સોમનાથ દાદાને ચઢતા અઢળક બીલીપત્ર અને ફુલનું આ રીતે ખાતર તૈયાર કરી તેનો કરાશે સદઉપયોગ

બાર જ્યોતિર્લિંગમાંથી પ્રથમ એવા સૌરાષ્ટ્રના વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરની ચર્ચા હાલ દેશભરમાં જોરશોરથી થઈ રહી છે. કારણ છે કે અહીં એક ખાસ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવનાર છે. આ પ્રોજેક્ટ અઢી કરોડના ખર્ચે અહીં શરુ થશે. ખાસ વાત એ છે કે આ પ્રોજેક્ટ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ અને ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે બની રહ્યો છે. આ પ્રોજેક્ટ હકીકતમાં એક ગોબેજ પ્રોસેસીંગ યુનિટ છે. જેમાં સોમનાથ દાદાને ચઢતા બીલીપત્રનો ઉપયોગ કરી ખાતર તૈયાર કરવામાં આવશે.

image source

અઢી કરોડના ખર્ચે તૈયાર થનાર આ યુનિટ અંગે સોમનાથ ટ્રસ્ટના સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ માહિતી આપતા જણાવ્યું હતું કે તેમના ટ્રસ્ટ હસ્તક સોમનાથ મંદિર સહિત અન્ય 40 મંદિરો છે.

આ મંદિરોમાં ચઢતા બીલીપત્ર, ફુલ સહિતની સામગ્રીનો ઉપયોગ હવે ખાતર બનાવવામાં કરવામાં આવશે. આ સિવાય ટ્રસ્ટ અંતર્ગત આવતા ભોજનાલય, મંદિર પરીસરમાં એકત્ર થયેલા કચરાને પણ એકત્ર કરી અને આ યુનિટ ખાતે લઈ જવામાં આવશે. આ યુનિટમાં ખાતરમાં ઉપયોગી થાય તેવા કચરાને અલગ કરી અન્ય કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવશે.

image source

આ ગોબેજ પ્રોસેસીંગ યુનિટ સોમનાથ બાયપાસથી ત્રિવેણી સંગમ જવાના રસ્તા પર આવેલી સોમનાથ ટ્રસ્ટની જમીન પર તૈયાર થઈ રહ્યું છે. અહીં તમામ કચરો અને ભક્તોએ ચઢાવેલા બીલીપત્ર સહિતની સામગ્રી લાવવામાં આવશે. કચરાનો યોગ્ય નિકાલ માટે બે ટીમ કાર્યરત રહેશે જે કચરામાંથી પ્લાસ્ટિક, કાચ, જેવી વસ્તુને અલગ કરી વનસ્પતિ, કાગળ, ફુટ વગેરે પ્રોસેસીંગ યુનિટમાં ઉપયોગ કરી તેમાંથી ખાતર બનાવશે.

image source

હાલ અહીં એક વિશાળ હોલ તૈયાર કરવામાં આવી રહ્યો છે જ્યાં કચરો એકત્ર કરાશે. આ સાથે જ અહીં પ્રોસેસીંગ યુનિટના મશીનો પણ ગોઠવાશે. આ હોલનું ક્ષેત્રફળ 1269 ચો. મી હશે. હોલની પાસે જુદા જુદા 10 રૂમ પણ હશે આ પ્રોસેસીંગ હોલને ખાસ પ્રકારના રુફથી ઢાંકવામાં આવ્યો છે. જેથી અહીંની ભેજ અને ખારાશયુક્ત આબોહવાથી તેનું રક્ષણ થાય. અહીં વેસ્ટમાંથી તૈયાર થનાર બેસ્ટ ખાતરનો ઉપયોગ સોમનાથ મંદિર હસ્તકના બગીચાઓમાં તેમજ જરૂરીયાતવાળા સ્થળોએ કરવામાં આવશે.

image source

સોમનાથ મહાદેવ મંદિરમાં ચઢતા બીલીપત્રની વાત કરીએ તો એક અંદાજ અનુસાર અહીં સામાન્ય દિવસોમાં 90 કિલો બીલીપત્ર ચઢાવવામાં આવે છે. જો ખાસ તહેવાર હોય, શ્રાવણ મહિનો હોય ત્યારે રોજ 500 કિલો બીલી સોમનાથ મહાદેવને ચઢતા હોય છે. આ સિવાય અહીં રોજ 100 કિલો ફુલ ચઢચા હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત