છીંક આવવી શુભ કે પછી અશુભ, આ 8 વાતો પરથી તમે પણ

ભારતીય સમાજમાં વ્યક્તિને છીંક આવવાને પણ શુકન અને અપશુકન તરીકે જોવામાં આવે છે. આપણે મોટાભાગે જયારે કોઈ અન્ય વ્યક્તિની છીંક સાંભળીને પોતાના કામને થોડાક સમય માટે અટકાવી દઈએ છીએ અને થોડીક વાર રાહ જોઈ લીધા પછી અને ત્યાર બાદ પાણી પી લીધા પછી જ પોતાના કામને ફરીથી શરુ કરતા હોઈએ છીએ. પરંતુ શું આપ જાણો છો કે, હંમેશા છીંક આવવી અશુભ જ હોતી નથી ઘણી વાર છીંક આવવી શુભ પણ હોય છે. ચાલો જાણીએ છીંક સાથે જોડાયેલ આવા જ કેટલાક શુકન અને અપશુકનો વિષે….

image source

-હિંદુ ધર્મના ધાર્મિક શાસ્ત્ર શુકન શાસ્ત્રમાં જણાવ્યા મુજબ જો આપ કામ પર કે પછી નોકરી પર જઈ રહ્યા હોવ તે સમયે જો કોઈ પાછળથી છીંક સાંભળવા મળે છે તો આવી રીતે છીક સાંભળવાને શુભ માનવામાં આવે છે.

image source

-જો આપ કોઈ રસ્તા પરથી પસાર થઈ રહ્યા છો તો ત્યારે તે રસ્તા પરથી જો હાથી પસાર થઈ રહ્યો હોય અને હાથીને છીંક આવે છે તો હાથીને આવી રીતે છીંક આવવાથી રાજ્ય લાભ થવાના સંકેત પ્રાપ્ત થાય છે.

image source

-એટલું જ નહી, જો આપ કોઈ વસ્તુની ખરીદી કરવા નીકળ્યા હોવ અને વસ્તુની ખરીદી કરતા સમયે જો આપને છીંક આવે છે તો તે વસ્તુ આપના માટે સૌભાગ્યશાળી સાબિત થઈ શકે છે.

-આપને રસ્તામાં અથવા ઘરની બહાર નીકળતા સમયે જો કુતરાને છીંક આવે છે તો કુતરાને આવી રીતે છીંક આવવી આપના માટે વિઘ્ન અને વિપત્તિનો સંકેત હોઈ શકે છે, પરંતુ તે જ સમયે કુતરાને એક કરતા વધારે વાર છીંક આવે છે તો આવી રીતે કુતરાને છીંક આવવી આપના માટે વિપત્તિ ટળી જવાની સંભાવના હોઈ શકે છે.

-દુ:સ્થાન, સ્મસાન તથા કોઈ દુર્ઘટનાના સ્થળ પર જો કોઈ વ્યક્તિને છીંક આવે છે તો આવા સમયે છીંક આવવાને વૈદિક સાહિત્યમાં શુભ માનવામાં આવે છે.

image source

-ભૂકંપ, દુર્ભિક્ષ કે પછી મહામારીની સુચના જયારે મળે છે ત્યારે તે સ્થળ પર જો કોઈ વ્યક્તિને છીંક આવે છે તો અનિષ્ટ દુર થવાની સંભવના વધી જાય છે.

image source

-કિચનમાં દૂધ ગરમ કરતા સમયે જો ઘરની ગૃહિણીને છીંક આવી જાય છે તો તે ઘરના સભ્યો માટે કે પછી ગૃહિણી માટે આપત્તિજનક રહી શકે છે.

-દવાનું સેવન કરતા સમયે જો આપને છીંક આવે છે તો તેના લીધે દવા હાથ માંથી નીચે પડી જાય છે તો રોગનું નિવારણ જલ્દી જ થવાનું છે તેવા સંકેત મળી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત