સોમનાથ દાદાના દર્શને જતા યાત્રાળુઓ કૃપયા ધ્યાન દે, આ તારીખ સુધી રૂમ બૂક કરાવશો તો મળશે જોરદાર ડિસ્કાઉન્ટ, જાણી લો જલદી

કોરોના મહામારીના કારણે દેશમાં મોટાભાગના પર્યકન સ્થળો પર લોકોની અવર જવર ઓછી થઈ છે. જેને લઈને ટૂર એન્ડ ટ્રવેલ્સ અને સ્થાનિક વેપારીઓને મોટો ફટકો પડ્યો છે. તો બીજી તરફ રાજ્યમાં પણ ગુજરાતમાં પણ કોરોના મહામારીને કારણે પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે.

image source

તો વાત કરીએ યાત્રાધામ સોમનાથ તો અહિયાં પણ કોરોના કાળમાં પ્રવાસીઓની આવકમાં ઘણી જ અસર થઈ છે. જેને લીે ના ભાંગી પડેલ પ્રવાસનને ફરી ઘમઘમતુ કરવા સોમનાથ મંદિર ટ્રસ્‍ટ દ્રારા આગામી 31 ડીસેમ્‍બરના મિની વેકેશનને લઇને મહત્‍વની જાહેરાત કરી છે.

કોરોના કાળમાં લોકોને રાહત મળશે

image source

સોમનાથ ટ્રસ્‍ટ હસ્‍તકના ગેસ્‍ટહાઉસો અને અતિથિગૃહોમાં તા.15 ડીસેમ્‍બરથી 31 જાન્‍યુઆરી દરમ્‍યાન રૂમો બુકો કરાવનાર પર્યટકોને 15 થી 25 ટકા સુઘીની બમ્‍પર ડીસ્‍કાઉન્‍ટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે ટ્રસ્‍ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવ્યું કે, વૈશ્વિક કોરોના મહામારીના કારણે દરેક ક્ષેત્રમાં અને ખાસ કરીને વેપાર-ઉઘોગમાં તેની ગંભીર અસરો પડી છે. ખાસ કરીને પ્રવાસન ઉઘોગ ઠપ્‍પ થઇ ગયુ હોવાથી યાત્રાઘામ અને પ્રવાસન સ્‍થળોએ નાના ઘંઘા કરતા લકોની રોજગારીને ગંભીર અસરો પહોંચી છે. આવા સમયે હાલ ડીસેમ્‍બર માસ ચાલી રહ્યો છે. વર્ષના આ અંતિમ માસમાં લોકો હરવા ફરવા નિકળે છે જેમાં ફરવાલાયક સ્‍થળો અને યાત્રાઘામોમાં મોટી સંખ્‍યામાં લોકો ફરવા જતા હોય છે જેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી કોરોના કાળમાં લોકોને રાહત મળશે.

સ્‍થાનીક લોકોને રોજગારી મળી રહે તે માટે લેવાયો નિર્ણય

image source

નોંધનિય છે કે છેલ્‍લા થોડા વર્ષો દરમ્‍યાન 31 ડીસેમ્‍બરના મિની વેકેશનમાં યાત્રાઘામ સોમનાથમાં મોટી સંખ્‍યામાં પર્યટકો ફરવા આવે છે. તેને તથા સ્‍થાનીક લોકોને રોજગારી મળી રહે તેવા આશ્રયથી સોમનાથ મંદિર ટ્રસ્‍ટ દ્રારા તા.15-12-20 થી તા.31-01-21 સુઘી સુઘીના સમયગાળા દરમ્‍યાન ટ્રસ્‍ટના લીલાવતી, માહેશ્વરી અતિથિભવન અને સાગરદર્શન અતિથિગૃહમાં રૂમો બુક કરાવનાર પર્યટકોને ભાડામાં 15 થી 25 ટકા સુઘીનું ડીસ્‍કાઉન્‍ટ આપવાનો નિર્ણય કરવામાં આવ્‍યો છે. આ ડીસ્‍કાઉન્‍ટનો લાભ ઓનલાઇન કે ઓફલાઇન રૂમ બુકીંગ કરાવનાર તમામ પર્યટકોને મળશે.

થોડા મહિના પહેલા ફ્રીમાં ભોજન આપવાની કરાઈ હતી જાહેરાત

image source

વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે આવનાર તમામ યાત્રાળુઓને આગામી સમયમાં વિનામૂલ્યે ભોજન કરી શકે એ માટે ભોજનાલય શરૂ કરવામાં આવનાર છે. ટ્રસ્ટ સંચાલિત હાલના ભોજનાલય પાસેજ આ નવું ભોજનાલય બનશે.

image source

આ અંગેની વિગતો આપતાં સોમનાથના ટ્રસ્ટી-સચિવ પ્રવિણ લહેરીના જણાવ્યાનુસાર, સોમનાથ મંદિર એક આઇકોન પ્લેસ બન્યા બાદ અનેક વિકાસ કામો સોમનાથ ટ્રસ્ટ અને ભારત સરકારના સહયોગથી થઈ રહ્યા છે. ત્યારે સોમનાથ દાદાના દર્શને આવતા યાત્રિકોને વિનામૂલ્યે ભોજન પ્રસાદી મળી રહે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારાજ ભોજનાલય શરૂ કરવામાં આવશે. હાલ સૌરાષ્ટ્રના અનેક તીર્થધામોમાં વિનામૂલ્યે ભોજનાલય ચાલુ છે. સોમનાથમાં પણ પૂ. ડોંગરેજી મહારાજ પ્રેરિત અન્નક્ષેત્ર ચાલે છે. ત્યારે હવે ખુદ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ સવારે 11 થી બપોરે 3 અને સાંજે 7 થી રાત્રે 11 સુધી સોમનાથ આવતા પ્રવાસીઓને વિનામૂલ્યે ભોજન પ્રસાદી પીરસશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત