વાહ રે રાજનીતિની કરામત, નિર્ભયાકાંડમાં મનમોહન સિંહને બંગડી મોકલનાર સ્મૃતિ ઈરાની આજે હાથરસ કેસ વિશે બોલ્યા કે…

હાલમાં એક જ મામલે દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે કે આખરે હાથરસ મામલે પાપીઓને કેમ સજા નથી મળતી અને આવા કેસો ભારતમાં ક્યારે અટકશે. પક્ષના અને વિપક્ષના બન્ને નેતાઓ આ મામલે સામે આવીને બોલી રહ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે હાથરસમાં બનેલી ઘટના અંગે કેન્દ્રનાં મહિલા અને બાળવિકાસમંત્રી સ્મૃતિ ઈરાનીએ ગાંધીનગર ખાતે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે હાથરસમાં જે ઘટના બની છે એ નિંદનીય છે. આ ઘટનામાં યોગીસરકારે CBI તપાસના આદેશ આપ્યા છે અને SITની રચના કરવામાં આવી છે.

image source

આ બાબતે કંઈપણ બોલવું અયોગ્ય છે

ઈરાનીનું કહેવું છે કે આ પ્રકારની ઘટનામાં રાજકારણ થાય એ વ્યાજબી નથી. આ કેસમાં તપાસ ચાલી રહી છે અને સરકારના એક મંત્રી હોવાને કારણે આ બાબતે કંઈપણ બોલવું અયોગ્ય છે. SITના રિપોર્ટના આધારે જે પણ અધિકારી જવાબદાર હશે તેની સામે પગલાં ભરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં કમલમ ખાતે પત્રકાર પરિષદમાં જ્યારે હાથરસ મુદ્દે સવાલ કરવામાં આવ્યો ત્યારે સ્મૃતિ ઇરાનીએ આ બધી વાતો કરી હતી.

image source

કોઇપણ નિવેદન કરીશ તો એ બેજવાબદાર ગણાશે

ઈરાનીએ વાત કરી હતી કે, યુપી સરકાર આ મુદ્દે સીબીઆઈને તપાસનો આદેશ કરી ચૂકી છે, સીબીઆઇ તેમા તપાસ કરી રહી છે. હવે સીબીઆઈની તપાસ ચાલી રહી છે ત્યારે હું સરકારનું પ્રતિનિધિત્વ કરી રહી હોવાથી આ મુદ્દે કોઇપણ નિવેદન કરીશ તો એ બેજવાબદાર ગણાશે. આ મદ્દે સૌથી પહેલા સીબીઆઇને તેનું નિવેદન કરવા દો. હું મહિલા અને બાળવિકાસ મંત્રાલયની મંત્રી છું કાયદો અને વ્યવસ્થા જોવાનું કામ મારા હાથમાં નથી. પણ મારા કાર્યક્ષેત્રમાં રાષ્ટ્રીય મહિલા પંચ આવે છે, જે અત્યારે દેશમાં મહિલાઓ અત્યાચારને લગતા 7 હજારથી વધુ કેસમાં સક્રીય પણે કાર્યરત છે.

image source

રિપોર્ટ આવ્યા પછી જ હું આ મામલે કાંઇપણ ટીપ્પણી કરી શકીશ

ઈરાનીએ આગળ જણાવ્યું કે, આ મામલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સાથે મે વાત કરી લીધી છે અને તેમણે મને આશ્વાસન આપ્યું છે કે આ મુદ્દે કોઇ શેહ શરમ નહીં ચલાવાય અને હાથરસ કાંડના ગુનેગારોને આકરામાં આકરી સજા કરવામાં આવશે. રાષ્ટ્રીય મહિલા પંચ પાસે મે આ ઘટના અંગે તપાસનો રિપોર્ટ માગ્યો છે ગમે તે ઘડીએ મારી સમક્ષ એ રિપોર્ટ આવી જશે અને એ રિપોર્ટ આવ્યા પછી જ હું આ મામલે કાંઇપણ ટીપ્પણી કરી શકીશ. મે મુખ્યમંત્રી સાથે જ્યારે હાથરસ પીડિતાને કઇ રીતે ન્યાય મળશે એ અંગે પ્રશ્ન કર્યો ત્યારે તેમણે મને જણાવ્યું છે કે SITના રિપોર્ટ બાદ આમાં જે પણ જવાબદાર હશે પછી એ અધિકારી હશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

image source

નિર્ભયાકાંડ વખતે તો સ્મૃતિ ઈરાનીને ખુબ ખોટું લાગ્યું હતું

ઉલ્લેખનીય છે કે, 2012માં દિલ્હીમાં બનેલા નિર્ભયાકાંડ બાદ ભાજપ દ્વારા પ્રચંડ વિરોધ કરાયો હતો. એ સમયની યુપીએ સરકાર અને વડાપ્રધાન મનમોહન સિંહ સામે સવાલો ઉભા કર્યા હતા. એ સમયે ભાજપનાં નેતા સ્મૃતિ ઈરાનીએ મહિલાઓની સુરક્ષા કરવામાં સરકાર નિષ્ફળ હોવાનું કહી મનમોહન સિંહને બંગડીઓ મોકલી હતી. આજે જ્યારે યુપીમાં અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે ત્યારે હાથરસમાં બનેલી ઘટના અંગે સવાલો કરવામાં આવી રહ્યા છે ત્યારે કેન્દ્રીય મહિલા અને બાળકલ્યાણમંત્રી સ્મૃતિ ઈરાની આ પ્રકારની ઘટના અંગે રાજકારણ ન થવું જોઈએ એમ કહી રહ્યાં છે. તો લોકોમાં પણ આ સાંભળીને સ્મૃતિ ઈરાની પ્રત્યે ફિટકાર વરસાવી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત