સોલા સિવિલમાં આવતીકાલથી કોરોના ટ્રાયલ વેક્સિન વોલન્ટિયરને અપાશે, લોખંડી સુરક્ષા વચ્ચે સોલા સિવિલમાં રાખવામાં આવી છે આ રસી

જે ઘડીની લાંબા સમયથી રાહ જોવાતી હતી ઘડી આવી ગઈ છે, કોરોના મહામારી વચ્ચે ગુજરાત માટે એક સમાચાર આવી ગયા છે. મંગળવારના રોજ કોરોના રસી ટ્રાયલ માટે અમદાવાદ આવી ગઈ છે. હવે તેનું 1 હજાર લોકો પર ટ્રાયલ કરવામાં આવશે. હાલ સોલા સિવિલ ખાતે ભારત બાયોટેકની આત્મનિર્ભર વેક્સિન માટે મેડિસિન વિભાગમાં ટ્રાયલ રૂમ બનાવવામાં આવ્યો છે. બીજી તરફ, લેબમાં કોલ્ડસ્ટોરેજમાં આ વેક્સિન થ્રી લેયર સુરક્ષામાં સાચવવામાં આવી રહી છે, જે માટે ખાસ સિક્યોરિટી રાઉન્ડ ધ ક્લોક ગોઠવવામાં આવી છે.

સઘન સુરક્ષા વચ્ચે લેબમાં રાખવામાં આવી છે વેક્સિન

image source

આ અંગે અમદાવાદની સોલા સિવિલના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મેડિસિન વિભાગમાં કોરોનાની ટ્રાયલ વેક્સિન આપવામાં અવાશે, જ્યાં વોલન્ટિયરને પ્રાથમિક ચેક કરીને તેને આવતીકાલે સવારે 10 વાગ્યાથી વેક્સિન આપવામાં આવશે.

image source

આ વેક્સિન હાલ હોસ્પિટલમાં સઘન સુરક્ષા વચ્ચે આવેલી લેબમાં રાખવામાં આવી છે, જેના માટે કોલ્ડસ્ટોરેજ પણ તૈયાર કરવામાં આવ્યું છે. હાલમાં તેની પુરી સુરક્ષા ગોઠવવામાં આવી છે.

આવતીકાલથી તમામ પ્રક્રિયા શરૂ થશે

image source

કોરોના રસીના ટ્રાયલ માટે એક કમિટિ બનાવવામાં આવી છે. જેની દેખરેખમાં આ તમામ પ્રોસેસ કરવામં આવશે. આ અંગે વેક્સિન ટ્રાયલ કમિટી સાથે જોડાયેલા પેનલ મેમ્બરે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું છે કે હાલ હાઇ સિક્યોરિટી ઝોનમાં ટ્રાયલ વેક્સિન રાખવામાં આવી છે. આ વેક્સિન આવતીકાલે સવારથી વોલન્ટિયર્સને આપવામાં આવશે. વોલન્ટિયર શોધવામાં આવી રહ્યા છે. આજે એક નંબર જાહેર કરીને ટ્રાયલ વેક્સિન માટે વોલન્ટિયરને શોધવામાં આવશે અને તેમની યાદી તૈયાર કરવામાં આવશે. નોંધનિય છે કે આ વેક્સિન સ્વસ્થ વ્યક્તિને જ આપવામાં આવશે. વેક્સિન આપ્યા બાદ તેના સ્વસ્થ્યની પુરે પુરા જાણકારી એકત્ર કરવામાં આવશે. સૂત્રોએ વેક્સિન ટ્રાયલ વિશે જણાવ્યું હતું કે આ વેક્સિન નથી, પણ ટ્રાયલ વેક્સિન છે, જેથી કદાચ એની અન્ય અસર પણ થઈ શકે છે. આ ટ્રાયલ વેક્સિન પહેલાં તંદુરસ્ત લોકોને જ આપવામાં આવશે.

સ્વસ્થ વ્યક્તિને જ અપાશે વેક્સિન

image source

આ અંગે વોલન્ટિયરની સહમતી મળ્યા બાદ સામાન્ય પેપર વર્ક પણ કરવામાં આવે છે. ત્યાર બાદ તેને અન્ય કોઈ બીમારી કે ગંભીર બીમારીની હિસ્ટ્રી પણ ચેક કરવામાં આવશે. એક વખત વોલન્ટિયર નક્કી થઈ જાય બાદમાં તેને ઇન્જેક્શન દ્વારા અન્ય વેક્સિનની જેમ જ વેક્સિન આપવામાં આવશે.

image source

ત્યાર બાદ ટ્રાયલ રૂમમાં એક કલાક સુધી તેને ત્યાં જ રાખવામાં આવશે અને જો તેને કોઈ રિએક્શન ન આવે તો તેને જવા દેવામાં આવશે. જો કોઈ વ્યક્તિ અહીં ઓબ્ઝર્વેશનમાં રહેવા માગે તો તેના અંગે વિચાર કરવામાં આવશે. ત્યાર બાદ 7 દિવસ બાદ ફરી ટ્રાયલ માટે આ જ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આમ હવે કોરોના વેક્સિનનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. જો આ વેક્સિનનું પરીક્ષણ સફળ થશે તો ટૂંક સમયમાં તેના વિતરણ અંગે જાહેરાત કરવામાં આવી શકે છે.

વેક્સિન અંગે નીતિન પટેલે આપ્યું નિવેદન

image source

કોરોના વેક્સીનને લઈને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આજે વિગતો આપતા જણાવ્યું છે કે કોરોનાની ટ્રાયલ વેક્સીન અમદાવાદમાં આવી પોહચી છે. ભારત સરકાર તરફથી ભારત બાયોટેક કંપની તરફથી રીસર્ચ થઇ રહ્યું હતું તેમાંથી ઘણા તબક્કા પસાર થઇ ગયા છે. મોટી હોસ્પીટલમાં જે નાગરીકો સ્વસ્થ છે તેમના પર આ ટ્રાયલ કરવામાં આવી રહી છે. સોલા સિવિલ કે જે મેડીકલ કોલેજ સાથે સંલગ્ન છે તેમના માટે ૫૦૦ વેક્સીન આપી દેવામાં આવી છે. આ સંદર્ભના તજજ્ઞ ડોક્ટર છે તે લોકો સ્થાનિકને ટ્રેનીંગ આપશે. જે લોકો પોતાના પર ટ્રાયલ કરાવવા માટે તૈયાર થયા છે તેવા લોકોની તબિયતની પણ ચિંતા કરવામાં આવશે. મહિનામાં બે વાર આ પ્રક્રિયા રેહશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત