Site icon News Gujarat

સ્માર્ટફોન અને સ્માર્ટ TV બાદ હવે બજારમાં આવી ગયા છે સ્માર્ટ ફેન, જે આટલી બધી રીતે થાય છે કન્ટ્રોલમાં…

વધી રહેલી ટેકનોલોજીની સાથે સાથે બજારમાં હવે જબરદસ્ત ફીચર્સથી સજ્જ વિવિધ પ્રોડક્ટ અને ખાસ કરીને હોમ એપ્લાયન્સ લોન્ચ થઈ રહ્યા છે. આ આધુનિક ઉપકરણોને કારણે આપણા જીવનના અનેક રોજિંદા કામો પણ ઝડપી થઈ ગયા છે. સ્માર્ટફોન, સ્માર્ટ TV બાદ હવે બજારમાં સ્માર્ટ ફેન એટલે કે સ્માર્ટ પંખા પણ મળતા થઈ ગયા છે.

image source

વળી, આ સ્માર્ટ ફેનની કિંમત પણ બહુ મોંઘી લાગે તેવી નથી. આ સ્માર્ટ ફેનને તમે તમારા સ્માર્ટફોન અને વોઇસ વડે જ સ્પીડ કન્ટ્રોલ અને બંધ પણ કરી શકો છો. જો તમે હજુ સુધી જુના અને જુનવાણી સિસ્ટમ ધરાવતા પંખા વાપરતા હોવ અને તેનાથી કંટાળી નવી આધુનિક ઢબના પંખા નાખવા માંગતા હોવ તો આ આર્ટિકલ તમારે ખાસ વાંચવા જેવો છે.

Atomberg Efficio Smart Fan

image source

શાનદાર લુક ધરાવતા આ સ્માર્ટફેનને તમે પ્રખ્યાત બિઝનેસ સાઇટ ફ્લિપકાર્ટ પરથી માત્ર 2599 રૂપિયામાં ખરીદી શકો છો. ભાવની દ્રષ્ટિએ આ એક સારો સ્માર્ટ ફેન છે અને આ સ્માર્ટ ફેનને તમે રિમોટ દ્વારા કન્ટ્રોલ કરી શકો છો. આ સ્માર્ટ ફેનને તમે તમારા સ્માર્ટફોન સાથે કનેક્ટ નથી કરી શકતા. 5 સ્પીડ ધરાવતા આ ઓટોમબર્ગ એફિસીઓ સ્માર્ટ ફેનમાં તમને 1200 mm સાઈઝની બ્લેડ સ્વિપ મળશે.

Ottomate Smart Fan

image source

લાવા ઇન્ટરનેશનલના સબ બ્રાન્ડ ઓટ્ટોમેટના સ્માર્ટ સિલિંગ ફેનની કિંમત 3999 રૂપિયા છે. આ સ્માર્ટ ફેન બ્લુટુથ સપોર્ટ સાથે આવે છે જેના દ્વારા તમે તમારા સ્માર્ટફોનથી સ્માર્ટ ફેનને ચાલુ અથવા બંધ કરી શકો છો. આ માટે તમારે તમારા ફોનમાં પ્લે સ્ટોરમાંથી Ottomate નામની એપ ડાઉનલોડ કરવી પડશે જેમાં તમને કેટલાક મોડ પણ મળશે જેને તમે પસંદગી અનુસાર સિલેક્ટ કરી શકો છે. જેના દ્વારા તમે ફેનની સ્પીડને 10 ગણી વધારી શકો છો. એટલું જ નહીં આ એપમાં એક મેન્યુઅલ મોડ છે જેને સેટ કર્યા બાદ તમે તમારા રૂમનું તાપમાન અને હ્યુમીડિટી કેવું છે તે હિસાબે ફેનની સ્પીડ સેટ કરી શકો છો.

Orient Remote Wendy Smart Fan

image source

ઓરિયન્ટ કંપનીનો રિમોટ કન્ટ્રોલ વાળો સ્માર્ટ ફેન એમેઝોન પર ફક્ત 3400 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ સ્માર્ટ ફેનને રિમોટ દ્વારા કન્ટ્રોલ કરી શકાય છે. આ સ્માર્ટ ફેનને 5 સ્પીડ સુધી વધારી શકાય છે અને તેના પાંખડા એટલે કે બ્લેડ સ્વીપની સાઈઝ 1200 mm ની છે. બ્લેક ગોલ્ડ કલરમાં ઉપલબ્ધ એવા ઓરિયન્ટનો આ સ્માર્ટ ફેન દેખાવમાં ઘણો.સ્ટાઈલિશ લાગે છે. આ સ્માર્ટ ફેન વોઇસ કમાન્ડ સપોર્ટ નથી કરતો.

Orient Electric Ecotech Plus Smart Fan

image source

ઓરિયન્ટના આ સ્માર્ટ ફેનની કિંમત ફક્ત 2600 રૂપિયા છે. આ સિલિંગ સ્માર્ટ ફેનને તમે રિમોટ વડે કન્ટ્રોલ કરો શકો છો અને તેને 5 સ્પીડ સુધી વધારી શકાય છે. આ શાનદાર સ્માર્ટ ફેન બ્રાઉન કલરમાં ઉપલબ્ધ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version