સોશિયલ મીડિયા પર ફરી ઉઠ્યા બાળકના પિતા અંગેના પ્રશ્ન, નૂસરત જહાંનો દીકરા સાથેનો વીડિયો વાયરલ

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને અભિનેત્રી નુસરત જહાં પોતાના અંગત જીવનને લઈને સતત ચર્ચામાં છે. પતિ નિખિલ જૈન સાથે વિવાદ વચ્ચે તેણે પોતાની પ્રેગ્નન્સીના સમાચાર આપીને બધાને ચોંકાવી દીધા હતા. આ સિવાય નુસરત જહાં બંગાળી અભિનેતા યશદાસ ગુપ્તા સાથેના તેના અફેરને લઈને સતત ચર્ચામાં છે. તેણે એક ખાનગી હોસ્પિટલમાં 26 ઓગસ્ટના રોજ પુત્ર ઈશાનને જન્મ આપ્યો હતો. 4 દિવસ બાદ તેમને સોમવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

image source

હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ નુસરતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે તેના કથિત બોયફ્રેન્ડ યશદાસ ગુપ્તા સાથે જોવા મળી રહી છે. આ વાયરલ વીડિયોમાં જે વસ્તુએ દરેકનું ધ્યાન ખેંચ્યું તે છે યશદાસ ગુપ્તાના હાથમાં નાનો ઇશાન. હોસ્પિટલમાંથી નીકળતી વખતે યશદાસ ગુપ્તાએ નુસરતના દીકરાને પોતાના ખોળામાં તેડી રાખ્યો હતો અને તે કારમાં બેઠેલો જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Yishaan Jahan (@yishaan_fan_page)

યશદાસ ગુપ્તા અને નુસરત જહાંનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો અભિનેત્રી અને યશદાસ ગુપ્તા વચ્ચેના સંબંધો પર વિવિધ પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. આ વીડિયો જોયા પછી ઘણા લોકોએ અભિનેત્રી પર કોમેન્ટ કરી તેને ટ્રોલ પણ કરી છે. જો કે કેટલાક લોકોએ તેને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા સલાહ પણ કરી છે.

image soucre

મહત્વનું છે કે નુસરત જહાંએ તેના પુત્રનું નામ ઈશાન રાખ્યું છે. તેના પુત્રનું નામ અંગ્રેજીમાં યીશાન તરીકે લખવામાં આવશે. આ નામ સાંભળીને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ રહી છે અને યશદાસ ગુપ્તાના નામની સાથે સાથે તેમના પુત્રનું નામ પણ જોડવામાં આવ્યું છે. નુસરત જહાંએ તેના પુત્રનું નામ તેના કથિત બોયફ્રેન્ડ યશદાસ ગુપ્તાના નામ પરથી રાખ્યું છે. જો કે આ પહેલા નુસરતે સ્પષ્ટતા કરી છે કે તે સિંગલ મધર રહેશે અને તેના બાળકના પિતાનું નામ જાહેર કરશે નહીં.પરંતુ આ ચર્ચાએ વેગ એટલા માટે લીધો છે કે નુસરત જહાંને ડિલિવરી માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, તે દરમિયાન યશદાસ ગુપ્તા તેની સાથે હાજર હતો. યશે બધાને નુસરતના દીકરાના જન્મના સમાચાર આપ્યા હતા અને ખુશી પણ વ્યક્ત કરી હતી.

image soucre

નુસરત જહાં અને નિખિલ જૈને તુર્કીમાં 19 જૂન 2019 ના રોજ લગ્ન કરી લીધા હતા. બંનેના લગ્ન હિન્દુ અને ખ્રિસ્તી રિવાજ મુજબ થયા હતા. થોડા સમય પહેલા નુસરત જહાંએ લગ્ન વિશે ખુલાસો કર્યો હતો કે તેના લગ્ન ભારતમાં માન્ય નથી.