આ સ્માર્ટફોનના ફિચર્સ વાંચીને તમને પણ તરત થઇ જશે લાવવાની ઇચ્છા, જોઇ લો તસવીરોમાં

આજની ગજબ ટેકનોલીજી દ્વારા બનાવવામાં આવ્યો છે આ અદભૂત સ્માર્ટ ફોન.

image source

આમ તો સ્માર્ટ ફોન એ આપણા જીવનનું અવિભાજ્ય અંગ બની ગયું છે. આવા સમયે આવ્યો છે એક એવો અદભૂત ફોન જેના વિષે જાણી તમે આશ્ચર્યચકિત થઈ જશો. એના વિષે વધારે જાણતા જશો તેમ તેમ તમારું મોઢું આશ્ચર્યથી ખુલ્લું રહી જશે.

ગજબનો છે આ સ્માર્ટ ફોન galaxy Foid ૨

સાઉથ કોરિયાની સ્માર્ટ ફોન બનાવનારી કંપની સેમસંગે આ વર્ષની શરૂઆતમાં જ પોતાની ફ્લેગશીપ S૨૦ સીરિઝની આ ડિવાઇસ લોન્ચ કરી દીધી છે.

image source

કંપની દર વર્ષે કરે છે તે મુજબ ૨૦૨૦ માં હવે પોતાની નિત સિરિઝ અને એક ફોલ્ડેબલ એટલે કે વાળી શકાય તેવો સ્માર્ટ ફોન પણ લોન્ચ કરવાની છે. અત્યારે કોરોના વાયરસના સંક્રમણને કારણે ઘણા બધા સ્માર્ટફોનના લોન્ચ ઇવેંટ કેન્સલ થયા છે અથવા તો હાલ પૂરતા ટાળવામાં આવ્યા છે. જો કે સેમસંગ કંપનીનો આવો કોઈ ઇરાદો નથી. કંપની પોતાની ગેલેક્સી નોટ ૨.૦ સીરિઝના ફોન્સ અને ફોલ્ડેબલ ગેલેક્સી foid ૨ પોતે નક્કી કરેલ સમયે જ લોન્ચ કરવા જઈ રહી છે.

image source

ધ કોરિયન હેરાલ્ડના એક રિપોર્ટમાં લખ્યું છે કે સેમસંગ કંપની પોતાની ડીવાઇસિસ લોન્ચ કરવા જઈ રહી છે. આવનાર ઓગસ્ટમાં તે પોતાના લોન્ચ ઈવેન્ટના શિડ્યુલ જાહેર કરશે. જો કે હાલમાં એ વાતનું કોઈ કન્ફર્મેશન નથી આવ્યું કે સેમસંગ દર વર્ષની જેમ રેગ્યુલર રૂબરૂ થઈ ફિઝિકલ લોન્ચ ઇવેંટ રાખશે કે પછી ઓનલાઈન વર્ચ્યુઅલ ઇવેંટમાં પોતાની ડિવાઇસ લોન્ચ કરશે. ગેલેક્સી નોટ ૨.૦ યઅ વર્ષે સેમસંગ દ્વારા લોન્ચ કરવામાં આવેલી મોટી જાહેરાત હોઈ શકે છે અને એની સાથે જ સેમસંગ ગેલેક્સી Foid ૨ લોન્ચ થઈ શકે છે.

image source

નવા સ્માર્ટ ફોનમાં કંપની nochવાળો ડિસ્પ્લે આપે તેવી અટકળો લગવાઈ રહી છે. ગેલેક્સી નોટ ૨ માં સેમસંગ qualcom નું લેટેસ્ટ સ્નેપડ્રેગન ૮૬૫ પ્રોસેસર આપી શકે છે તેવું અનુમાન ચાલી રહ્યું છે. દર વર્ષે જેમ સેમસંગ નોટ સિરિઝના મોડેલ લોન્ચ કરે છે તેમ આ વર્ષે પણ સેમસંગ ગેલેક્સી s૨૦ સીરિઝના ત્રણ નવા સ્માર્ટ ફોન મોડલ લોન્ચ થવાની શક્યતા છે. તદુપરાંત સેમસંગ નવો ફોલ્ડેબલ સ્માર્ટફોન ગલેક્સી foid ૨ પણ આ સિરીઝની સાથે લોન્ચ કરે તેવી પૂરી શક્યતા છે. આ સ્માર્ટ ફોનમાં ૭.૭ ઇચની સ્ક્રીન ડિસ્પ્લે હશે તેવું માનવામાં આવે છે. મળેલી ખબર સાચી માનીએ તો આ સ્માર્ટ ફોનમાં કંપની ઇન-ડિસ્પ્લે કેમેરા પણ આપવાની છે. લોન્ચ થતી વખતે આ સ્માર્ટ ફોન તમને અચંબિત કરી દેશે એ વાત તો નક્કી છે.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત