21 વર્ષના કરિયરમાં ફક્ત એ ગીત રહ્યું હિટ, શુ બિગ બોસમાં બદલાશે શમિતા શેટ્ટીની કિસ્મત?

ટીવી ઇન્ડસ્ટ્રીમાં સૌથી કોન્ટ્રોવરશિયલ શો બિગ બોસ જોવા માટે બધા લોકો તૈયાર થઈ જાવ. દર વખતની જેમ આ વખતે પણ આ શોમાં જાણીતા સેલેબ્સ આવ્યા છે. શો સંપૂર્ણપણે નવી સિઝન સાથે તૈયાર છે.

image soucre

કરણ જોહર આ શોને હોસ્ટ કરશે. ફિલ્મમેકરની ઘરમાં એન્ટ્રી થઈ ચૂકી છે. હાલના સમયમાં ઓટીટી પર ઘરની ઝલક બતાવવામાં આવી રહી છે, જેને ખુદ કરણ બતાવી રહ્યા છે. ઘરના દરેક ખૂણાને ખૂબ જ સુંદરતાથી તૈયાર કરવામાં આવ્યો છે.

image soucre

આ વખતે શોમાં ઘણા બધા ફેરફાર કરવામાં આવ્યા છે. ઘરમાં ઘણા બધા રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઓટીટી પ્લેટફોર્મ પર આ શો 6 અઠવાડિયા સુધી ટેલિકાસ્ટ કરવામાં આવશે. એ પછી આ શો ટીવી પર પ્રસારિત થવાનું શરૂ થશે.

image soucre

બિગ બોસ હાલના સમયમાં કરણનું પણ સ્વાગત કરી રહ્યા ક્ષહે. એક પછી એક કન્ટેસ્ટન્ટની એન્ટ્રી થઈ ચૂકી છે. એમાં શમિતા શેટ્ટીનું નામ પણ સામેલ છે. શમિતા શેટ્ટી ગ્લેમરનો તડકો લગાવવા માટે તૈયાર છે. શમિતા શેટ્ટી હિન્દી સિનેમા જગતની જાણીતી અભિનેત્રી છે. એ શિલ્પા શેટ્ટીની નાની બહેન છે. જો કે એમનું ફિલ્મી કરિયર એકદમ ફ્લોપ રહ્યું છે. તમને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટી ઇન્ટરનેશનલ રિયાલિટી શો બિગ બ્રધરની ટ્રોફી પોતાને નામ કરી ચુકી છે જ્યાં એક્ટ્રેસને રેસિઝમનો શિકાર પણ થવું પડ્યું હતું.

image soucre

શમિતા શેટ્ટીએ આમ તો ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કર્યો છે. સાથે જ એ મનીષ મલ્હોત્રાના અન્ડરમાં ઇન્ટરનશીપ કરતી હતી. મનિષે જ એમને એક્ટિંગમાં હાથ અજમાવવાની સલાહ આપી હતી. વર્ષ 2001માં શાહરુખ ખાનની ફિલ્મ મોહબ્બતેમાં શમિતા શેટ્ટીએ કરિયરની શરૂઆત કરી હતી.

image soucre

નવાઈની વાત એ રહી છે કે શમિતા શેટ્ટીને પહેલી ફિલ્મ માટે બેસ્ટ ડેબ્યુ એક્ટ્રેસ તરીકે આઇફા એવોર્ડ મળ્યો હતો. ફિલ્મનું એક ગીત સરારા સરારા ખૂબ જ હિટ થયું હતું. એ રાતોરાત સ્ટાર બની ગઈ હતી પણ એમને અસલી ઓળખ વર્ષ 2005માં મળી.

image soucre

ફિલ્મ ઝહરમાં એમની એક્ટિંગને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. એમને ઇમરાન હાશ્મી સાથે ખૂબ જ ગ્લેમરસ પોઝ આપ્યા હતા. તમને જણાવી દઈએ કે શમિતા શેટ્ટી છેલ્લીવાર ફિલ્મ બ્લેક વિડોઝમાં દેખાઈ હતી જે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મ સક્સેસફુલ નહોતી રહી.

image soucre

તમને જણાવી દઈએ કે શમિતા શેટ્ટી બિગ બોસ ઓટીટીનો ભાગ બની છે પણ શમિતા શેટ્ટી 10 વર્ષ પહેલાં પણ બિગ બોસનો ભાગ બની હતી પણ થોડા જ કલાકોમાં ઘરમાંથી બહાર થઈ ગઈ હતી. શમિતા શેટ્ટી શોમાં ખૂબ જ કન્ફ્યુઝડ દેખાઈ રહી હતી. તમને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસમાં અરેસ્ટ થયા છે જેના કારણે શમિતા શેટ્ટી પણ ચર્ચામાં આવી છે.

image soucre

હવે એ જોવું રસપ્રદ રહેશે કે ઘરની અંદર હાજર બધા કન્ટેસ્ટન્ટ શમિતા શેટ્ટી પણ બીજા કેવા પ્રકારના સવાલોનો વરસાદ કરે છે.