એલર્ટ : 4 કરોડથી વધુ લોકોએ 2020માં ડાઉનલોડ કરી લીધી છે આ ખતરનાક એપ
સ્માર્ટફોનની એપ્સમાં વાયરસ હોવાની ખબરો સતત આવતી રહે છે. પરંતુ તાજેતરનો એક નવો રિપોર્ટ ચિંતા વધારનાર છે.

નવા રિપોર્ટમાં કહેવાયું છે કે મૈલિશયસ મોબાઈલ એપની કુલ સંખ્યા ગત વર્ષની પહેલી ત્રિમાસીની સરખામણીમાં 2020ની પહેલી ત્રિમાસીમાં બમણી થઈ ગઈ છે. પરંતુ આ રિપોર્ટમાં તેનાથી પણ વધારે ખતરનાક વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે. સાયબર સિક્યોરિટી ફર્મએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે 2020ની સૌથી ખતરનાક એપ snaptube છે અને તેને 40 મિલિયન એટલે કે 4 કરોડ લોકોએ ડાઉનલોડ કરી છે.

સ્નેપટ્યુબને ચાઈનાની એક કંપની મોબીયુસ્પેસએ બનાવી છે. રિપોર્ટ અનુસાર આ એપ ફોનમાં ડાઉનલોડ થયા બાદ કોઈપણ જાતની પરમીશન વિના જ યૂઝર્સને પ્રીમિયમ સર્વિસ માટે સાઈન ઈન કરી દે છે. આ સિવાય તે એડ ક્લિક એક્ટિવિટી પણ કરી શકે છે. જેમાં તે વિજ્ઞાપનોને જાતે જ ડાઉનલોડ કરે છે અને તેના પર ક્લિક પણ કરી દે છે.

આ એપ હોય તેવા ફોનની ગેલેરીમાં પહેલાથી જ હોય તેવી એપ્સથી યૂઝર્સ પોપ્યુલર વીડિયો અને ઓડિયો સ્ટ્રીમિંગ સાઈટ જેવી કે યૂટ્યૂબ અને ફેસબુકના વીડિયો અને ઓડિયો ડાઉનલોડ કરી શકે છે. જાણવા એમ પણ મળ્યું છે કે સ્નેપટ્યૂબની પોતાની વેબસાઈટ પણ છે. આ વેબસાઈટ અનુસાર આ એપને દુનિયાભરમાં 300 મિલિયન એટલે કે 30 કરોડથી વધારે યૂઝર્સે ડાઉનલોડ કરી છે. સાથે જ સામે આવ્યું છે કે આ એપ હુવાવેની એપ ગેલેરીમાં પણ ઉપલબ્ધ છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગત વર્ષે 7 કરોડથી વધારે ફ્રોડ ટ્રાંઝેકશન સ્નેપટ્યૂબ દ્વારા કરવામાં આવ્યા હતા. જ્યારે આ વર્ષે પણ ફ્રોડ યથાવત છે. આ વર્ષે 3 કરોડથી વધારે ફ્રોડ ટ્રાંઝેકશન સામે આવી ચુક્યા છે. જેને સિક્યોર-ડી પ્લેટફોર્મે બ્લોક કરી છે.

અત્રે ઉલ્લેખનીય એ પણ છે કે આ રિપોર્ટ સામે આવ્યા બાદ ગૂગલે આ એપને પ્લે સ્ટોર પરથી ડિલીટ કરી દીધી છે. પરંતુ હાલ પણ યૂઝર્સ આ એપને થર્ડ પાર્ટીથી ડાઉનલોડ કરી રહ્યા છે. જો તમે પણ અજાણતા અગાઉ આ એપને ડાઉનલોડ કરી છે અને તમારા એંડ્રોયડ ફોનમાં આ એપ છે તો સૌથી પહેલા તેને ફોનમાંથી ડિલીટ કરો જેથી તમારી સાથે કોઈ ફ્રોડ ન થાય.
source : dailyhunt
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત