ગુજરાતી ફિલ્મોના સ્વરૂપવાન અભિનેત્રી સ્નેહલતા 60 વર્ષે વિતાવી રહ્યા છે આજે આવું જીવન – જુઓ તસ્વીરો

ફિલ્મોની વાત કરીએ તો અને તેમાં પણ જૂની ગુજરાતી ફિલ્મોની તો આપણા મનમાં તરત જ દાયકાઓ પહેલા રજુ કરવામાં આવતી ગુજરાતી ફિલ્મોના અભિનેતા અને અભિનેત્રીઓ આપણી આંખોની સામે આવી જાય છે.

image source

જેવા કે, રોમા માણેક, નરેશ કનોડિયા, હિતેન કુમાર, સ્નેહલતા, ઉપેન્દ્ર ત્રિવેદી વગેરે ગુજરાતી ફિલ્મોના હીરો-હિરોઈન આપણને યાદ આવી જાય છે. જો કે, ગુજરાતી ફિલ્મોના આ સિતારાઓ માંથી હજી પણ કેટલાક સિતારાઓ આપણને ક્યાંકને ક્યાંક નજરે જોવા મળી જ જાય છે. તેમછતાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ઐશ્વર્યા કહેવાતા એવા અભિનેત્રી એટલે કે સ્નેહલતા તેઓ હવે આ લાઈમલાઈટથી સતત દુર રહેવાનું પસંદ કરી રહ્યા છે.

સ્નેહલતાની ઉમર હાલમાં ૬૩ વર્ષ થઈ ગયા છે, સ્નેહલતાને થોડાક સમય પહેલા જ સુરેન્દ્રનગરના વઢવાણ જીલ્લામાં સ્નેહલતા પોતાના એક સંબંધીને ત્યાં મહેમાન તરીકે હાજર રહ્યા હતા. આપને જણાવીએ કે, સ્નેહલતાને એક દીકરી છે તેમની દીકરીનું નામ ઇન્દિરા છે અને તેઓ એક ડોક્ટર પણ છે. સ્નેહલતાએ પોતાની દીકરી ઇન્દિરાની સાથે સંબંધીને ત્યાં હાજરી આપી હતી. આપને જણાવીએ કે, સ્નેહલતાનો દેખાવ આટલા વર્ષો એટલો બધો બદલાઈ ગયો છે તેઓને ઓળખવામાં પણ મુશ્કેલ થઈ જાય છે.

image source

આજથી આશરે ૨૨ વર્ષ પહેલા સ્નેહલતાએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું હતું. સ્નેહલતા વધુ જણાવતા કહે છે કે, ‘મને હવે જાહેર થવાનો કોઈ મોહ નથી, હું મુંબઈના બાંદ્રા એરિયામાં પોતાના પરિવાર સાથે જીવન જીવી રહી છું. ઉપરાંત હું કોઇપણ ફંક્શન કે પાર્ટીમાં જવાનું પણ પસંદ નથી કરતી. હવે હું મારા પરિવારની સાથે ખુબ જ ખુશ છું અને મારી દીકરી ઇન્દિરા પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ પ્રકારનો રસ ધરાવતી નથી. એટલા માટે હવે મારા પરિવાર માંથી કોઈ વ્યક્તિ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવે તેવી કોઈ શક્યતા નથી.’

image source

મોટાભાગે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી દીધા પછી પણ કેટલાક કલાકારોને સારી ઓફર મળે છે તો તેઓ કામ કરી કરવા તૈયાર થઈ જાય છે. અભિનેત્રી સ્નેહલતા સાથે પણ કઈક આવું થયું હતું. આજથી આશરે ૨૨ વર્ષ પહેલા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધા પણ સ્નેહલતાને કેટલીક ફિલ્મો માટે મુખ્ય પાત્ર માટેની ભૂમિકા નિભાવવા માટે ઓફર પ્રોડ્યુસર દ્વારા આપવામાં આવી રહી હતી, તેમછતાં ફિલ્મના પ્રોડ્યુસર દ્વારા કરવામાં આવેલ ઓફરને સ્નેહલતાએ ના પાડી દીધી હતી અને એક પણ ઓફરનો સ્વીકાર કર્યો નહી. એક સમય હતો જયારે સ્નેહલતા સતત કેમેરાની સામે રહેવાનું થતું હતું અને આજે જયારે સ્નેહલતા એક ફોટો પડાવવા માટે પણ રાજી નથી.

image source

આગળ જણાવતા સ્નેહલતા કહે છે કે, “જેવી રીતે ફિલ્મી લાઈફમાં અલગ અલગ રોલ હોય છે તેવી જ રીતે રીયલ લાઈફમાં પણ ઘણા બધા અલગ અલગ રોલ નિભાવવાના હોય છે, જેને હું ખુબ જ સારી રીતે અને પ્રમાણીકતાથી નિભાવી રહી છું. મને આ વાત બિલકુલ યોગ્ય નથી લાગતી કે, હું હવે ૬૦ વર્ષની ઉમરમાં ઘર છોડીને શુટિંગ માટે જવું, કારણ કે, અત્યારે આ સમય હું મારા પરિવાર સાથે ખુબ ખુશીથી પસાર કરી રહી છું.”

વર્તમાન સમયમાં સ્નેહલતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી ઘણી દુર છે. સ્નેહલતાએ જ્યારથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કીધું છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં કોઇપણ ફિલ્મમાં કામ કરતા જોવા મળી નથી. તેમ છતાં આજે પણ સ્નેહલતા લાખો ચાહકોના દિલો પર રાજ કરી રહી છે. હવે અમે આપને સ્નેહલતા વિષે કેટલીક એવી વાતો જણાવીશું જેના વિષે આપને કોઈ જાણકારી પણ નહી હોય. સ્નેહલતાનો જન્મ મુંબઈ સ્થિત એક મરાઠી પરિવારમાં થયો છે. સ્નેહલતાને ફિલ્મોમાં કામ કરવા માટે પોતાના પિતા તરફથી ભરપુર સહકાર અને પ્રેરણા પણ મળી છે.

image source

આપને જણાવીએ કે, સ્નેહલતાએ ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરતા પહેલા તેઓ હિન્દી અને મરાઠી ફિલ્મોમાં પણ પોતાના અભિનયને અજમાવી લીધો હતો. તેમ છતાં સ્નેહલતાએ સૌથી વધારે કામ ગુજરાતી ભાષાની ફિલ્મોમાં કર્યું છે. સ્નેહલતાએ સૌપ્રથમ ૭૦ના દશકમાં ઉપેન્દ્ર ત્રિવેદી સાથે મળીને ઘણી બધી સુપર હીટ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. ત્યાર પછી નરેશ કનોડિયા સાથે મળીને ૮૦ના દશકમાં પણ ઢગલાબંધ ગુજરાતી સુપરહિટ ફિલ્મો આપી છે. આમ સ્નેહલતાએ બન્ને સુપર સ્ટાર સાથે મળીને આશરે ૨૦ વર્ષ સુધી સતત ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર રાજ કર્યું છે.

image source

૭૦ના દશકમાં સ્નેહલતાએ ઉપેન્દ્ર ત્રિવેદી સાથેની કેટલીક સુપરહિટ ફિલ્મો જેવી કે, ‘રા’નવધણ’, ‘શેતલના કાંઠે’, ‘વીર માંગણાવાળા’, ‘ભાદર તારા વહેતા પાણી’, જેવી ઘણી બધી સુપરહિટ ફિલ્મો આપી છે. ત્યાર પછી ૮૦ના દશકમાં સ્નેહલતાએ નરેશ કનોડિયા સાથે મળીને કેટલીક સુપરહિટ ફિલ્મો આપી છે જેવી કે, ‘ઢોલા મારું’, ‘ટોડલે બેઠો મોર’, ‘મોતી વેરાણાં ચોકમાં’, ‘હિરણના કાંઠે’ જેવી ઘણી બધી ફિલ્મો સુપરહિટ ફિલ્મો આપેલ છે. સ્નેહલતાને વર્ષ ૨૦૧૩માં ગુજરાતી ફિલ્મો માટે સમ્માનિત પણ કરવામાં આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત