Site icon News Gujarat

શ્લોકા મહેતા દેખાઈ બહેન સાથે ડાન્સ કરતી, દીપા મહેતાએ કર્યો વીડિયો શેર, જોઈને તમને પણ આવશે આનંદ

અંબાણી પરિવારના લાડકા દીકરા આકાશ અંબાણી અને મહેતા પરિવારની લાડકી દીકરી શ્લોકા મહેતા વર્ષ 2019માં લગ્ન બંધનમાં બંધાયા હતા. બન્નેના લગ્ન કોઈ તહેવારથી જરાય ઓછા નહોતા. આ બન્ને પહેલા શ્લોકા મહેતાની બહેન ડિયા મહેતાએ અમિત જાતિયાં સાથે વર્ષ 2017માં લગ્ન કર્યા હતા. દિયા અને અમીટના લગ્ન બહરિનના મનામાંમાં શાહી અંદાજમાં થયા હતા જેમાં બિઝનેસ જગતથી લઈને બૉલીવુડ સુધીના જાણીતા લોકો હાજર હતા.

image soucre

શ્લોકા મહેતાએ પોતાની બહેન દિયાના લગ્નના ખૂબ જ ધમાલ કરી હતી. ડાન્સ કરવાથી લઈને ટ્વીનિંગ કરવા સુધી શ્લોકાએ પોગની બહેનના લગ્ન સાથે જોડાયેલા પોતાના દરેક સપનાને પૂરું કર્યું હતું, જેના પરથી અંદાજો લગાવી શકાય છે કે બન્ને બહેનો એકબીજાને કેટલો પ્રેમ કરે છે. હાલમાં જ દિયા મહેતા જાતિયાંએ સોશિયલ મીડિયા પર એક સુંદર વિડીયો શેર કર્યો છે જેમાં બન્ને બહેનોનો મજબૂત સંબંધ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

દિયા મહેતા જાતિયાએ 1લી ઓગસ્ટ 2021ના રોજ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સુંદર વિડીયો શેર કર્યો છે આ વિડીયામાં જોઈ શકાય છે કે પહેલા દિયા અને શ્લોકા બેડ પર ઉછળતી કૂદતી ડાન્સ કરે છે અને પછી બન્ને ઓશિકાથી એકબીજાને મારવા લાગે છે. આ દરમિયાન બન્નેનો ખાસ બોન્ડ સ્પષ્ટ જોઈ શકાય છે. આ વીડિયોની સ્પેશિયલ વાત એ છે કે એમાં શ્લોકા અને દિયા એક સરખા ડ્રેસમાં દેખાઈ રહી છે. બન્નેએ પ્રિન્ટેડ ડ્રેસ પહેરેલા છે જેમાં બન્ને ખૂબ જ સુંદર લાગી રહી છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

image soucre

વિડીયો શેર કરતા દિયા મહેતાએ લખ્યું છે કે સિસ્ટર સિસ્ટર ,ફેઈલ થયા વગર દરરોજ મારો એક કોલ. ત્યારે પણ મેચિંગ હતું અને આજે પણ મેચિંગ છે. દિયા દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયો પર એમની લાડકી બહેન શ્લોકએ કમેન્ટ કરતા સીબલિંગસ ઇમોજી મૂકી છે.।

image soucre

એ સિવાય દિયાએ પોતાના ઇન્સ્ટા હેન્ડલ પર પોતાના લગ્નના પણ અમુક ફોટા શેર કર્યા છે જેમાં એ પોતાની ગર્લ ગેંગ સાથે કેમેરા માટે પોઝ આપતી દેખાઈ રહી છે. પહેલા ફોટામાં દિયા, શ્લોકા, ઈશા અંબાણી સહિત ઘણી છોકરીઓ પોતાના હાથથી હાર્ટ શેપ બનાવતી દેખાય છે. તો બીજા ફોટામાં બધી લેડીઝ હસતા દેખાઈ રહી છે.

image soucre

છેલ્લા ફોટામાં બધા પોતાના હાથથી ચહેરો છુપાવતા દેખાઈ રહ્યા છે. આ સાથે જ દિયાએ કેપ્સનમાં લખ્યું છે કે અને જે છોકરીઓ વગર હું એક દિવસ પણ નથી રહી શકતી. બેસ્ટ હોવા માટે આભાર… તમને દરરોજ યાદ કરું છું.

image soucre

મહેતા પરિવારની વાત કરીએ તો બિઝનેસમેન રસેલ અરુણ મહેતા રોઝી બ્લુ ઇન્ડિયાના મેનેજીંગ ડાયરેકટર છે જેમના લગ્ન જવેલરી ડિઝાઈનર મોના મહેતા સાથે થયા છે. રસેલ અને મોનાને એક દીકરો વિરાજ મહેતા અને બે દીકરીઓ દિયા મહેતા અને શ્લોકા મહેતા છે.

image soucre

વિરાજના લગ્ન ગ્રેટ ઇસ્ટર્ન શિપિંગ કંપનીના માલિક ભરત શેઠની દીકરી નિશા સાથે થયા છે. વિરાજ અને નિશાને બે દીકરીઓ છે. તો શ્લોકાએ વર્ષ 2019માં આકાશ અંબાણી સાથે લગ્ન કર્યા છે અને આ કપલને એક દીકરો છે જેનું નામ પૃથ્વી છે.

Exit mobile version