સ્કીન કેર માટે ખાસ છે આ હોમમેડ મોઈશ્ચરાઈઝર્સ, શિયાળામાં સ્કીન દેખાશે કમાલ

શિયાળાના દિવસોમાં ખાસ કરીને સ્કીન સૂકી હવાના કારણે ફાટવા લાગે છે અને બેજાન બને છે. આ સમયે તેને વધારે પોષણ અને ચિકાશની જરૂર રહે છે. આ માટે બજારથી વધારે મોઇશ્ચર મેળવવાના અનેક પ્રયાસ તમે કરો છો. આજે અમે આપને જણાવી રહ્યા છીએ કે બજારના મોઇશ્ચરને વધારે ગ્રીસી અને ઓઇલી કઇ રીતે બનાવી શકાય. એ પણ એવી રીતે કે જે તમારી સ્કીનને નુકશાન ન કરે. આ ચીજો અનેક સમયથી આપણે વાપરી જ રહ્યા છીએ પરંતુ નવી પ્રોડક્ટ્સને વાપરવાના ચક્કરમાં તેને ભૂલી જઈએ છે. અત્યારે બદલાતી સીઝનમાં સ્કીન ઝડપથી ખરાબ થઈ રહી છે ત્યારે તમારે આ નેચરલ પ્રોડક્ટસની મદદ લઈને તેને સંભાળી લેવાની જરૂર છે. તો તમે પણ આજે જ આ દેશી ઉપાયો અજમાવી લો અને સાથે જ તમારી સ્કીનને નરમ, સુંદર બનાવી લો.

તો આજે જાણો 5 ટિપ્સ જે તમારી સ્કીનને અનુરૂપ બને છે અને સ્કીનની કેર કરે છે…

ગ્લિસરીન કરશે તમારી મદદ

image source

ઘરના મોઇશ્ચરાઇઝરમાં ગ્લિસરીનના ટીપાં મિક્સ કરો અને વધારે મોઇશ્ચર મેળવો. તેમાં ગુલાબજળ અને લીંબુનો રસ મિલાવી ઘટ્ટ કરો, રાતે ઉપયોગમાં લો. જો તમે તેને રાતના સમયે સ્કીન પર લગાવી રાખશો અને સવારે ચહેરો ધોઈ લો તો ફેસ ચમકવા લાગશે. સાથે હાથ અને પગની ત્વચા પર તેને લગાવવાથી તે સુંદર બની જાય છે.

નારિયેળ તેલથી મળશે લાભ

image source

નારિયેળ તેલ પોતે જ પોતાનામાં જ બેસ્ટ મોઇશ્ચરાઇઝર છે. સીધું ન વાપરવું ગમે તો તેને તમારા મોઇશ્ચરાઇઝર સાથે મિક્સ કરીને તેને વધારે ચિકાશવાળું બનાવી શકો છો. નારિયેળ તેલ ત્વચાની સારી રીતે કેર કરી શકે છે અને સ્કીનને ગ્લોઈંગ અને સ્મૂધ બનાવે છે.

વેસેલીન કરશે સ્કીનની કેર

image source

નારિયેળ તેલની સાથે વેક્સને પીગળાવો અને ઘરે જ એક ચોખ્ખું વેસેલીન તૈયાર કરો. તે ત્વચાને ફાટવાથી બચાવે છે અને લોશનની જેમ પણ વાપરી શકાય છે.

બટરનો આ રીતે કરો પ્રયોગ

શિયા બટર કે કોકોઆ બટર મોઇશ્ચરાઈઝરને પોષણયુક્ત અને ચિકાશવાળું બનાવે છે. આ સિવાય દૂધની મલાઇ સારી છે. રાતે તેનો ઉપયોગ કરવો સારો છે.

પેટ્રોલિયમ જેલી પણ કરે છે મદદ

image source

હોઠ, કોણી, એડીની શુષ્કતા હટાવવા માટે વપરાય છે. તે ત્વચા પર સુરક્ષા પરતનું કામ કરે છે અને તેને ફાટવાથી બચાવે છે. તમે દિવસમાં ગમે ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત