વધારે મોટો આંકડો સ્વસ્થ થનાર લોકોનો છે. રાજ્યમાં રોજ મોટી સંખ્યામાં લોકો સ્વસ્થ થઈ રહ્યા છે.

તાજેતરમાં જ પંચમહાલમાં પણ એક બાળક કોરોનાને હરાવી સ્વસ્થ થતાં લોકોને નિરાશા વચ્ચે આશાનું કિરણ મળ્યું છે. પંચમહાલ જિલ્લાના હાલોલ સ્થિત લીમડી ફળીયામાં રહેતા એક પરીવારનું 6 માસનું બાળક કોરોનાની ચપેટમાં આવી ગયું હતું. આ બાળક મુહમ્મદ હસનેન છે. જો કે હવે તે સ્વસ્થ થયું છે અને તેને ઘર પરત મોકલી દેવામાં આવ્યું છે. જ્યારે બાળક હોસ્પિટલથી ઘરે ગયું ત્યારે લોકોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

image source

જ્યારે આ બાળકનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યારે લોકોમાં દુખની લાગણી પ્રસરી હતી અને લોકોને ચિંતા હતી કે તેનું શું થશે. બાળકને સારવાર માટે વડોદરાના ગોત્રી હોસ્પિટલે ખસેડવામાં આવ્યું હતું. રાજ્યના સૌથી નાની ઉંમરના કોરોનાગ્રસ્ત બાળકને જોઈ સારવાર કરનારા તબીબો પણ ભાવુક થયા હતા.

image source

જો કે કોરોના શું, તેની ભયંકરતા શું તે તમામ બાબતોથી અજાણ તેવું આ બાળક હોસ્પિટલમાં પણ હંમેશા હસતું રહેતું હતું. તેની સારવાર કરતાં આરોગ્યકર્મીઓ પણ તેના નિર્દોષ હાસ્ય પર વારી જતા હતા. આ બાળક સાથે હોસ્પિટલ સ્ટાફનો અનેરો લાગણીનો સંબંધ બંધાયો હતો. તેને જોઈ ડોક્ટરો પણ કોરોનાના ભયથી મુક્ત થઈ જતા હતા. ડોક્ટરોએ પ્રેમથી આ બાળકને લિટલ કોરોના નામ આપ્યું છે.

image source

સારવાર બાદ જ્યારે આ બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો ત્યારે તબીબી સ્ટાફ પણ ભાવવિભોર થઈ ગયો હતો. બાળકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી તો તેના ઘરે પણ તેનું સ્વાગત ભવ્ય રીતે કરવામાં આવ્યું. બાળક જ્યારે તેના ફળીયામાં પહોંચ્યું ત્યારે તેના પર ફૂલોની વર્ષા, તાળીઓના ગળગળાટ સાથે તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત